WhatsApp Telegram

Legal Advisor for Primary Education Office Bharati 2024

2 min read Updated:

Legal Advisor for Primary Education Office Bharati 2024 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર ખાતે કાયદા સલાહકારની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત આપેલ છે, જેથી કાયદાની લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો માટે એક તક ઉપલબ્ધ થયેલ છે.

Legal Advisor for Primary Education Office Bharati 2024 નિયામક પ્રાથમિક શિક્ષણએ તા.04-12-2024 ના રોજ ગુજરાત સમાચાર તથા સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી કચેરી ખાતે મંજુર થયેલ કાયદા સલાહકારની જગ્યા તદ્દન હંગામી ધોરણે કરાર આધારીત ભરવા માટે રસ ધરાવતા લાયક અને ઇચ્છુુક ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ ઉપસ્થિત થવા જણાવેલ છે.

સંસ્થાનું નામનિયામક, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર
ઠે. ભોંયતળીયે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, પુનિત વનની સામે, સેકટર-૧૯, ગાંધીનગર
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ04/12/2024
જગ્યાનું નામકાયદા સલાહકાર
જગ્યાની મુદત2 (બે)
જગ્યાની મુદત11 માસના કરારના ધોરણે
પસંદગીની પ્રક્રિયાવોક ઇન ઇન્ટરવ્યૂ
અરજી મોકલવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૦ માં
વેબસાઇટgujarat-education.gov.in/primary/
  • ભારતની માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી.
  • કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા મળેલ હોવી જોઇએ.
  • CCC / CCC+ level નું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
  • Bar Council of Gujarat અથવા Council of India માં નોંધાયેલ હોવા જોઇએ.
  • અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઇએ.
  • ન્યુનતમ પ વર્ષનો નામ. હાઇકોર્ટનો પ્રેક્ટીસીંગ વકીલાતનો અનુભવ હોવો જોઇએ.
  • 50 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોવા જોઇએ.
  • સરકારી વિભાગો / વિભાગીય કચેરીમાં સરકારી વતી નામ. હાઇકોર્ટ / સુપ્રિમ કોર્ટમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ હોવો જોઇએ.

કાયદા સલાહકારની જગ્યા પર પસંદગી થયેથી રૂ. 60,000/- નો માસિક ફીક્સ પગાર મળવાપાત્ર થશે.

કાયદા સલાહકારે બજાવવાની ફરજો અને જવાબદારીની વિગતો તથા અન્ય બોલીઓ અને શરતોની વિગતો કચેરીની વેબસાઇટgujarat-education.gov.in/primary/પરથી Download કર્યેથી જોવા મળશે.

કાયદા સલાહકારના ઉમેદવારે સંપૂર્ણ વિગતોવાળી અરજી અને સ્વ-પ્રમાણીત શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ તથા અસલ પ્રમાણપત્રો સહિત નાયબ નિયામક (પ્લાન) પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને મોકલવાની છે.

કાયદા સલાહકારના ઉમેદવારે કચેરીની વેબસાઇટ પર જઇને નિયત નમૂનાનું અરજી પત્રક ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે જાહેરાતની તારીખથી દિન-૧૦ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહે છે.

નિયત નમૂનાની અરજી નાયબ નિયામકશ્રી (પ્લાન), પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, ભોંયતળીયે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, પુનિત વનની સામે, સેકટર-૧૯, ગાંધીનગરના સરનામે મોકલવાની રહેશે.

  • સંંપૂર્ણ વિગતવાળી અરજી (મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇડી સહિત)
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેેટ
  • શૈક્ષણિક લાયકાત (સ્નાતક તથા કાયદાની ડીગ્રી)
  • CCC / CCC+ નું પ્રમાણપત્ર
  • બાર કાઉન્સિલમાં નોંધાયેલ હોવાનું પ્રમાણપત્ર
  • અનુભવના પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ / પાન કાર્ડની નકલ.
  • અન્ય દસ્તાવેજ.
  • સ્વ-પ્રમાણીત કરેલ ઝેરોક્ષ નકલ બીડવાની રહેશે.

કાયદા સલાહકારની જગ્યા માટે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલ ઉમેદવારોમાંથી પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

Legal Advisor for Primary Education Office Bharati 2024 Official website Click Here

લીગલ એડવાઇઝરની જાહેરાત, કરાર આધારીત જગ્યા માટેનું અરજી ફોર્મ અને ૧૧ માસના કરાર આધારીત નિમણૂંકો અંગેની બોલીઓ અને શરતો જોવા માટે Click Here

Legal Advisor for Primary Education Office Bharati 2024

Read Also :

Gram Vikas Commissioner Bharati 2024 Legal AdvisorClick Here
Smc Recruitment 2024 for Verious Fire Officer Post
એડી ચીફ ફાયર ઓફીસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર, ફાયર ઓફીસર, સબ ઓફીસર (ફાયર)
Click Here
Gyan Sahayak Prathmik Recruitment 2024Click Here
SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024Click here
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies Click here
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત.Click here
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪Click here
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 Click Here

FAQ

કાયદા સલાહકારની જગ્યાની મુદત કેટલી છે ?

૧૧ માસના કરાર આધારીત જગ્યા છે.

માસિક ફિક્સ પગાર ઉપરાંત કોઇ રકમ મળવાપાત્ર છે ?

સરકારી કામકાજ અર્થે પ્રવાસે જવાનું થાય તો સરકારશ્રીના નિયમાનુસાર મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર છે.

કોઇપણ જાતની રજાઓ મળવાપાત્ર છે

જગ્યાની બોલીઓ અને શરતો અનુસાર ૧૧ પરચુરણ રજા મળવાપાત્ર છે.

✅ Link copied!