📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Wild Prani Mitra Bharati 2024 | વન્ય પ્રાણી મિત્ર ભરતી 2024

Wild Prani Mitra Bharati 2024 જે ઉમેદવારો શેત્રુંજી વન્ય જીવ વિભાગ પાલીતાણા હેઠળ આવેલ ભાવનગર અને અમરેલી જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતા હોય અને વન્ય જીવ પ્રાણી સંરક્ષણ માટે રૂચિ, અભિગમ ધરાવતા હોય અને તેવું કામકાજ કરવા માંગતા હોય તેવા ઉમેદવાર માટે નાયબ વન સંરક્ષક પાલીતાણાએ એક સરસ તક આપેલ છે.

Wild Prani Mitra Recruitment 2024 વન્ય મિત્ર ભરતી 2024 આ ભરતી ૧૧ માસના કરાર આધારીત વેતન વાળી ભરતી છે, વન્ય મિત્ર માટેની શૈક્ષણિક લાયકાત, કોણ અરજી કરી શકે, કેટલા સમયમાં અરજી કરવાની રહે છે, કોને અરજી મોકલવાની છે, પસંદગીના ધોરણ શું છે, તે વિશે જાણીએ.

Wild Prani Mitra Bharati 2024 Details |

સંસ્થાનું નામનાયબ વન સંરક્ષક, શેત્રુંંજી વન્ય જીવ વિભાગ, પાલીતાણા (ગુજરાત સરકાર)
જાહેરાત ક્રમાંક14
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ04-12-2024
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત
જગ્યાનું નામવન્ય પ્રાણી મિત્ર
જગ્યાની સંખ્યા70 (આશરે)
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાના ૧પ દિવસમાં.
અરજી ફીનિ:શુલ્ક

List of villages to choose a wildlife friend 2024 |

Wild Mitra Bharati 2024 Qualification Criteria |

  • સંબંધિત ગ્રામ પંચાયતના વતની અથવા છેલ્લા ત્રણ વર્ષથી સંબંધિત ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવા જોઇએ. (દાખલો સામેલ રાખવો)
  • ધોરણ-૧ર પાસ અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ.
  • ધોરણ-૧ર પાસ ઉમેદવાર ન મળે તેવા સંજોગોમાં ધોરણ-૧૦ પાસ ઉમેદવારની અરજી ધ્યાને લેવાશે.
  • તાંત્રિક, વ્યવસાયલક્ષી તાલીમ, સ્નાતક, કોમ્પ્યુટર કૌશલ્ય પાસ કરેલાને અગ્રતા માટે ગુણ અપાશે.

અનુભવ :

  • તાંત્રિક, વ્યવસાયલક્ષી તાલીમ, સ્નાતક, કોમ્પ્યુટર કૌશલ્ય પાસ કરેલાને અગ્રતા માટે ગુણ અપાશે.
  • બે ઉમેદવારના સરખા ગુણના કિસ્સામાં કૃષિ તથા વન વિષયક ડીપ્લોમા કે ડીગ્રીવાળાને પ્રાધાન્ય અપાશે.
  • વન વિભાગમાં રેસ્ક્યુ કે વન્ય પ્રાણીને સંબંધિત કામગીરીનો અનુભવ ધરાવનારને અગ્રતા.

Wild Mitra Bharati 2024 Selection Process |

ઉમેદવારોના રૂબરૂ મુલાકાતના પ૦ ગુણ અને શૈક્ષણિક લાયકાતના પ૦ ગુણ મળી કુલ ૧૦૦ ગુણમાંથી મળેલ ગુણના આધારે પસંદગી કરવામાં આવનાર છે.

Wild Mitra Bharati 2024 How to Apply |

  • સંબંધિત રેન્જ કચેરીમાંથી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
  • અરજીમાં દર્શાવેલ વિગતો ભરી, તેની સાથે એક પાસપોર્ટ સાઇઝ ફોટો જોડવાનો રહેશે. (ફોટા પાછળ પોતાનું નામ લખી સ્ટેપલર મારવાનું રહેશે.)
  • અરજી સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવની સ્વપ્રમાણિત નકલો જોડવાની રહેશે.
  • 27 x 12 CM ના કવર પર પોતાનું નામ, સરનામું અને રૂ. 5/- ની ટીકીટ ચોંટાડેલ કવર સાથે રૂબરૂ અથવા રજી.એ.ડી. પોષ્ટથી મોકલવાનું રહેશે.
  • સંબંધિત રેન્જ કચેરી અને તેનું સરનામું નીચે મુજબ છે.

Wild Mitra Bharati 2024 Advertisement Out

વન્ય પ્રાણી મિત્ર ભરતી માટેની જાહેરાત જોવા માટે : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *