📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

વલસાડ રોજગાર કચેરીમાં કેરિયર કાઉન્સેલરની ભરતી: લાયકાત અને અરજી પ્રક્રિયા જાણો

નમસ્કાર મિત્રો,

Valsad career counselor recruitment 2025 વલસાડ જિલ્લાના નોકરીવાંચ્છુ ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, વલસાડ દ્વારા ઉડાઇ-બી યોજના (UDAI-B Scheme) અંતર્ગત કેરિયર કાઉન્સેલરની જગ્યા માટે ભરતી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત ધોરણે કરવામાં આવશે.

career counselor Job In valsad વલસાડ જિલ્લાના યુવાનોને રોજગારશ્રમ બનાવવા માટે કારકિર્દી માર્ગદર્શન, રોજગાર ક્ષમતા વર્ધન કાર્યક્રમો, ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓના સંકલનમાં રહી રોજગાર ભરતી મેળાઓનું આયોજન તેમજ વિવિધ રોજગાર / સ્વરોજગારલક્ષી પ્રવૃત્તિઓની કામગીરી કેરીયર કાઉન્સલીર તરીકે કરવા માટે આ ભરતીની જાહેરાત જિલ્લા રોજગાર વિનિમય કચેરી વલસાડ દ્વારા આપવામાં આવેલ છે.

જે ઉમેદવારો માર્ગદર્શન અને કાઉન્સેલિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેમના માટે આ એક ઉત્તમ તક છે. આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ અને અરજી કરવાની પ્રક્રિયા નીચે વિગતવાર દર્શાવેલ છે.

Valsad career counselor Bharti 2025 Overview

વિગતમાહિતી
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખક્રમાંક : માહિતી/વલસાડ/330/2025 તા.20/07/2025
દિવ્ય ભાસ્કર વર્તમાનપત્ર, સુરત.
પોસ્ટનું નામકેરિયર કાઉન્સેલર
ખાલી જગ્યાઓ01
વિભાગજિલ્લા રોજગાર વિનિમય કચેરી, વલસાડ
પગારમાસિક ₹ 20,000/- (ફિક્સ)
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
અરજી મોડરૂબરૂ (In-person)
અરજી કરવાની છેલ્લી તારીખ31/07/2025
નોકરીનું સ્થળવલસાડ

Valsad career counselor Bharati 2025 Educational criteria

ઉમેદવારો પાસે નીચે દર્શાવેલ કોઈપણ એક લાયકાત હોવી આવશ્યક છે:

  • એમ.એસ.ડબલ્યુ (M.S.W.)
  • એમ.એ. (સાયકોલોજી) (M.A. in Psychology)
  • એમ.એસ.સી (સાયકોલોજી) (M.Sc. in Psychology)
  • એમ.બી.એ. (એચ.આર.) (M.B.A. in H.R.)
  • વોકેશનલ ગાઈડન્સ અને કાઉન્સેલિંગમાં પી.જી.ડી. (P.G.D. in Vocational Guidance and Counseling)

જરૂરી અનુભવ અને અન્ય લાયકાત

  • પ્લેસમેન્ટ/વ્યવસાય માર્ગદર્શન સેવાનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ.
  • અથવા રોજગારી/શિક્ષણક્ષેત્રે કાઉન્સેલિંગનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ.
  • ઉમેદવારને ગુજરાતી ટાઈપિંગનું જ્ઞાન હોવું જોઈએ.
  • કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે અને CCC સર્ટિફિકેટ હોવું જોઈએ.

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર જાહેરાતની તારીખે 21 થી 35વર્ષની વચ્ચે હોવી જોઈએ.

How to apply carrer counselor job in valsad rojgar office | અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે અરજી ઓફલાઈન (રૂબરૂ) કરવાની રહેશે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના પગલાં અનુસરવાના રહેશે:

  1. તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત (Self-attested) નકલો તૈયાર કરો.
  2. તમારો સંપૂર્ણ બાયોડેટા (Resume/Biodata) બનાવો.
  3. આ તમામ દસ્તાવેજો સાથે રાખીને નીચે આપેલા સરનામે રૂબરૂ જઈને અરજીપત્ર જમા કરાવવાનું રહેશે.

અરજી મોકલવાનું સરનામું:
રોજગાર અધિકારીશ્રી,
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,
જિલ્લા સેવા સદન-2, ત્રીજો માળ,
વલસાડ – 366001

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેરાત મુજબ, આ ભરતી માટે રૂબરૂ અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 છે.

કેરિયર કાઉન્સેલરની પોસ્ટ માટે માસિક પગાર કેટલો છે?

આ પોસ્ટ માટે માસિક ₹ 20,000/- ફિક્સ પગાર નક્કી કરવામાં આવ્યો છે.

શું આ કાયમી સરકારી નોકરી છે?

ના, આ નોકરી કાયમી નથી. તે સંપૂર્ણપણે 11 મહિનાના કરાર આધારિત છે.

કુલ કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી છે?

કેરિયર કાઉન્સેલરની કુલ 01 (એક) જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ક્યાં જમા કરાવવાની છે?

અરજી તમામ જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન-2, ત્રીજો માળ, વલસાડ ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે.

શું અન્ય જિલ્લાના ઉમેદવારો અરજી કરી શકે છે?

જાહેરાતમાં સ્પષ્ટપણે ઉલ્લેખ નથી, પરંતુ સામાન્ય રીતે આવી ભરતી સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવા માટે હોય છે. વધુ માહિતી માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવો હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *