📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

પાટણમાં નોકરીની સુવર્ણ તક: મધ્યાહન ભોજન યોજના હેઠળ વિવિધ પદો પર ભરતી

📰 Latest Job

નમસ્કાર મિત્રો,

પાટણ જિલ્લાના નોકરીવાંચ્છુ ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. પાટણ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મધ્યાહન ભોજન યોજના (MDM) અંતર્ગત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ 11 માસના કરાર આધારિત ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ લેખમાં, અમે આ ભરતી સંબંધિત તમામ જરૂરી માહિતી જેવી કે જગ્યાનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર અને અરજી કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર ચર્ચા કરીશું.

Patan madhyahan bhojan yojana Recruitment 2025 Overview :

સંસ્થાનું નામકલેકટર કચેરી, પાટણ મધ્યાહન ભોજન શાખા
યોજનાનું નામપી. એમ. પોષણ શક્તિ યોજના
જાહેરાત ક્રમાંક અને પ્રસિદ્ધ થયા તારીખનામાનિ/પાટણ/212/2025, Dt. 14/07/2025
દિવ્ય ભાસ્કર દૈનિક
અરજી કરવાની છેલ્લી તારીખ25/07/2025
જગ્યાનું નામ૧. જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
ર. તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર

MDM Scheme Contractual Recruitment 2025 | ભરતીની મુખ્ય વિગતો

નીચે આપેલા કોષ્ટકમાં ભરતી સંબંધિત મુખ્ય વિગતો દર્શાવવામાં આવી છે:

ક્રમજગ્યાનું નામજગ્યાની સંખ્યામાસિક મહેનતાણું (ફિક્સ)
1.જિલ્લા પ્રોજેક્ટ કો–ઓર્ડિનેટર1₹ 15,000/-
2.તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝર7₹ 25,000/-
કુલ8

PM Poshan Yojana Recruitment 2025 Eligible criteria

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની જગ્યા માટેની લાયકાત અને અન્ય માપદંડો

૧. જિલ્લા પ્રોજેક્ટ કો–ઓર્ડિનેટર : District Project Co-ordinator Job

  • શૈક્ષણિક લાયકાત:
    • કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતકની પદવી.
    • સમાજશાસ્ત્ર, સોશિયલ વર્ક અથવા હોમ સાયન્સ વિષયના સ્નાતકને અગ્રતા આપવામાં આવશે.
    • સરકાર માન્ય CCC પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
    • કોમ્પ્યુટરનું જ્ઞાન (MS Office, ગુજરાતી/અંગ્રેજી ટાઈપિંગ) હોવું અનિવાર્ય છે.
  • અનુભવ:
    • સરકારી, અર્ધ-સરકારી અથવા પ્રતિષ્ઠિત સંસ્થામાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ.
    • ડેટા એન્ટ્રી ઓપરેટર અથવા આસિસ્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવનારને અગ્રતા મળશે.
  • વય મર્યાદા:
    • અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

૨. તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝર : Taluka M.D.M. Supervisor Job

  • શૈક્ષણિક લાયકાત:
    • માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા સાયન્સ વિષયમાં સ્નાતકની પદવી.
    • સરકાર માન્ય CCC પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • અનુભવ:
    • વહીવટી કામગીરીનો 2 થી 3 વર્ષનો અનુભવ.
    • મધ્યાહન ભોજન યોજનામાં અનુભવ ધરાવનારને અગ્રતા આપવામાં આવશે.
  • વય મર્યાદા:
    • અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Patan madhyahan bhojan yojana bharti 2025 apply online | અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

  • અરજી મોકલવાની રીત: અરજી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી. (RPAD) / સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલવાની રહેશે. રૂબરૂ કે સાદી ટપાલથી આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
  • અરજી મોકલવાનું સરનામું:
    જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મ.ભો.યો., જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, મું.તા.જિ.પાટણ.
  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: 25/07/2025, સાંજે 06:10 કલાક સુધી.

Patan madhyahan bhojan yojana recruitment Last date | મહત્વપૂર્ણ સૂચનાઓ

  • અરજી ફોર્મ અને ભરતી સંબંધિત અન્ય શરતો અને સૂચનાઓ પાટણ જિલ્લાની સત્તાવાર વેબસાઈટ www.patan.nic.in પરથી અથવા સંબંધિત મામલતદાર કચેરીમાંથી મેળવી શકાશે.
  • અરજી કરતા પહેલા ઉમેદવારોએ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચી લેવી.
  • પસંદગી પામેલ ઉમેદવારોની યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મ.ભો.યો.ની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે.
  • મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
  • આ ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત છે અને ઉમેદવાર ભવિષ્યમાં કાયમી નોકરી માટે દાવો કરી શકશે નહીં.

Patan Colloctorate MDM Job Important Links

Official websiteClick Here
Madhyahan bhojan youjana pdf | application form, Job chart downloadClick Here
For AdvertisementClick Here
Join Whatsaap GroupClick Here
Join Telegram GroupClick Here

આ તક પાટણ જિલ્લાના યુવાનો માટે કારકિર્દી ઘડવા માટે ઉત્તમ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયસર અરજી કરી આ તકનો લાભ લેવો જોઈએ.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી મોકલવાની છેલ્લી તારીખ 25 જુલાઈ, 2525 સાંજના 6:10 વાગ્યા સુધી છે.

શું હું ઓનલાઈન અથવા રૂબરૂ અરજી કરી શકું?

ના, અરજી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી. (RPAD) અથવા સ્પીડ પોસ્ટ દ્વારા જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન કે રૂબરૂ અરજી કરી શકાશે નહીં.

અરજી ફોર્મ ક્યાંથી મળશે?

અરજી ફોર્મ અને અન્ય વિગતો પાટણ જિલ્લાની સત્તાવાર વેબસાઈટ www.patan.nic.in પરથી અથવા સંબંધિત મામલતદાર કચેરીમાંથી મેળવી શકાશે.

આ જગ્યાઓ માટે માસિક પગાર કેટલો છે?

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર માટે માસિક ફિક્સ પગાર રૂ. 15000 અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની જગ્યા માટે માસિક ફિક્સ પગાર ₹ 25000/- છે.

શું આ કાયમી સરકારી નોકરી છે?

ના, આ ભરતી 11 માસના કરાર આધારિત છે. તે કાયમી સરકારી નોકરી નથી.

આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા શું છે?

બંને પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ ભરતી કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે?

આ ભરતી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મધ્યાહન ભોજન યોજના માટે બહાર પાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *