WhatsApp Telegram

Legal Adviser

1 min read Updated:
Legal Adviser

ગુજરાત માહિતી આયોગ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, બીજો માળ, સેકટર-૧૦/એ, ગાંધીનગર

 Legal Adviser : ભવિષ્યમાં ખાલી પડનાર Legal Adviser / કાયદા અધિકારીની 7 (સાત) જગ્યાઓ ૧૧ માસ માટે કરાર આધારીત ફિક્સ વેતનથી ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે નિયત નમૂનામાં ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા અરજીઓ મંગાવવામાં આવેલ છે.

        Legal Adviser / કાયદા અધિકારીની જગ્યાઓની વિગતો તથા અરજીનો નિયત કરવામાં આવેલ નમૂનો ગુજરાત માહિતી આયોગની વેબસાઇટ gic.gujarat.gov.in પરથી મેળવી જરૂરી દસ્તાવેજો સહિત અરજી કરવાની રહે છે.

વિગતવાર જાહેરાત અને નિયત નમૂનાની અરજી જોવા માટે:https://gic.gujarat.gov.in/UserFiles/file/
advertisement%20for%20recruitment%20legal%20officers2024.pdf
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:28-1-2024 કચેરી સમય સુધીમાં ટપાલ અથવા રૂબરૂ પહોંચાડવાની રહે છે. .
અરજી મોકલવાનું સરનામું:‘‘ગુજરાત માહિતી આયોગ, બ્લોક નં. 1, બીજો માળ, કર્મયોગી ભવન, સેકટર-10/A, ગાંધીનગર’’
બંધ કવર પર જગ્યાનું નામ:બંધ કવર પર ‘‘ કાયદા અધિકારીની જગ્યા માટે અરજી ’’
બંધ કવર પરનું સરનામું.:બંધ કવર પર અરજદારનું નામ-સરનામું લખવાનું રહેશે.

Legal Adviser Overview :

૧.કાયદા અધિકારીની સંભવિત જગ્યા:7   (સાત) જગ્યા
ર.ઉંમર(અ)તા.1-2-2024 ના રોજ 30 વર્ષ કરતાં ઓછી અને 50 વર્ષ કરતાં વધુ હોવી જોઇશે નહીં.
(બ)સરકારી / અર્ધસરકારી સેવામાંથી વર્ગ-2 કરતાં ઉતરતી ન હોય તેવી જગ્યા પરથી નિવૃત્ત થયેલ અધિકારી માટે તા.1-1-2024 ના રોજ 64 વર્ષ કરતાં વધારે હોવી જોઇશે નહિં.
૩.શૈક્ષણિક લાયકાત(અ)જાહેરાતમાં દર્શાવ્યા મુજબની કાયદાની ઉપાધિ (ડીગ્રી) મેળવેલ હોવી જોઇશે.
  (બ)સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલ અધિકારીના કિસ્સામાં જાહેરાતમાં જણાવ્યાનુસાર સ્નાતકની ઉપાધિ અથવા સરકાર દ્વારા માન્ય સમાંતર ઉપાધિ મેળવેલ હોવી જોઇશે. કાયદામાં સ્નાતકની ઉપાધિ ધરાવનારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.
૪.વેતન:પસંદ થયેલ ઉમેદવારને નિયત થયેલ બોલીઓ અને શરતોને આધિન માસિક રૂ.40,000/- એકત્રિત વેતન મળવાપાત્ર થશે, તે સિવાય અન્ય કોઇ લાભ મળવાપાત્ર થશે નહીં.
 LLB ની ડીગ્રી મેળવ્યા પછી ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ આવશ્યક છે. નિવૃત્ત સરકારી અધિકારીના કિસ્સામાં સરકારી / કચેરીમાં વહીવટી / કાયદાકીય કામગીરીનો / કામગીરીના નિરીક્ષણનો અનુભવ આવશ્યક છે.
૬.કોમ્પ્યુટરનું જ્ઞાન(અ)સા.વ.વિભાગના તા.13-8-2008ના ઠરાવમાં ઠરાવ્યાનુસાર કોમ્પ્યુટર વિષયની જાણકારી અંગેનું સરકાર માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇશે.
(બ)નિવૃત્ત અધિકારીના કિસ્સામાં સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર કન્સેપ્ટ (CCC+) સમકક્ષ માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇશે.
(ક)ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન અને સંપૂર્ણ પરીચય હોવો જોઇશે અને લખાણ, વાંચવાની ક્ષમતા હોવી જોઇશે.

ઉપર કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની લાયકાત અને અનુભવ પરિપૂર્ણ કરતાં ઉમેદવારોએ વેબસાઇટ પર મૂકેલ નિયત નમૂનાની અરજી પોતાના નામ-સરનામાવાળા કવર સાથે તા.28-1-2024 કચેરી સમય સુધીમાં ‘‘ગુજરાત માહિતી આયોગ, બ્લોક નં. 1, બીજો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦/એ, ગાંધીનગર’’ ના સરનામે બંધ કવર પર ‘‘ કાયદા અધિકારીની જગ્યા માટે અરજી ’’ તેમ દર્શાવીને ટપાલથી અથવા રૂબરૂ મોકલી આપવાની રહેશે.

✅ Link copied!