Vapi Maha Nagarpalika Recruitment 2025 for Various Post નાયબ મ્યુનિસિપલ કમિશનર વાપી મહાનગરપાલિકાએ મહાનગરપાલિકાની સેનીટેશન શાખા માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને તા.04-02-2025 સુધીમાં અરજીઓ મોકલી આપવા જણાવી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
Vapi Nagarpalika Bharati 2025 for Various Post આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Vapi MahaNagarPalika Recruitment Overview
સંસ્થાનું નામ | વાપી મહાનગરપાલિકા, વાપી જિ.. વલસાડ |
જાહેરાત ક્રમાંક | માહિતી/વલસાડ/589/2025 |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 28/01/2025 |
જગ્યાનું નામ | જુદી જુદી 12 જગ્યાઓ |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
અરજી પ્રક્રિયા | ઓફલાઇન |
પસંદગીની પ્રક્રિયા | રૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Interview) |
અરજી ફી | નિ:શુલ્ક |
અરજી મોકલવાની છેલ્લી તારીખ | 04/02/2025 |
Vapi Maha Nagarpalika Recruitment Vacancy 2025
જગ્યાનું નામ | ખાલી જગ્યાની સંંખ્યા |
સેનેટરી ઇન્સ્પેકટર | 02 |
સેનેટરી સબ ઇન્સ્પેકટર | 12 |
સિટી મેનેજર (MIS/IT) | 02 |
સિટી મેનેજર (SWM) | 01 |
પ્લાનીંગ આસિસ્ટન્ટ | 04 |
સર્વેયર | 08 |
સિવિલ ડ્રાફ્ટમેન | 01 |
GIS એક્સપર્ટ | 01 |
કેડ ઓપરેટર | 01 |
બેલદાર | 06 |
સિવિલ ઇજનેર | 08 |
IT એક્સપર્ટ | 01 |
Vapi Maha Nagarpalika Recruitment Eligibility criteria 2025
વાપી મહાનગરપાલિકાની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પગારની વિગત નીચે મુજબ છે.
Vapi Maha Nagarpalika Recruitment Educational Qualification 2025
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
સેનેટરી ઇન્સ્પેકટર | માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ. |
સેનેટરી સબ ઇન્સ્પેકટર | માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ. |
સિટી મેનેજર (MIS/IT) | B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/ B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT |
સિટી મેનેજર (SWM) | B.E./B.Tech-Environment / B.E. / B.Tech Civil/ M.E./M.Tech-Environment/M.E. / M.Tech Civil. |
પ્લાનીંગ આસિસ્ટન્ટ | બી.ઇ. સિવિલ / બી.ટેક સિવિલ / બી આર્કિટેકચર |
સર્વેયર | સિવિલ ડિપ્લોમા / બી. ઇ. સિવિલ |
સિવિલ ડ્રાફ્ટમેન | સિવિલ ડ્રાફ્ટસમેનનો 2 વર્ષનો આઇ.ટી.આઇ. કોર્ષ. |
GIS એક્સપર્ટ | ડિપ્લોમા / સ્નાતક / પી.જી. ડિપ્લોમા ઇન જીઓગ્રાફી / જીઓ ઇન્ફર્મેેેેેેેટીક્સ/જીઆઇએસ / રીપોર્ટ સેન્સિગ એન્ડ જીઆઇએસ. |
કેડ ઓપરેટર | સિવિલ ડ્રાફ્ટસમેનનો 2 વર્ષનો આઇ.ટી.આઇ. કોર્ષ. |
બેલદાર | ધોરણ 7 પાસ. ઉંચાઇ ઓછામાં ઓછી 5.5 ઇંચ વજન 50 ક્રિ.ગ્રા. |
સિવિલ ઇજનેર | બી.ઇ. સિવિલ |
IT એક્સપર્ટ | B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/ B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT |
Vapi Maha Nagarpalika Recruitment Experience 2025
જગ્યાનું નામ | અનુભવ. |
સેનેટરી ઇન્સ્પેકટર | નગરપાલિકા અથવા મહાનગરપાલિકાનો 2 વર્ષનો અનુભવ. |
સેનેટરી સબ ઇન્સ્પેકટર | Nil |
સિટી મેનેજર (MIS/IT) | ડિગ્રી મેળવ્યા બાદનો 1 વર્ષનો અનુભવ. |
સિટી મેનેજર (SWM) | ડિગ્રી મેળવ્યા બાદનો 1 વર્ષનો અનુભવ. |
પ્લાનીંગ આસિસ્ટન્ટ | ટાઉન પ્લાનીંગ કામગીરીનો 2 વર્ષનો અનુભવ. |
સર્વેયર | 2 વર્ષ. |
સિવિલ ડ્રાફ્ટમેન | 1 વર્ષ. |
GIS એક્સપર્ટ | 2 વર્ષ. |
કેડ ઓપરેટર | 2 વર્ષ. |
બેલદાર | Nil |
સિવિલ ઇજનેર | 2 વર્ષ |
IT એક્સપર્ટ | 2 વર્ષ. |
Vapi Maha Nagarpalika Recruitment Salary 2025
જગ્યાનું નામ | ફિક્સ માસિક પગાર |
સેનેટરી ઇન્સ્પેકટર | Rs. 30000/- |
સેનેટરી સબ ઇન્સ્પેકટર | Rs. 25000/- |
સિટી મેનેજર (MIS/IT) | Rs. 30000/- |
સિટી મેનેજર (SWM) | Rs. 30000/- |
પ્લાનીંગ આસિસ્ટન્ટ | Rs. 35000/- |
સર્વેયર | Rs. 25000/- |
સિવિલ ડ્રાફ્ટમેન | Rs. 20000/- |
GIS એક્સપર્ટ | Rs. 30000/- |
કેડ ઓપરેટર | Rs. 20000/- |
બેલદાર | Rs. 15000/- |
સિવિલ ઇજનેર | Rs. 35000/- |
IT એક્સપર્ટ | Rs. 30000/- |
How to Apply Vapi NagarPalika Bharati 2025
- ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચીને લાયકાત ધરાવે છે કે કેમ, તે ચકાસવું.
- અરજી ઓફલાઇન કરવાની છે. તેથી કોમ્પ્યુટર પર ટાઇપ કરવું અને તેમાં ઉમેદવારોનો મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અચૂક લગાડવાનો છે.
- ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત નકલ અચૂક બીડવાની છે.
- ઉમેદવારે તા.4-2-2025 કે તે પહેલાં વાપી નગરપાલિકાને મોકલી આપવાની છે, જેનું સરનામું નીચે આપેલ છે.
Vapi NagarPalika Bharati Interview Documentation
- સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ધોરણ 10 અને 12 ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- રૂબરૂ મુલાકાત માટે અરજીની નકલ બાયોડેટા તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.
Last Date of Vapi Maha Nagarpalika Recruitment 2025
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ તા.04-02-2025 સુધીમાં કે તે પહેલાં પોતાની વિગતવાર અરજી (કે જેમાં મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ) તથા પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ મ્યુનિસિપલ કમિશનરશ્રી, વાપી મહાનગરપાલિકા, વાપી. ટાઉન પોલીસ સ્ટેશન પાસે, તા. વાપી, જિ. વલસાડને ફક્ત સ્પીડ પોષ્ટ / રજીસ્ટર્ડ એ.ડી. પોષ્ટથી અથવા રૂબરૂ અથવા mejakam.vpmc@gmail.com પર મોકલી આપવાની રહેશે.
Vapi NagarPalika Interview Date & Vanue:
ઇન્ટરવ્યૂ તારીખ | 07-02-2025 ને શુક્રવાર |
સમય | સવારે 11.00 કલાકે |
સ્થળ | વાપી મહાનગરપાલિકા-વાપી, વાપીની ચલા ઝોન કચેરી, ચલા દમણ રોડ, ચલા, વાપી. |
Postponement of Vapi Municipality interviews 2025
નાયબ મ્યુનિસિપલ કમિશનર, વાપી મહાનગરપાલિકાએ તા. 5-2-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરમાં સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરીને સેનેટરી ઇન્સ્પેકટર અને સેનેટરી સબ ઇન્સ્પેકટરના તા. 07-02-2025 ના રોજ યોજાનાર મૌખિક ઇન્ટરવ્યૂ મુલત્વી રાખવાનું જણાવેલ છે.
જ્યારે સેનેટરી ઇન્સ્પેકટર અને સેનેટરી સબ ઇન્સ્પેકટર સિવાયની જગ્યાઓ માટેના ઇન્ટરવ્યૂ રાબેતા મુજબ લેવા માટે ઉમેદવારોને મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવશે, તેવું જણાવીને તમામ ઉમેદવારોને નોંધ લેવા જણાવેલ છે.

Vapi NagarPalika Recruitment Selection Process 2025
મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોને ઇ-મેઇલ અથવા એસ.એમ.એસ. દ્વારા ઇન્ટરવ્યૂની જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં આવેલ ઉમેદવારોના Interview લઇને ઉમેદવારોની પસંદગી કરાશે.
Vapi NagarPalika Official website Click Here
enagarpalika Click Here
Swachh Bharati Mission Urban 2.0 Click Here
Vapi Municipality Recruitment 2025 Important Date
અરજી મોકલવાની છેલ્લી તારીખ | 04/02/2025 |
Walk In Interview તારીખ | 07/02/2025 |
WhatsApp Group | Join |
Telegram Group | Join |
Vapi Maha NagarPalika Recruitment 2025 Advertisement Out

Read Also :
Gandhinagar MDM Bharati 2025 કલેકટર ગાંધીનગરે પી.એમ. પોષણ યોજના માટે ગાંધીનગર જિલ્લા માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને એમ.ડી.એમ. સુપરવાઇઝર | Click Here |
Madhyahan Bhojan Yojana Rajkot Recruitment 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025 | Click Here |
FAQ
અરજી મોકલવાની છેલ્લી તારીખ શું છે ?
અરજી મોકલવાની છેલ્લી તારીખ 04-02-2025 છે.
ઇન્ટરવ્યૂની તારીખ કઇ છે ?
પાત્રતા ધરાવતા ઉમેદવારોને મહાનગરપાલિકા તા.7-2-2025 ના રોજ ઇન્ટરવ્યૂ માટે ઇ-મેઇલ કે એસ.એમ.એસ. દ્વારા હાજર રહેવા જાણ કરશે.
ઉમેદવારની પસંદગી થયા બાદ કરારના સમયગાળા દરમ્યાન કોઇ રજાઓ મળવાપાત્ર છે ?
કરારના સમયગાળા દરમ્યાન દર અંગ્રેજી માસ પ્રમાણે ૧ રજા મળવાપાત્ર છે.
કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ મહાનગરપાલિકા જગ્યા પર ચાલુ રાખશે ?
કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ ઉમેદવાર આપોઆપ છૂટા થયેલા ગણાશે.
વાપી મહાનગરપાલિકાએ તા.7-2-2025 ના ઇન્ટરવ્યૂ મૌકૂફ રાખેલ છે, તે ફરી ક્યારે લેવાશે અને કેવી રીતે જાણ કરશે ?
ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહીવટી અનુકૂળતાએ મોકૂફ રાખેલ ઇન્ટરવ્યૂ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે અને તેની ઉમેદવારોને Email કે SMS દ્વારા જાણ કરશે.
Vapi Nagarpalika Bharati 2025 for Various Post Interview Postponed
વાપી મહાનગરપાલિકા દ્વારા સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર અને વિવિધ જગ્યાઓની ભરતી અંગેના તા. 07-02-2025 ના રોજ યોજાનાર મૌખિક ઇન્ટવ્યૂ મોકૂફ રાખેલ છે. ફરીવાર જ્યારે ઇન્ટરવ્યૂ મહાનગરપાલિકા યોજશે ત્યારે તેની ઉમેદવારોને ઇ-મેઇલ કે એસ.એમ.એસ. દ્વારા જાણ કરશે.

2 thoughts on “Vapi Maha Nagarpalika Recruitment 2025 for Various Post”