WhatsApp Telegram

Legal Advisor Recruitment 2024

1 min read Updated:
Legal Advisor Recruitment

Legal Advisor Recruitment 2024 : નવસારી કલેકટર કચેરીના સરકારશ્રી સામેના કેસોમાં સરકાર પક્ષે અસરકારક અને સબળ રજૂઆત માટેના કેસોની કામગીરી માટે અને સરકારશ્રીનું હિત જળવાઇ રહે તે માટે કલેકટર નવસારી દ્વારા તા. 05/03/2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં Legal Adviser for the Collector Office Navsari Recruitment 2024 આપવામાં આવેલ છે. કલેકટર કચેરી નવસારીમાં કાયદા સલાહકાર / Legal Advisor ની 1 (એક) જગ્યા 11 માસ માટે કરાર આધારીત ફિક્સ વેતનથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી કલેેેેકટર નવસારી દ્વારા અરજીઓ મંગાવવામાં આવેલ છે.

Legal Advisor Recruitment 2024 : Legal Advisor / કાયદા સલાહકારની જગ્યા માટેના આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવર વ્યૂ, વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત, અન્ય વિગતોની માહિતી, અનુભવની વિગતો, ઓફલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ, કેવી રીતે અરજી કરવી અને તેની સાથેના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા, વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતની વિગતો જોઇશું.

સંસ્થાનું નામ:કલેકટર કચેરી, નવસારી
જાહેરાત ક્રમાંક:માહિતી/નવસારી/૬૫૧/૨૪
વિગતવાર જાહેરાત અને નિયત નમૂનાની અરજી જોવા માટે:કલેકટર કચેરી, નવસારીના નોટીસ બોર્ડ ઉપર અથવા મહેકમ શાખામાં કચેરી સમય દરમ્યાન જોઇ શકાશે.
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:22-3-2024 કચેરી સમય સુધીમાં ટપાલ અથવા રૂબરૂ પહોંચાડવાની રહે છે. .
અરજી મોકલવાનું સરનામું:કલેકટરશ્રી, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી
૧.કાયદા સલાહકારની સંભવિત જગ્યા1  (એક) જગ્યા
ર.ઉંમરજાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ 50 વર્ષ કરતાં વધુ હોવી જોઇશે નહીં.
૩.પગારરૂ. 60000/- (ફિક્સ) પ્રતિમાસ.
૪.સમયગાળો11 માસના કરાર આધારીત
૫.છેલ્લી તારીખતા. 22-03-2024

કાયદા (સ્પેશ્યલ) ની ડીગ્રી અથવા માન્ય યુનિવર્સીટીનો ધોરણ-૧ર બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાની ડીગ્રી અથવા યુજીસી માન્ય યુનિવર્સીટીની કાયદાની ડીગ્રી.

કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તથા ગુજરાત, હિન્દી અને અંગ્રેજીનું પૂરતું જ્ઞાન.

બજાવવાની ફરજો અને જવાબદારીની વિગતો તથા અન્ય બોલીઓ અને શરતોની વિગતો કલેકટર કચેરીના નોટીસ બોર્ડ અથવા મહેકમ શાખા, કલેકટર કચેરી, નવસારી ખાતે કચેરી સમય દરમ્યાન જોવા મળશે.

Experience For the Post of Legal Advisor Navsari

હાઇકોર્ટ અને તાબાની કોર્ટમાં એડવોકેટ, એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકારના બોર્ડ, નિગમ કે કંપની એક્ટ મુજબ નોંધાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ. (જે અનુભવનું પ્રમાણપત્ર સંબંધિત કચેરીના વડા દ્વારા પ્રમાણીત કરેલું હોવું જોઇશે.)

ઉમેદવાર ગુજરાતીમાં બોલી, વાંચી અને લખી શકવાનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવાનું જ્ઞાન હોવું જોઇશે. આ જ્ઞાનનું પ્રમાણપત્ર સંબંધિત કચેરીના વડા દ્વારા પ્રમાણીત કરેલું હોવું જોઇશે.)

લાયકાત અને અનુભવ પરિપૂર્ણ કરતાં ઉમેદવારોએ તા. 22-03-2024 સુધીમાં મળી જાય તે રીતે રૂબરૂ / રજીસ્ટર પોષ્ટ એ.ડી. થી અરજી મોકલવાની રહેશે.

અરજી કે જેમાં નામ, જન્મ તારીખ, રહેઠાણનું સ્થળ (કાયમી/હંગામી), શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. વગેરેનો સમાવેશ કરવો.

સ્કૂલ લીવીંગ સર્ટીફીકેેટ

શૈક્ષણિક લાયકાત

અનુભવના પ્રમાણપત્ર

આધાર કાર્ડ / પાન કાર્ડની નકલ.

અન્ય દસ્તાવેજ.

સ્વ-પ્રમાણીત કરેલ ઝેરોક્ષ નકલ બીડવાની રહેશે.

જાહેરાતમાં દર્શાવેલ નથી.

Legal Advisor For Collector Navsari 1

Chief Legal Aid Defense Counsel Recruitment 2024 ની જાહેરાત જોવા અહીં ક્લિક કરો.

Gujarat Industrial Power corporation Recruitment 2024 ની જાહેરાત જોવા અહીં ક્લિક કરો.

આસીસ્ટન્ટ સ્કીલ કોઓડીનેટર ભરતી 2024 ની જાહેરાત જોવા અહીં ક્લિક કરો.

✅ Link copied!