WhatsApp Telegram

GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત.

1 min read Updated:
GPSC STI Consent form - 2024

જાહેરાત ક્રમાંક : 28 / 2024-25, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3 (State Tax Inspector)

ગુજરાત જાહેેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા તા. 25-11-2024 ના રોજ જાહેરાત કરી, જાહેરાત ક્રમાંક : 28 / 2024-25, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3 ની પ્રાથમિક કસોટીમા હાજર રહેવા સંમતિ આપવા નોંધાયેલ ઉમેદવારોને જણાવેલ છે.

રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3 ની ભરતી માટે કુલ 2,34,162 ઉમેદવારોએ અરજી નોંધણી થયેલ છે, જેની પ્રાથમિક પરીક્ષાા તા. 22-12-2024 ના રોજ યોજનાર છે.

પરીક્ષામાં ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો ગંંભીર હોતા નથી, પરીક્ષામાં હાજર પણ રહેતા નથી. નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને લઇને આયોગને આયોજન કરવું પડે છે, તે માટે ખૂબ જ વિશાળ પ્રમાણમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામકો પણ મોટી સંખ્યામાં રોકાયેલ રહે છે. ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર્ચ થાય છે અને તેનો બોજો જાહેર જનતા પર પડે છે.

આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઇચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી જાણ થાય તો તેવા ઉમેદવારોની વ્યવસ્થા કરવાની ન થાય અને પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે વધારે સારી રીતે વ્યવસ્થા કરી શકાય અને તેનો લાભ તેઓને મળી શકે.

આવી બધી બાબતો ધ્યાને લઇ આયોગે નોંધાયેલ ઉમેદવારો પાસેથી ‘‘પરીક્ષા આપવા માટેની સંમતિ’’ મેળવવાનું નક્કી કરેલ છે અને તે અંગેનું સંમતિ ફોર્મ વેબસાઇટ પર જઇને ભરવાનું રહેશે. તે માટે ઉમેદવારે –

  • https://gpsc-ojas.gujarat.gov.in પર ક્લિક કરવું.
  • ત્યારબાદ OPen થયેલ વિન્ડોના Home Page પર OTHER APPLICATION મેેેેનુમાં જઇ CONSENT FORM પર Click કરવું.
  • OPen થયેલ વિન્ડોમાં પોતાનો CONFERMATON NUMBER અને BIRTH DATE તથા CAPTCHA નાંખી OK Button Click કરો.
  • સંંમતિ ફોર્મ ભરી CONSENT FORM ભર્યાની રસીદ ડાઉનલોડ કરી પોતાની પાસે રાખવી.
  • CONSENT FORM તા. 25-11-2024 ના રોજ સાંજે 17.00 કલાકથી તા. 02-12-2024 ના રોજ સવારે 10.00 કલાક સુધીમાં જ ભરવાનું રહેશે. તારીખ અને સમય વિત્યા બાદ કોઇપણ ઉમેદવાર સંમતિપત્ર ભરી શકશે નહીં.
  • CONSENT FORM નિયત સમયમાં નહીં ભરે તેવા ઉમેદવારોની ઓનલાઇન અરજી આપોઆપ રદ થશે, તેઓ કોલેલેટર ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં, તેમજ તે અંગેની કોઇ રજૂઆત પાછળથી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
  • ઉમેદવાર એક જ સંમતિ ફોર્મ ભરી શકશે, જો કોઇ ઉમેદવારે બે અરજીઓ કરેલ હશે અને બે કન્ફર્મેશન નંબર મેળવેલ હશે તો પણ તેણે એક જ કન્ફર્મેશન નંબર પરથી CONSENT FORM ભરવાનું રહેશે.
  • સદર જાહેરાત અન્વયે કોઇ ઉમેદવારે અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ભરેલ હોવાનું જણાશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠરાવવાની કાર્યવાહી કરવામાં આવશે.
  • તા.22-12-2024 ના રોજ યોજાનાર પ્રાથમિક પરીક્ષા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઇન https://gpsc-ojas.gujarat.gov.in પર જ ભરી શકાશે, અન્ય કોઇપણ માધ્યમથી સંમતિ ફોર્મ આયોગ દ્વારા સ્વીકારાશે નહીં.
GPSC STI Consent Form NotificationClick Here
Apply for Consent formClick Here
GPSC STI Syllabus downloadClick Here
GPSC STI AdvertisementClick Here
Join Telegram GroupClick Here

Gpsc STI Consent Form News Paper Advertisement |

saksham Scholarship Scheme 2024-25 (AICTE માન્ય કોલેજના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની રૂૂ.પ૦૦૦૦/-ની સહાય) Read Here

✅ Link copied!