Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

IGP Bhavnagar Legal Officer Recruitment 2025 | ભાવનગર, અમરેલી અને બોટાદ કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025

IGP Bhavnagar Legal Officer Recruitment 2025 પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરે તા. 30 Jan 2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં ભાવનગર વિભાગ હસ્તકની પોલીસ ખાતાની વહીવટી કચેરીઓ ભાવનગર, અમરેલી અને બોટાદ ખાતે 11 માસના કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યાઓ ભરવા માટે નિયત નમૂનામાં અરજીઓ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી મંગાવીને નોકરીવાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.

IGP Bhavnagar Division Recruitment 2025 કાયદા અધિકારીની કરાર આધારિત ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી કેવી રીતે કરવી, પરીક્ષા ફી, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતો જોઇશું. મિત્રો, ઓફલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

IGP Bhavnagar Legal Officer Bharati 2025 Overview :

સંસ્થાનું નામપોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર
જાહેરાત ક્રમાંક અને તારીખમાહિતી/ભાવ/1037/25, તા. 30-1-25
જગ્યાનું નામકાયદા અધિકારી
જગ્યાની સંખ્યા03 (ત્રણ)
જગ્યાની મુદત11 માસના કરાર આધારિત
નોકરીનું સ્થળભાવનગર, અમરેલી અને બોટાદ (ગુજરાત)
અરજી ફીનિઃશુલ્ક
અરજી કરવાની છેલ્લી તારીખ22-02-2025
અરજી ફીનિઃશુલ્ક

IGP Bhavnagar Legal Officer Vacancy 2025 Eligibility Criteria :

Contactual Law Officer ની જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરની વિગત નીચે મુજબ છે.

Post : Contactual Legal Officer

Educational Qualification :

  • સરકાર માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની ડીગ્રી.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ.
  • CCC+ સમકક્ષનું જ્ઞાન.
  • Bar Council of Gujarat માં નોંધણી.
  • ન્યાયિક વિભાગમાંથી નિવૃત્ત થયેલ અને હાલ વકીલાત કરતા અરજી કરી શકે છે.

Experience : ન્યૂનતમ 10 વર્ષનો Advocate તરીકેની કામગીરીનો અનુભવ.

Age Limit :

  • તા. 1-1-25 ના રોજ 45 વર્ષથી વધુ નહીં.
  • હાલ વકીલાત કરતાં અને જગ્યાની ફરજો જોતા અનુભવીને વયમર્યાદામાં છૂટછાટ.

Salary : રૂ. 60,000/- માસિક રકમ (ફિક્સ)

How to apply Law Officer Job in Bhavnagar :

  • ઉમેદવારે સૌપ્રથમ કાળજીપૂર્વક વિગતવાર જાહેરાત વાંચીને પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે પોલીસ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અરજીપત્રકમાં અરજી કરવાની છે, તેથી પ્રથમ પોલીસ મહાનિરીક્ષક ભાવનગરની કચેરી ખાતેથી તા.01-02-2025 થી તા. 10-02-2025 સુધીમાં કચેરી કામકાજના દિવસો દરમ્યાન અરજીપત્રકનો નમૂનો, કરારની શરતો અને બોલીઓ રૂબરૂમાં મેળવીને અરજી કરવાની છે.

Law officer Recruitment Required Documents :

  • નિયત નમૂનામાં ભરેલ અરજીપત્રક.
  • અરજીપત્રકમાં ઇ-મેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર અને પરિવારના સભ્યનો મોબાઇલ નંબર અચૂક દર્શાવવો.
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
  • શૈક્ષણિક લાયકાત : સ્નાતક / અનુસ્નાતકની ડીગ્રી.
  • કાયદાની પદવી
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણીનું પ્રમાણપત્ર.
  • CCC+ કે તેને સમકક્ષ જ્ઞાન હોવાનું પ્રમાણપત્ર.
  • ઉમેદવાર જો ન્યાયિક વિભાગમાં નિવૃત્ત થયેલ હોય તો તેઓની સામે કોઇ સૂચિત, ચાલુ કે પડતર ખાતાકીય તપાસ નથી, તેવું પ્રમાણપત્ર.
  • ઉમેદવારો સામે કોઇ ક્રીમીનલ કેસ / ગંભીર કાયદાકીય પ્રક્રિયા ના હોવી જોઇએ.

How to send Law officer Application :

ઉમેદવારે નિયત કરેલ અરજીપત્રક, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વગેરે સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ સાથે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, ભાવનગર વિભાગ, ભાવનગર ઠે. એસ.બી.આઇ. બેન્ક, કાળાનાળા સર્કલ, ભાવનગર 364 001 ને તા. 22-02-25 સુધીમાં રજીસ્ટર્ડ પોષ્ટ દ્વારા મોકલી આપવાની છે.

Contactual Law Officer Selection Process

  • ઇચ્છુક ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી બાદ રૂબરૂ ઇન્ટરવ્યૂ યોજીને પસંદગી કરવામાં આવશે.
  • ખાલી જગ્યાની દ્રષ્ટ્રિએ તથા વહીવટી અનુકૂળતા ખાતર સંબંધિત જિલ્લાના સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

IGP Bhavnagar Legal Officer Recruitment 2025 Important Links :

સત્તાવાર વેબસાઇટClick Here
અરજી મોકલવાની છેલ્લી તારીખ22-02-2025
અરજીપત્રક કચેરીમાંથી મેળવવાની સમયમર્યાદાતા. 01-02-2025થી તા. 10-02-2025 સુધીમાં.

IGP Bhavnagar Division Bharati 2025 Advertisement Out

IGP Bhavnagar Division Recruitment 2025 for Legal Officer

Read Also :

IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025Click Here
Legal Officer for the Inspector General of Police Ahmedabad Recruitment 2024Click Here
Legal Advisor for the ACB Ahmedabad Recruitment 2024Click Here

કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યાની મુદત કેટલી છે ?

૧૧ માસ.

પસંદગી પામ્યા બાદ સંબંધિત સ્થાનિક રહેઠાણ હોવું જરૂરી છે ?

કરારની બોલીઓ અને શરતો અનુસાર સ્થાનિક રહેઠાણ હોવું જરૂરી છે, અપડાઉન કરવાની જોગવાઇ નથી. કાર્યમથકે રહેઠાણ હોવું ફરજીયાત છે, તથા અધિકારીની પૂર્વમંજુરી સિવાય મુખ્ય મથક છોડી શકાતું નથી.

પસંદગી પામ્યા બાદ ફરજનો સમયગાળો શું છે ?

ફરજનો સમયગાળો રાજ્ય સરકારની કચેરીના સમય મુજબનો છે.

પસંદગી પામ્યા બાદ રજાઓ મળવાપાત્ર છે, કેટલી ?

કરારના ૧૧ માસ માટે ૧૧ પરચુરણ રજાઓ મળવાપાત્ર છે.

માસિક રૂ. ૬૦૦૦૦/- એકત્રિત વેતન તથા કોઇ અન્ય ભથ્થા મળવાપાત્ર છે ?

સરકારી કામકાજ અર્થે પ્રવાસે જવાના પ્રસંગે વર્ગ-૧ ના અધિકારીને મળતા લધુત્તમ ગ્રેડ પેના પગાર ધોરણમાં મળવાપાત્ર પગારના લધુત્તમ પગાર ધોરણ મુજબ મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર છે.

વ્યવસાય વેરાની કપાત માસિક એકત્રિત વેતનમાંથી કરવાની છે ?

વ્યવસાય વેરાની કપાત માસિક ફિક્સ પગારમાંથી થશે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

1 thought on “IGP Bhavnagar Legal Officer Recruitment 2025 | ભાવનગર, અમરેલી અને બોટાદ કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025”

Leave a Comment