WhatsApp Telegram

Gujarat Advocate Panel Navsari Recruitment 2024

1 min read Updated:
Gujarat Advocate Panel Navsari Recruitment 2024

Gujarat Advocate Panel Navsari Recruitment 2024 : જિલ્લા પંચાયત કચેરી નવસારી સામે થયેલ જુદી જુદી જિલ્લા / તાલુકાના કોર્ટ કેસો, લેબર કોર્ટ અને ટ્રીબ્યુનલમાં થયેલ કેસોમાં બચાવ કરવા માટે તથા જિલ્લા પંચાયત નવસારી વતી દાવો દાખલ કરવા, લડવા માટે વકીલોની પેનલ રચવાની છે. આ પેનલમાં નિમણૂંક મેળવવા માટે આ જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-૧૦ માં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નવસારીને ઉમેદવારના સ્પેશ્યલ વિષય સાથે બાયોડેટાની વિગત સાથે અરજી મોકલવાની રહેશે.

Advocate Panel Navsari Recruitment 2024 :એડવોકેટ પેનલ માટેના આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવર વ્યૂ, વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત, અન્ય વિગતોની માહિતી, અનુભવની વિગતો, ઓફલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ, કેવી રીતે અરજી કરવી અને તેની સાથેના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા, વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતની વિગતો જોઇશું.

Advocate Panel Navsari Overview

સંસ્થાનું નામજિલ્લા પંચાયત કચેરી, નવસારી
જાહેરાત ક્રમાંકમાહિતી/નવસારી/૬૪૮/૨૦૨૪
વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ03/03/2024
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ13-3-2024 કચેરી સમય સુધીમાં ટપાલ અથવા રૂબરૂ પહોંચાડવાની રહે છે. .
અરજી મોકલવાનું સરનામુંકલેકટરશ્રી, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી

Advocate Panel Educational Qualification

  1. કાયદા સ્નાતકની (સ્પેશ્યલ) ભારતની માન્ય યુનિવર્સીટીની ડીગ્રી.
  2. કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત થયેલ હોવી જોઇશે.

Maximum Age :મહત્તમ પ૦ વરસ.

Experience

  1. ઓછામાં ઓછો પાંચ વર્ષનો પ્રેકટીસીંગ વકીલ તરીકેનો અનુભવ.
  2. તાલુકા / જિલ્લા કોર્ટમાં સિવિલ મેટર / સર્વિસ મેટર વિગેરેનો ૩ વર્ષનો અનુભવ.
  3. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયેલ.
  4. જિલ્લ / તાલુકા બાર એસોસીએશનમાં નોંધાયેલ.

Offline Application Process and Last date [ઓફલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ]

લાયકાત અને અનુભવ પરિપૂર્ણ કરતાં ઉમેદવારોએ તા. 13-03-2024 સુધીમાં મળી જાય તે રીતે રજીસ્ટર પોષ્ટ એ.ડી. થી અરજી સાધનિક કાગળો સાથે મોકલવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું : જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી, નવસારી

How to Apply & Documentations

  • અરજી કે જેમાં નામ, જન્મ તારીખ, રહેઠાણનું સ્થળ (કાયમી/હંગામી), શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. વગેરેનો સમાવેશ કરવો.
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેેટ
  • શૈક્ષણિક લાયકાત
  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાત / જિલ્લા / તાલુકા બાર એસોસીએશનમાં નોંધાયેલાનું પ્રમાણપત્ર
  • અનુભવના પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ / પાન કાર્ડની નકલ.
  • અન્ય દસ્તાવેજ.
  • સ્વ-પ્રમાણીત કરેલ ઝેરોક્ષ નકલ બીડવાની રહેશે.

Advocate Panel Navsari Selection Process 2024

જાહેરાતમાં પસંદગીના કોઇ ધોરણો કે વિગત દર્શાવેલ નથી.

Advocate Panel Navsari Payment 2024

જિલ્લા પંચાયતની તા.રપ-૧-ર૪ ની સામાન્ય સભાના ઠરાવ નં. ૧૮૪, કામ નં. ૯ થી નિયત થયેલ દર મુજબ ફી ચુકવાશે.

(આ વિગત જિ.પં. ની પંચાયત શાખામાં જોવા મળી શકે છે.)

Advocate Panel Navsari News Paper Advertisement 2024

Penal Advocate Navsari 2024

Read more:-

Chief Legal Aid Defense Counsel Recruitment 2024

Gujarat Industrial Power corporation Recruitment 2024 

આસીસ્ટન્ટ સ્કીલ કોઓડીનેટર ભરતી 2024

✅ Link copied!