Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Smartphone subsidy Yojana – 2024

Gujarat Farmer Smartphone Subsidy Scheme 2024

Smartphone subsidy Yojana – 2024 : ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ-જીવાત નિયંત્રણની તકનીકી, ખેતીવાડી ખાતાની સહાયની યોજનાઓ અને યોજનાઓમાં ઓનલાઇન અરજી કરવા માટે, ફોટોગ્રાફ્સ, ઇ-મેઇલ, મલ્ટીમીડીયા, SMS, GPS, Touch Screen, Internet Connectivity થી વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે તેમજ તેઓના પાક / શાકભાજી વિગેરેના Online ભાવો જાણીને પોતાની આવક વધારી શકે તે માટે સ્માર્ટફોન ખરીદી કરવા ગુજરાત સરકારે સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના અમલમાં મૂકેલ છે.

Smaratphone sahay yojana features and benefits :

  • ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ. ૧પ,૦૦૦/- સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે.
  • ખેડૂતને સ્માર્ટફોનની ખરીદી કિંમતના ૪૦ ટકા સહાય અથવા રૂ. ૬૦૦૦/- એ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • દા.ત. કોઇ ખેડૂત રૂ. ૮૦૦૦/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના ૪૦ ટકા મુજબ રૂ.૩ર૦૦/- અથવા રૂ.૬૦૦૦/- એ બેમાંથી જે ઓછું હોય તે એટલે રૂ.૩ર૦૦/- સહાય મળવાપાત્ર થાય.
  • જો કોઇ ખેડૂત રૂ. ૧૬૦૦૦/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના ૪૦ ટકા મુજબ રૂ. ૬૪૦૦/- અથવા રૂ. ૬૦૦૦/- એ બે માંથી જે ઓછું હોય તે એટલે કે રૂ. ૬૦૦૦/- સહાય મળવાપાત્ર થાય.
  • આ સહાય આજીવન એક વખત મળવાપાત્ર રહેશે. આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી પર મળવાપાત્ર રહેશે.

Gujarat Farmer Smartphone scheme Eligibility :

  • રાજ્યમાં જમીન ધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે.
  • ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં તેઓની જમીનના ૮-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર રહેશે.

Procedure to @ikhedut Apply online for Gujarat farmer Smartphone Scheme :

I-khedut પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ ઓનલાઇન વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે અને તેની પ્રિન્ટ લઇ પોતાની પાસે રાખવાની રહેશે.

Required Document for farmer Smartphone Scheme Application

[સ્માર્ટફોન સહાય અરજી સાથે બિડવાના કાગળો / દસ્તાવેજો :]

  • અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ૮-અ ની નકલ.
  • બેન્ક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
  • દિવ્યાંગતા પ્રમાણપત્રની નકલ. (જો લાગુ પડતું હોય તો)
  • આધાર કાર્ડની નકલ.

Procedure for Approval of Farmer Smartphone Application and Payment of Assistance :

[ સ્માર્ટફોન અરજીઓની મંજૂરી અને સહાય ચૂકવણી અંગેની કાર્ય પદ્ધતિ]

  • સરકારશ્રીએ નિયત કરેલ લક્ષ્યાંક મુજબ લાભાર્થીની સંખ્યા જિલ્લા વાર પ્રો-રેટા બેઝિઝ ખેતી નિયામકશ્રી દ્વારા ફાળવી આપ્યા પછી દરેક જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક જેટલી જ અરજીઓ વહેલા તે પહેલાના ધોરણે મેળવવાની રહેશે અને લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે પૂર્વ મંજૂરી આપવાની નિયમિત ધોરણે કાર્યવાહી હાથ ધરવાની કરવાની રહેશે.
  • જિલ્લામાં ફાળવેલ લક્ષ્યાંક કરતાં ઓછી અરજી આવેલ હશે તો ખેતી નિયામકશ્રી દ્વારા જરૂરીયાત મુજબ I-Khedut પોર્ટલ પર મુદત વધારવાની કામગીરી કરશે.
  • I-Khedut પોર્ટલમાં મંજૂર કરનાર અધિકારી/કર્મચારીના લોગ-ઇન એકાઉન્ટમાં અરજી મંજૂર કર્યાની અરજદારને તેઓના સરનામે લેખિત / ઉપરાંત જ્યાં શક્ય હોય ત્યાં SMS / ઇ-મેઇલ / અન્ય વ્યવસ્થાથી જાણ કરશે.
  • લક્ષ્યાંકની મર્યાદામાં મળેલ પાત્રતા ધરાવતી અરજીઓને તાલુકા અમલીકરણ અધિકારીએ અરજી મંજૂર કરી સંબંધિત અરજદારને પૂર્વ મંજૂરી પત્ર આપશે.

Documents to be Submitted to Taluk Enforcement Officer after notification of pre-sanction.

પૂર્વ મંજૂરીની જાણ થયેથી દિન-30 માં સ્માર્ટફોન ખરીદ કરી, ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટ નીચે મુજબના સાધનિક પુરાવા ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે.

(૧)    અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

(ર)    8-A ની નકલ.

(૩)    બેન્ક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક

(૪)    દિવ્યાંગતા પ્રમાણપત્રની નકલ. (જો લાગુ પડતું હોય તો)

(પ)    આધાર કાર્ડની નકલ.

(૬)    સ્માર્ટફોન ખરીદ કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બીલ.

(૭)    મોબાઇલનો IMEI નંબર

Mode of Payment of Smart Phone Assistance

[સ્માર્ટ ફોન સહાયની ચૂકવણીની પદ્ધતિ] :

અમલીકરણ અધિકારી દ્વારા સ્માર્ટફોન ખરીદીના ઉપર મુજબના સાધનિક કાગળો સાથેની અરજી પત્રકની ચકાસણી કર્યા બાદ, જો તેમાંની હકીકત સાચી અને ખરી જણાશે તો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને સ્માર્ટફોન સહાયની ચૂકવણી માટે દરખાસ્ત કરશે. આવી દરખાસ્ત મળ્યેથી જિલ્લા ખેતીવાડી અધિકારી તે અંગેના હુકમો કરી જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીને સ્માર્ટ ફોન સહાયની ચુકવણી ખેડૂતને કરવા જણાવશે.

જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી આ અંગેનું બીલ બનાવી સંબંધિત ખેડૂતના બેન્ક એકાઉન્ટમાં સહાયની રકમ ECS (Electronic Clearance Service) / RTGS (Real Time Gross Settlement)/ NEFT / PFMS મારફતે ચૂકવણી કરશે.

ચાલુ વર્ષે ખેતી નિયામકશ્રીએ તા.8-1-2024 ના પત્ર જાવક નં. ઇકોસ્ટેટ/આઇ.ટી./87-127/2024 થી રાજ્યના તમામ સંયુક્ત ખેતી નિયામકશ્રી (વિ.) અને તમામ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે અગાઉ તાલુકાવાર ફાળવેલ લક્ષ્યાંકમાં બચત કામગીરી પૂરતા જે તે તાલુકા માટે આઇ. ખેડૂત પોર્ટલ તા.9-1-2024 ના રોજ સવારે 10.30 કલાકેથી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર હોઇ, તેઓની કક્ષાએથી જિલ્લાને ફાળવેલ નાણાંકીય લક્ષ્યાંકની મર્યાદામાં નિયમાનુસાર કાર્યવાહી કરવા જણાવેલ છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment