WhatsApp Telegram

Gram Vikas Commissioner Bharati 2024 Legal Advisor

1 min read Updated:
Gram Vikas Commissioner Bharati 2024 Legal Advisor

Gram Vikas Commissioner Bharati 2024 Legal Advisor ગાંધીનગર જુના સચિવાલય ખાતેની કમિશનર ગ્રામ વિકાસની કચેરીમાં કાયદા સલાહકારની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત આપેલ છે, જેથી કાયદાની લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો માટે એક તક ઉપલબ્ધ થયેલ છે.

Gram Vikas Commissioner Bharati 2024 Legal Advisor અધિક કમિશનર ગ્રામ વિકાસ ગાંધીનગરે તા.30-11-2024 ના રોજ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં કચેરી ખાતે મંજુર થયેલ કાયદા સલાહકારની જગ્યા તદ્દન હંગામી ધોરણે ભરવા માટે રસ ધરાવતા લાયક અને ઇચ્છુુક ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ ઉપસ્થિત થવા જણાવેલ છે.

સંસ્થાનું નામકમિશનર, ગ્રામ વિકાસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
જગ્યાનું નામકાયદા સલાહકાર
જગ્યાની મુદત1 (એક)
જગ્યાની મુદત11 માસના કરારના ધોરણે
પસંદગીની પ્રક્રિયાવોક ઇન ઇન્ટરવ્યૂ
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ11-12-2024
વેબસાઇટhttps://ruraldev.gujarat.gov.in/
  • માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી.
  • 45 (પીસ્તાલીસ) વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોવા જોઇએ.
  • સરકારી તેમજ અર્ધસરકારી ક્ષેત્રમાં ઓછામાં ઓછા 3 (ત્રણ) વર્ષનો અનુભવ હોવો જોઇએ.
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની કચેરીઓ ખાતે કરેલ કામગીરીને અગ્રતા આપવામાં આવશે.

કાયદા સલાહકારની જગ્યા પર પસંદગી થયેથી રૂ. 60,000/- નો ફીક્સ પગાર મળવાપાત્ર થશે.

કાયદા સલાહકારે બજાવવાની ફરજો અને જવાબદારીની વિગતો તથા અન્ય બોલીઓ અને શરતોની વિગતો કચેરીની વેબસાઇટ https://ruraldev.gujarat.gov.in પરથી Download કર્યેથી જોવા મળશે.

કાયદા સલાહકારના ઉમેદવારે સંપૂર્ણ વિગતોવાળી અરજી અને સ્વ-પ્રમાણીત શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ તથા અસલ પ્રમાણપત્રો સહિત વોક ઇન ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું છે.

Walk In Interview Date : 11-12-2024 બપોરે 11.00 કલાકે.

Walk In Interview Place : કમિશનર ગ્રામ વિકાસની કચેરી બ્લોક નં. 16/3 ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

  • સંંપૂર્ણ વિગતવાળી અરજી (મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇડી સહિત)
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેેટ
  • શૈક્ષણિક લાયકાત
  • અનુભવના પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ / પાન કાર્ડની નકલ.
  • અન્ય દસ્તાવેજ.
  • સ્વ-પ્રમાણીત કરેલ ઝેરોક્ષ નકલ બીડવાની રહેશે.

કાયદા સલાહકારની જગ્યા માટે ઇન્ટરવ્યૂ માટે આવેલ ઉમેદવારોમાંથી પસંદગી વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

Gram Vikas Commissioner Bharati 2024 Legal Advisor Official website Click Here

Gram Vikas Commissioner Bharati 2024 Legal Advisor 1

Read Also :

Smc Recruitment 2024 for Verious Fire Officer Post
એડી ચીફ ફાયર ઓફીસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર, ફાયર ઓફીસર, સબ ઓફીસર (ફાયર)
Click Here
Gyan Sahayak Prathmik Recruitment 2024Click Here
SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024Click here
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies Click here
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત.Click here
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪Click here
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 Click Here

FAQ

કાયદા સલાહકારની જગ્યાની મુદત કેટલી છે ?

૧૧ માસના કરાર આધારીત જગ્યા છે.

માસિક ફિક્સ પગાર ઉપરાંત કોઇ રકમ મળવાપાત્ર છે ?

ફિક્સ પગારવાળી જગ્યા છે.

કોઇપણ જાતની રજાઓ મળવાપાત્ર છે

જગ્યાની બોલીઓ અને શરતો અનુસાર ૧૧ પરચુરણ રજા મળવાપાત્ર છે.

✅ Link copied!