Namo Laxmi Yojana 2024 Gujarat : ગુજરાત સરકારશ્રીએ ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા માટે નમો લક્ષ્મી યોજના 2024-25 ના નાણાંકીય વર્ષના બજેટમાં જાહેર કરેલ છે. આ યોજના થકી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને પોષણ મળે, આરોગ્ય વિષયક બાબતમાં અને શિક્ષણમાં સહાય આપવા માટેની યોજના એટલે નમો લક્ષ્મી યોજના છે.
Motive of Namo Laxmi Yojana 2024 : આ યોજનાના કારણે ધોરણ-8 થી 12 થી વિદ્યાર્થીનીઓ ધોરણ – 9 અને તે બાદનો અભ્યાસ પડતો મૂકતી હતી, તે કન્યાઓ ધોરણ-8 પછી આગળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરે, જેથી ડ્રોપ આઉટ રેશીયો ઘટે અને રાજ્ય તથા દેશના વિકાસના સાક્ષરતા દરમાં વધારો થાય અને રાજ્ય તથા દેશના વિકાસમાં સહભાગી થાય. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્યારે તે 12 માં ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવશે.
Details of Namo Laxmi Yojana 2024
યોજનાનું નામ | નમો લક્ષ્મી યોજના 2024-25 |
યોજનાની જાહેરાત | તા. 02/02/2024 Annual Budget 2024-25 |
યોજનાનો હેતુ | સહાય આપવાથી બાળાઓને પોષણ મળે, આરોગ્ય વિષયક અને શિક્ષણમાં સહાય આપવાથી ડ્રોપ આઉટ રેશીયો ઘટાડી સાક્ષરતાનો દર વધારવો. |
યોજના જાહેર કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર |
2024-25 માં આ યોજના હેઠળનો કુલ ખર્ચ | વર્ષ 2024-25 માટે અંદાજીત રૂ. 1250 કરોડનું ખર્ચનું અનુમાન કરવામાં આવેલ છે. |
કુલ લાભાર્થી | અંદાજીત ધોરણ- 9 થી 12 માં અભ્યાસ કરતી 10,00,000 (દસ લાખ) કન્યાઓને આવરી લેવામાં આવશે. |
યોજનાના લાભાર્થી | ધોરણ-9, 10, 11 અને 12 માં અભ્યાસ કરતી કન્યાઓ |
સહાયની રકમ | કુલ રૂ. 50,000/– |
વાર્ષિક આવક | સરકારશ્રી દ્વારા વાર્ષિક આવક નક્કી કરવામાં આવશે. |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન / ઓનલાઇન |
Namo Laxmi Yojana 2024-25 Eligibility Criteria
- લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જરૂરી છે.
- માત્ર ધોરણ 9 , 10, 11 અને 12 માં ભણતી વિદ્યાર્થીનીને યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
- સરકારી ધોરણ અનુસાર વિદ્યાર્થીની ની વર્ગમાં હાજરી હોવી જોઇએ.
- અરજદાર સરકારી તેમજ બિનસરકારી અને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જોઇશે..
- અરજદાર વિદ્યાર્થીનીના મા-બાપ કે વાલીની વાર્ષિક આવક મર્યાદા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે તે હોવી જોઇશે.
Benefit of Namo Laxmi yojana 2024
ધોરણ 9 માટે | 10,000/- |
ધોરણ 10 માટે | 10,000/- |
ધોરણ 11 માટે | 15,000/- |
ધોરણ 12 માટે | 15,000/- |
ધોરણ-9 અને 10 માટે વાર્ષિક રૂ. 10,000- (વર્ષની હાજરીના આધારે માસિક રૂ. 500 * 10 માસ અને બાકી 50 ટકા ધોરણ 10 બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ વિદ્યાર્થીના બેન્ક ખાતામાં ડીબીટી મારફતે આપવામાં આવશે.)
ધોરણ-11 અને 12 માટે વાર્ષિક રૂ. 15000/- (હાજરીના આધારે માસિક રૂ. 750 * 10 અને બાકીના 50 ટકા ધોરણ-12 બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ બાદ બેન્ક ખાતામાં ડીબીટી મારફતે જમા આપવામાં આવશે.
Namo Lakshmi Yojana Gujarat Required Documents
- ધોરણ-9, 10, 11 કે 12 માં અભ્યાસ કરતા હોવાનો પુરાવો.
- ગત વર્ષની માર્કશીટની નકલ.
- શાળા ઓળખપત્રની ઝેરોક્ષ નકલ.
- માતા-પિતા કે વાલીની વાર્ષિક આવકનો દાખલો.
- આધાર કાર્ડ
- ગુજરાતમાં વસતા હોવાનું પ્રમાણપત્ર
- જન્મ તારીખનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
- રાષ્ટ્રીયકૃત બેન્કના ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.
Apply Online For Namo Laxmi Yojana Gujarat 2024
રાજ્ય સરકારશ્રી દ્વારા ઓનલાઇન અરજી કરવા માટે વેબસાઇટ નક્કી કરવામાં આવશે ત્યારે તેની લીન્ક આપવામાં આવશે.
નમો લક્ષ્મી યોજનાનો લાભ કેટલા લાભાર્થીને મળશે ?
અંદાજીત ધોરણ – 9 થી 12 માં અભ્યાસ કરતી 10,00,000 (દસ લાખ) કન્યાઓને આવરી લેવામાં આવશે.
આ યોજનાનો અમલ ક્યારથી થશે ?
સરકારશ્રીએ વર્ષ 2024-25 ના બજેટમાં જાહેરાત કરેલ છે.
આ યોજનાનો ખર્ચ કેટલો થશે ?
વર્ષ 2024-25 માં આ યોજનાનો ખર્ચ રૂ. 1250 કરોડ અંદાજવામાંં આવેલ છે.
કયા ધોરણની વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ?
આ યોજનાનો લાભ ધોરણ 9, 10, 11 અને 12 ની વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર થશેે.
કુલ કેટલી રકમની સહાય મળશે ?
ધોરણ 9 થી 12 દરમ્યાન કુલ રૂ. 50000/- ની સહાય મળશે.