WhatsApp Telegram

Legal Advisor Vacancy At Panchayat Department Gujarat | PRHRdd Legal Consultant Recruitment 2025 | પંચાયત, ગ્રામ ગૃૃૃૃૃૃૃૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025

1 min read Updated:
Legal Advisor Vacancy At Panchayat Department Gujarat

Legal Advisor Vacancy At Panchayat Department Gujarat પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંંધીનગરે તા. 6 Feb 2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં પંચાયત વિભાગ ખાતે લીગલ કન્સલ્ટન્ટની 1 જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 15 માં નિયત નમૂનામાં અરજી મંગાવીને નોકરીવાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.

PRHRdd Legal Consultant Recruitment 2025 પંચાયત, ગ્રામ ગૃૃૃૃૃૃૃૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025 પંચાયત વિભાગની લીગલ કન્સલ્ટન્ટની કરાર આધારિત ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી કેવી રીતે કરવી, પરીક્ષા ફી, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતો જોઇશું. મિત્રો, ઓફલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

સંસ્થાનું નામપંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રા્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક02/2024-25
વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાના નંબર અને તારીખમાહિતી/2108/2024-25
જગ્યાનું નામકાયદા સલાહકાર
જગ્યાની સંખ્યા01 (એક)
જગ્યાની મુદત11 માસના કરાર આધારિત
નોકરીનું સ્થળપંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
અરજી ફીનિઃશુલ્ક
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 15 માં.
અરજી ફીRs. 100/- નો નોન રિફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ
વેબસાઇટhttps://panchayat.gujarat.gov.in/en/home
જગ્યાનું નામખાલી જગ્યા
કાયદા સલાહકાર (Legal Consultant)01

Contactual Law Officer ની જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરની વિગત નીચે મુજબ છે.

Post : Legal Consultant

Educational Qualification :

  • સરકાર માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની ડીગ્રી કાયદાની પ્રેેક્ટિસ માટે લાયક.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ.
  • CCC+ કક્ષાનું કોમ્પ્યુટર કૌશલ્ય.
  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી.

Experience :

  • ન્યૂનતમ 10 વર્ષનો એડવોકેટ તરીકે અદાલતી પ્રેક્ટિસનો અનુભવ.
  • તે પૈકી નામ. હાઇકોર્ટમાં ન્યૂનતમ ૩ વર્ષનો વકીલાતનો અનુભવ અથવા
  • સરકારી વિભાગો / ક્ષેત્રિય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રિમ કોર્ટ / હાઇકોર્ટમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ.

Age Limit : 50 વર્ષથી વધુ નહીં.

Legal Advisor Salary : રૂ. 60,000/- માસિક રકમ (ફિક્સ)

  • ઉમેદવારે સૌપ્રથમ કાળજીપૂર્વક વિગતવાર જાહેરાત વાંચીને પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અરજીપત્રકમાં અરજી કરવાની છે, તેથી પ્રથમ વેબસાઇટ https://panchayat.gujarat.gov.in/en/home (લીન્ક નીચે આપેલ છે) પર જઇને અરજીપત્રકનો નમૂનો, કરારની શરતો અને બોલીઓ ડાઉનલોડ કરી અરજી કરવાની છે.
  • નિયત નમૂનામાં ભરેલ અરજીપત્રક.
  • અરજીપત્રકમાં ઇ-મેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર અચૂક દર્શાવવો.
  • અરજીપત્રક સાથે નાયબ સચિવશ્રી (મહેકમ) પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના નામનો રૂ. 100/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો છે.
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
  • શૈક્ષણિક લાયકાત : સ્નાતક / અનુસ્નાતકની ડીગ્રી.
  • કાયદાની પદવી
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણીનું પ્રમાણપત્ર.
  • CCC+ કે તેને સમકક્ષ જ્ઞાન હોવાનું પ્રમાણપત્ર.

How to send Law officer Application :

ઉમેદવારે નિયત કરેલ અરજીપત્રક, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વગેરે સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ સાથે નાયબ સચિવશ્રી (મહેકમ), પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બ્લોક નં. 8/3 મો માળ, સચિવાલય, ગાંધીનગરને તા. 23-2-25 (દિન 15 માં) સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની છે.

ઇચ્છુક ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી બાદ અગ્રસચિવશ્રી કક્ષાથી નીચેના દરજ્જાના ના હોય તેવા અધિકારીની અધ્યક્ષતામાં રૂબરૂ ઇન્ટરવ્યૂ યોજીને પસંદગી કરવામાં આવશે.

Panchayat Department Official WebsiteClick Here
Legal Advisor Application Proforma, Job Description, Conditions Download nowClick Here
Last date of Legal Advisor Applyજાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 15 માં.
Legal Advisor Vacancy At Panchayat Department Gujarat

Read Also :

TCG Legal Consultant Recruitment 2025Click Here
IGP Bhavnagar Legal Officer Recruitment 2025Click Here
Legal Officer for the Collectorate Tapi Bharati 2025Click Here
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 Click Here
Surendranagardp Legal Advisor Bharati 2025Click Here
WCD Legal Consultant Recruitment 2025Click Here
District Panchayat Bharuch Recruitment 2025 for Legal AdvisorClick Here
Legal Advisor for Panchmahal District Panchayat Bharati 2024Click Here

કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યાની મુદત કેટલી છે ?

11 માસના પૂર્ણ સમય માટે પસંદગી પામ્યા બાદ નિમણૂંક આપવામાં આવશે. જરૂરીયાત પ્રમાણે ૧૧ માસની મુદત માટે વધુ બે ટર્મ સુધી કરારીય સેવાઓની પ્રવર્તમાન જોગવાઇઓને કાયદાકીય બાધ ન આવે તે રીતે વધારી શકાશે.

પસંદગી પામ્યા બાદ ફરજનો સમયગાળો શું છે ?

ફરજનો સમયગાળો રાજ્ય સરકારની કચેરીના સમય મુજબનો છે.

પસંદગી પામ્યા બાદ રજાઓ મળવાપાત્ર છે, કેટલી ?

કરારના ૧૧ માસ માટે ૧૧ પરચુરણ રજાઓ મળવાપાત્ર છે.

કાયદા અધિકારીનો પગાર શું હોય છે ?

કાયદા અધિકારીને રૂ. 60,000 માસિક એકત્રિત વેતન મળશે.

વ્યવસાય વેરાની કપાત માસિક એકત્રિત વેતનમાંથી કરવાની છે ?

વ્યવસાય વેરાની કપાત માસિક ફિક્સ પગારમાંથી થશે.

માસિક રૂ. ૬૦૦૦૦/- એકત્રિત વેતન તથા કોઇ અન્ય ભથ્થા મળવાપાત્ર છે ?

સરકારી કામકાજ અર્થે પ્રવાસે જવાના પ્રસંગે વર્ગ-૧ ના અધિકારીને મળતા લધુત્તમ ગ્રેડ પેના પગાર ધોરણમાં મળવાપાત્ર પગારના લધુત્તમ પગાર ધોરણ મુજબ મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર છે.

પસંદગી પામ્યા બાદ સંબંધિત સ્થાનિક રહેઠાણ હોવું જરૂરી છે ?

કરારની બોલીઓ અને શરતો અનુસાર સ્થાનિક રહેઠાણ હોવું જરૂરી છે, અપડાઉન કરવાની જોગવાઇ નથી. કાર્યમથકે રહેઠાણ હોવું ફરજીયાત છે, તથા અધિકારીની પૂર્વમંજુરી સિવાય મુખ્ય મથક છોડી શકાતું નથી.

✅ Link copied!