PM Poshan Yojana Morbi Recruitment 2024 | મધ્યાહન ભોજન યોજનામાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને સુપરવાઇઝરની ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર ર૦ર૪

PM Poshan Yojana Morbi Recruitment 2024 : પી. એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન) યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ.પી.સુપરવાઇઝરની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. જો તમે આ જગ્યાએ ઇચ્છુક ઉમેદવાર હોવ તો આપ પણ અરજી કરી શકો છો. આ યોજનામાં પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે, કોઇપણ પ્રકારની પરીક્ષા આપવાની રહેશે નહીં.

Advertisement for the recruitment of contractual post for Mid Day Meal under PM-POSHAN scheme |

આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, કેવી રીતે અરજી, જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર, અરજી કોને મોકલવી, નિયત નમૂનાની અરજી ફોર્મ તથા જગ્યાની લાયકાત વિગેરેની અગત્યની લીન્ક વિશે જોઇશું.

PM Poshan Yojana Morbi Recruitment 2024 Overview :

સંસ્થાનું નામ કલેકટર કચેરી, મોરબી જિલ્લા, મોરબી
યોજનાનું નામ PM Poshan Yojana (મધ્યાહન ભોજન યોજના)
જગ્યાનું નામ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર – ૦૧
તાલુકા પી.એમ.પી. સુપરવાઇઝર – ૦૫
જગ્યાની મુદત ૧૧ માસના કરાર આધારીત
અરજી કરવાનો મોડ ઓફલાઇન
વેબસાઇટ morbi.gujarat.gov.in

PM Poshan Yojana Morbi Recruitment How to apply :

ઇચ્છુક ઉમેદવારોએ મોરબી કલેકટરની વેબસાઇટ (લીન્ક નીચે આપેલ છે) પર જઇને નિયત નમૂનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી, તેમાં જરૂરી વિગતો ભરી અરજી ફોર્મ તથા પ્રમાણિત કરેલા પ્રમાણપત્રોની નકલો સહિત જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરીમાં કચેરી સમય દરમ્યાન મળી જાય તે રીતે મોકલવાનું રહેશે.

District Co-ordinator and Supervisor Qualifications, Experience, Age, Pay etc. :

પ્રોજેક્ટ કો-ઓડીટર :

શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિ. ની પ૦ ટકા સાથેની સ્નાતકની પદવી.

સી.સી.સી. પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.

એમ.સી.એ. ની ડીગ્રીવાળાને અગ્રતા અપાશે.

અનુભવ : ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ર વર્ષનો ફરજીયાત અનુભવ.

ડી.ટી.પી. (ડેસ્ક ટોપ પબ્લીકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.

આસીસ્ટન્ટ તરીકેની કામગીરીના અનુભવને અગ્રીમતા અપાશે.

મધ્યાહન ભોજન યોજનાની કામગીરીના અનુભવને પ્રથમ અગ્રીમતા અપાશે.

વય મર્યાદા : અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩પ વર્ષથી વધુ નહિંં.

પગાર : માસિક મહેનતાણું રૂ. ૧પ,૦૦૦/- ફિક્સ આપવામાં આવશે.

સુપરવાઇઝર :

શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિ.માંથી હોમ સાયન્સ / ફુડ એન્ડ ન્યુટ્રીશીયન / સાયન્સની ગ્રેજ્યુએટની ડીગ્રી.

કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.

અનુભવ : ર થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો તથા મધ્યાહન ભોજન યોજનાના અનુભવને અગ્રતા અપાશે.

વયમર્યાદા : ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩પ વર્ષથી વધુ નહીં.

પગાર : માસિક મહેનતાણું રૂ. ૨પ,૦૦૦/- ફિક્સ આપવામાં આવશે.

Application sending address :

અરજદારોએ નિયત નમૂનાની અરજીમાં પ્રમાણિત પ્રમાણપત્રો સાથેની અરજી તા.રપ-૧૧-ર૦ર૪ થી તા.૪-૧ર-ર૦ર૪ સુધીમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, પી.એમ. પોષણ યોજના, બીજો માળ,રૂમ નં. ર૩ર, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી-ર ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં / રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટથી મોકલી આપવાની રહેશે.

Advertisement for the recruitment of contractual post for MDM under PM-POSHAN scheme Selection Process :

પાત્ર ઠરેલ અરજીઓના ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઇ પસંદગી કરવામાં આવનાર છેે.

PM Poshan Yojana Morbi Bharati 2024 Important Links |

અરજી કરવાની શરૂ તારીખ 25-11-2024
અરજી કરવાની અંતિમ તારીખ 04-12-2024
જાહેરાત જોવા માટે Click Here
Click Here
નિયત નમૂનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે Click Here
Click Here
શૈૈૈૈક્ષણિક લાયકાત, ઉંમર, વયમર્યાદા, અનુભવ, કામગીરીનો પ્રકાર વગેરે જોવા માટે Click Here
Click Here
Join Telegram Group Click Here

PM Poshan Yojana Morbi Recruitment 2024 advertisement |

Morbi MDM Recruitment 2024

નોંધ : અરજી કરતાં પહેલાં અચૂક સત્તાવાર વેબસાઇટ પરની જાહેરાત વાંચવી.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment