📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

RCM Rajkot Recruitment 2025 | રાજકોટ ઝોન નગરપાલિકાઓમાં 13 મ્યુનિસિપલ ઇજનેર ભરતી 2025

RCM Rajkot Recruitment 2025 પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, રાજકોટ ઝોન રાજકોટે તેઓના નિયંત્રણ હેઠળના કચ્છ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર-છાયા જિલ્લાની 13 જેટલી બ, ક અને ડ વર્ગની નગરપાલિકાઓમાં મ્યુનિસિપલ એન્જીનીયરની ખાલીજગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે તા. 21-1-2025 ના દૈનિક વર્તમાનપત્ર સંદેશ તથા તા.25-02-2025 ના રોજ સંદેશ વર્તમાનપત્રમાં અનુક્રમે જાહેરાત તથા સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઉત્સુક ઉમેદવારોને તેઓના આવેદનપત્રો મહાનગરપાલિકાને તા.10-2-2025 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવીને લાયકાત ધરાવતા ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

Rajkot Zone Municipalities Recruitment 2025 ભરતીના આ શૈક્ષણિક લાયકાતમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું. મ્યુનિસિપલ ઇજનેરની જગ્યાએ અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

RCM Rajkot Recruitment 2025 Overview :

સંસ્થાનું નામRegional Commissioner, Nagarpalika, Rajkot Zone, Rajkot
જાહેરાત ક્રમાંકમાહિતી/રાજ/1332/2024-25
જાહેેેેરાત પ્રસિદ્ધ થયા તારીખ21-1-2025
સુધારા જાહેેેેરાત પ્રસિદ્ધ થયા તારીખ25-02-2025
જગ્યાનું નામમ્યુનિસિપલ એન્જીનીયર
જગ્યાની સંખ્યા13
નિમણૂંકનો પ્રકાર૧૧ માસના કરાર આધારિત.
અરજી ફીનિઃશુલ્ક
માસિક ફિક્સ પગારRs. 35000/-
અરજી કરવાની છેલ્લી તારીખ07-03-2025
વેબસાઇટhttps://communi.gujarat.gov.in/en/rajkot-zone-municipalities

RCM Rajkot Recruitment 2025 Vacancy Details :

જિલ્લાનું નામનગરપાલિકાનું નામનગરપાલિકાનો વર્ગખાલી જગ્યા
કચ્છભચાઉ1
મુંદ્રા-બારોઇ1
નખત્રાણા1
રાજકોટઉપલેટા1
જસદણ1
મોરબીહળવદ1
જામનગરસિક્કા1
દેવભૂમિ દ્વારકાદ્વારકા1
ખંભાળીયા1
સલાયા1
ભાણવડ1
જામરાવલ1
પોરબંદર છાયાકુતિયાણા1

RCM Rajkot Recruitment 2025 Eligibility Criteria :

જગ્યાનું નામ : મ્યુનિસિપલ એન્જીનીયર

શૈક્ષણિક લાયકાત :

‘‘અ’’ અને ‘‘બ’’ વર્ગની નગરપાલિકા માટે B.E. (Civil) / B. Tech (Civil)

‘‘ક’’ અને ‘‘ડ’’ વર્ગની નગરપાલિકા માટે Diploma In Civil Engineering

અનુભવ : –

માસિક પગાર : ફિક્સ પગાર રૂ. 16,500/-

ઉંમર : તા. 10-2-2025 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ નહીં.

How to apply Job for Municipal Engineer Post :

  • ઉમેદવારે જાહેરાત વાંચીને જગ્યા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે લેખિત અરજી કરવાની છે, તેથી અરજીમાં નામ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા અન્ય બાબતોનો ઉલ્લેખ કરવાનો છે.
  • અરજી સાથે સંલગ્ન દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ સામેલ કરવાની છે.
  • ઉમેદવારે મ્યુનિસિપલ ઇજનેરની નોકરી માટેની શરતો પ્રાદેશિક કચેરીના નોટીસ બોર્ડ પર જોવા મળશે.

Required Document for RCM Rajkot Recruitment 2025

  • અરજી (તાજેતરના પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ તથા મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
  • જન્મ પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર
  • B.E. (Civil) / B. Tech (Civil) પ્રમાણપત્ર.
  • Diploma In Civil Engineering
  • CCC / CCC+ કોમ્પ્યુટરના પાયાના જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર.
  • અન્ય દસ્તાવેજ.

How to Send Application :

  • ઉમેદવારે તેઓની સાધનિક દસ્તાવેજો સાથેની અરજીના કવર ઉપર ‘‘મ્યુનિ. ઇજનેરની પોષ્ટ માટે’’ તેવું ડાબી બાજુએ લખવાનું છે, તથા નામ, સરનામું, મોબાઇલનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવાનો છે.
  • અરજી તા. 10-2-2025 ના રોજ સાંજે 6.00 વાગ્યા સુધીમાં કે તે પહેલાં મળી જાય તે રીતે રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. કે સ્પીડ પોષ્ટ દ્વારા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, રાજકોટને મોકલી આપવાની છે.
  • ઉમેદવારે અરજી પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, રાજકોટ ઝોન, રાજકોટને ઉદ્દેશીને કરવાની છે.

RCM Rajkot Recruitment 2025 Selection Process

  • ઉમેદવારોની મળેલ અરજીઓની ઉંમર, લાયકાત અને અન્ય વિગતોને આધારે માન્ય થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવીને પસંદગી કરવામાં આવનાર છે.
  • લાયકાત ધરાવતા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂ માટે E-mail દ્વારા જાણ કરવામાં આવશે.

RCM Rajkot Recruitment 2025 Important Links :

અરજી કરવા માટેની છેલ્લી તારીખ07-03-2025
કમિશનર, નગરપાલિકાઓ, ગાંધીનગર વેબસાઇટClick Here
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરનો તા. 2-6-2011 નો ઠરાવની શરતો.Click Here
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરનો તા. 15-7-2022 નો ઠરાવની શરતો.Click Here
RCM Rajkot Recruitment 2025 Advertisement OutClick Here
RCM Rajkot Recruitment 2025 Amendment Notification OutClick Here

Read Also :

Chorvad Nagarpalika Recruitment 2025 for Municipal EngineerClick Here
Mahuva Nagarpalika Recruitment 2025 for Municipal EngineerClick Here
Shihor Nagarpalika Bharati 2025 for Municipal EngineerClick Here

FAQ

મ્યુનિસિપલ એન્જીનીયરની પસંદગી સમિતિના સભ્યો કોણ કોણ છે ?

પસંદગી સમિતિનું ગઠન સરકારશ્રીએ નીચેની વિગતે કરેલ છે.
સંબંધિત પ્રાદેેેેશિક કમિશનર,નગરપાલિકાઓ – અધ્યક્ષ
પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેકટર – સભ્ય
કમિશનર, મ્યુનિસિપાલીટીઓની વહીવટી કચેરીના પ્રતિનિધિ – સભ્ય
પ્રાદેશિક કમિશનર કચેરીના તાંત્રિક પ્રતિનિધિ – સભ્ય
સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફીસર – સભ્ય

૧૧ માસના કરાર આધારીત મુદત પૂર્ણ થયા બાદ ફરીથી તેજ ઉમેદવારને ચાલુ રાખવામાં આવશે ?

કરારીય સમય પૂર્ણ થયા બાદ નોકરીનો સમય આપોઆપ સમાપ્ત થશે.

૧૧ માસના કરાર પહેલાં નોકરી સમાપ્ત થઇ શકે ખરી ?

સરકારશ્રી દ્વારા કાયમી મ્યુનિસિપલ એન્જીનીયરની નિમણૂંક થયેથી કરાર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવનાર છે.

One response to “RCM Rajkot Recruitment 2025 | રાજકોટ ઝોન નગરપાલિકાઓમાં 13 મ્યુનિસિપલ ઇજનેર ભરતી 2025”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *