NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 માટે અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 માટે ભારત સરકારના શિક્ષા મંત્રાલય નવી દિલ્હી દ્વારા અમલમાં મુકાયેલ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે જાહેરનામું બહાર પાડી તા.1-1-25 થી 11-1-2025 સુધીમાં https://sebexam.org પર ઓનલાઇન અરજીઓ કરવા જણાવેલ છે. ઉમેદવાર સફળતાપૂર્વક પરીક્ષા પાસ કર્યેથી મેરીટમાં આવતા વિદ્યાર્થીને રૂ. 12000/- વાર્ષિક સ્કોલરશીપ મળવાપાત્ર છે.
NMMS Scholarship નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટેના આ શૈક્ષણિક લેખમાં ઓવરવ્યૂ, અગત્યની તારીખો, કોણ અરજી કરી શકે, અરજી કરવા માટેની પાત્રતા, વાલીની વાર્ષિક આવક મર્યાદા, અરજી ફી, ફીની ચુકવણી કેવી રીતે કરવી, પરીક્ષાનો સીલેબસ, હોલ ટિકીટ, પરીણામ વગેરે જોઇશું. ઓનલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.
NMMS Scholarship Overview
સ્કોલરશીપ આપનાર સંસ્થાનું નામ | શિક્ષા મંત્રાલય, નવીદિલ્હી, ભારત સરકાર |
National Scholarship Portal | https://scholarships.gov.in/ |
યોજનાનું નામ | National Means Cum Merit Scholarship Scheme |
પરીક્ષા લેનાર સંસ્થા | અધ્યક્ષ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેકટર 21, ગાંધીનગર |
જાહેરનામા નંબર અને તારીખ | રાપબો/NMMS/2025-25/11005/11280, તા. 30/12/2024 |
ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો | 01/01/2025 થી 11/01/2025 સુધી. |
ઓનલાઇન પરીક્ષા ફી ભરવાનો સમયગાળો | 01/01/2025 થી 13/01/2025 સુધી. |
પરીક્ષા તારીખ | 16/02/2025 |
વેબસાઇટ | sebexam.org |
હેલ્પ લાઇન નંબર | 079 232 48462 (10.30 am to 6.00 PM Working days only) |
NMMS Exam Scholarship Amount :
જિલ્લાવાર અને કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ. 1000/- લેખે વાર્ષિક કુલ રૂ. 12000/- કુલ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળનાર છે.
નબળી આર્થિક સ્થિતિ ધરાવા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે હેતુથી ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે National Means Cum Merit Scholarship Scheme ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા અમલી બનાવાયેલ છે.
NMMS Scholarship માટે વર્ષ 2024-25 માટે કુલ 5097 વિદ્યાર્થીઓનો ક્વોટા રાજ્ય સરકારને ફાળવેલ છે. જેથી રાજ્યના ધોરણ 8 માં અભ્યાસ કરતાં કુલ 5097 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળનાર છે.
આ માટે વિદ્યાર્થીઓએ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર National Scholarship Portal પર દર વર્ષે અરજી રીન્યુ કરવાની છે અને તેઅરજીને વિદ્યાર્થીની સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારી દ્વારા National Scholarship Portal પર વેરીફાય કર્યા બાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સીધી જ (DBT) વિદ્યાર્થીના બેન્ક ખાતાાં જમા થનાર છે.
NMMS Scholarship Eligibility Criteria કોણ અરજી કરી શકે :
- ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળા, (જિલ્લા પંચાયત / મહાનગર પાલિકા / નગરપાલિકા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તે વિદ્યાર્થી N.M.M.S. ની પરીક્ષા આપી શકે છે.
- જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ 7 માં ઓછામાં ઓછા 55 ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
- અનુસૂચિત જાતિ / જનજાતિ કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ 7 માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેેેેેળવેલ હોવો જોઇએ.
- વિદ્યાર્થીની વાલીની વાર્ષિક આવક રૂ. 3,50,000/- થી વધુ ના હોવી જોઇએ.
NMMS Scholarship Exam Fee
N.M.M.S. ની પરીક્ષા માટે ઓનલાઇન ફી ચુકવણી Credit Card / ATM Card / Net Banking / UPI / Wallet થી ભરી શકે છે. પરીક્ષા ફીના દર કેટેગરીવાર નીચે મુજબ છે.
વિદ્યાર્થીની કેટેગરી | પરીક્ષા ફી |
General / EWS / OBC | Rs. 70/- + Service Charge |
PH / SC / ST | Rs. 50/- + Service Charge |
NMMS Scholarship Required Documents :
વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવા માટે અપલોડ કરવા માટે નીચે મુજબના દસ્તાવેજો (જરૂરી આધારો – પ્રમાણપત્રો) Scan કરીને અપલોડ કરવા માટે તૈયાર રાખવા જરૂરી છે, જે નીચે મુજબ છે.
- ધોરણ 7 ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો.
- વિકલાંગતા પ્રમાણપત્ર.
- જાતિ અંગેનું પ્રમાણપત્ર.
- વાલીની વાર્ષિક આવક રૂ. 3,50,000/- થી વધુ ન હોવા અંગેનું પ્રમાણપત્ર.
- વિદ્યાર્થીના આધારકાર્ડ (આગળ-પાછળ)
- પરીક્ષા ફી
- ઓનલાઇન ફી ભર્યાનું ચલણ (માત્ર SEB નકલ)
- વિદ્યાર્થીનો અને ફોટો (Photo) અને સહી (Signature) ( કે જે 15 KB JPG હોવી જોઇશે.)
- વિદ્યાર્થીનો U-DISE Number
- વિદ્યાર્થીની સ્કૂલની વિગતો સ્કૂલનો U-DISE Number
NMMS Scholarship 2025 Apply Online
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા. 01-01-2025 (15.00 PM) થી તા. 11-01-2025 (11.59 PM) સુધી જ ઓનલાઇન અરજી કરી શકાય છે, જેથી બને તેટલું વહેલું અરજી ફોર્મ ભરી દેવું. ઓનલાઇન અરજીફોર્મ કન્ફર્મ કર્યા બાદ જ ફી ભર્યા બાદ જ અરજી માન્ય ગણવામાં આવનાર છે. જે માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાનું છે.
- સૌપ્રથમ કાળજીપૂર્વક જાહેરાત વાંચીને NMMS Scholarship માટે અરજી કરવા માટે પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસો.
- ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટેના દસ્તાવેજો સ્કેન કરીને તૈયાર રાખો. યાદ રાખો કે અરજી ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું છે.
- ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે www/sebexam.org પર જવું. જેની લીન્ક નીચે આપેલ છે.
- Go to www/sebexam.org > Apply Online > Apply Now > ખુલેલ એપ્લીકેશન ફોર્મમાં તમામ વિગત ભરવાની રહેશે.
- વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ પ્રમાણે લખવાનું છે અને આધાર નંબર ફરજીયાત લખવાનો છે. આધાર કાર્ડના આગળ અને પાછળનો ભાગ અરજીમાં અપલોડ કરવાનો છે. આ સિવાયની વિગતો વિદ્યાર્થીના U-DISE Number ના આધારે ભરવાની છે.
- શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો છે, જો જુની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવાનો છે.
- PH / SC / ST ના વિદ્યાર્થીએ પ્રમાણપત્ર નંબર, તારીખ અને આવકનો દાખલો તેમજ જાતિ પ્રમાણપત્રની નકલ તથા આધાર કાર્ડ, ફોટો અને સહી અપલોડ કરવાનું છે.
- > Submit પર Click કરવાથી Data Save થશે. જેથી એપ્લીકેશન નંબર જનરલ થશે તે સાચવીને રાખવાનો છે.
- ત્યારબાદ Confirm Application પર ક્લિક કરો > Application Number અને Birth Date type કરીને Submit પર ક્લિક કરવાથી અરજી ઓનલાઇન થઇ જશે.
- ત્યારબાદ {rint Application & Fee Challan પર ક્લિક કરી તમારો Confirmation Number અને Birth date ટાઇપ કરી Submit પર ક્લિક કરી અરજીપત્રકની પ્રિન્ટ લઇ લેવી.
- ત્યારબાદ ઓનલાઇન પરીક્ષા ફી Credit Card / ATM Card / Net Banking / UPI / Wallwet થી ભરી શકશો. તેની પ્રિન્ટ આઉટ અચૂક લઇ લેવી.
- ઓનલાઇન અરજી ફોર્મ ભરવામાં સમસ્યા જણાય તો 079 232 48462 (10.30 am to 6.00 PM Working days only) પર સંપર્ક સાધવો.
- ઓનલાઇન અરજી ફોર્મ કેવી રીતે ભરવું ? તે અંગેની User Manual જોવા માટે અહીં ક્લિક કરો.
NMMS Scholarship 2025 Exam Syllabush
કસોટીનું માળખું. :
- વિદ્યાર્થી અંગ્રેજી / ગુજરાતી માધ્યમ પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે અને તે મુજબનું પ્રશ્નપત્ર અપાનાર છે.
- કસોટી બહુવિકલ્પ અને હેતુલક્ષી સ્વરૂપની છે. (Multiple Choice Question – MCQ Based)
- નકારાત્મક મૂલ્યાંકન આપવામાં આવશે નહીં.
પ્રશ્નપત્રનું માળખું. :
કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 90 | 90 | 90 મિનીટ |
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી | 90 | 90 | 90 મિનીટ |
Syllabush :
- MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નો અને ગુણની રહેશે. જે શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના છે. જેમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેટર્ન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વગેરેનો સમાવેશ થશે.
- SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નો અને ગુણની રહેશે. જેમાં ધોરણ 7 અને 8 ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થાય છે.
- ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ અને ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથશ સત્રનો અભ્યાસક્રમ વાંચવાનો રહેશે.
Qualifying Marks :
- જનરલ / ઓબીસી કેટેગરી વિદ્યાર્થીઓને બન્ને વિભાગમાંથી કુલ મળીને 40 ગુણ મેળવવાના રહેશે.
- અનુ.જાતિ/જનજાતિ કેટેગરીના વિદ્યાર્થીઓએ બન્ને વિભાગમાંથી કુલ મળીને 32 ગુણ મેળવવાના રહેશે.
- ક્વોલિફાઇંંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર – કેટેગરીવાર નક્કી થયેલ ક્વોટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળનાર છે.
NMMS Scholarship 2024-25 Old Paper
NMMS Gujarat Question Paper PDF 2023-24 SET-A (Gujarati Medium) | Click Here |
NMMS Gujarat Question Paper PDF 2023-24 SET-A (English Medium) | Click Here |
NMMS Scholarship Important Links & Dates :
NMMS Scholarship Official Website | Click Here |
Apply Online | Click Here |
NMMS Scholarship Notification 2025 | Click Here |
NMMS Apply Start Date | 01-01-2025 (15.00 PM) |
NMMS Scholarship Apply Last Date | 11-01-2025 (11.59 PM) |
National Means-cum-merit Scholarship Scheme official website | Click Here |
NMMS Hall Ticket | Admit Card 2024
સચિવશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 માટે પરીક્ષા તા.16-2-2025 ના રોજ યોજાનાર હોવાનું જાહેર કરેલ છે. જેથી પરીક્ષા બોર્ડ દ્વારા જ્યારે હોલ ટીકીટ / એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે ત્યારે અમે અહીં અપડેટ આપીશું.
How to download Hall Ticket [Admit Card] 2024-25
રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર જઇ વિદ્યાર્થીનો અરજીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નંબર નાંખીને ડાઉનલોડ કરવાની રહેશે.
https://sebexam.org > Print Hall Ticket પર ક્લિક કરવું > ત્યારબાદ Confirmation Number અને Date of Birth ટાઇપ કર્યા બાદ > Submit પર ક્લિક કરવું અને પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ મેળવવી.
Important Links for Hall Ticket 2024-25 NMMS Scholarship
પરીક્ષાની તારીખ | 16/02/2025 |
રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ | Click Here |
Hall Ticket [Admit Card] Download કરવા માટે | Click Here |
NMMS scholarship 2025 Final Answer Key :
સચિવશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 માટે પરીક્ષા તા.16-2-2025 ના રોજ યોજાનાર છે, પેપરોનો ચકાસણી કર્યા બાદ બોર્ડ દ્વારા તેની ફાઇનલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે અમે તેને અહીં અપડેટ આપીશું.
NMMS scholarship 2025 result
સચિવશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 માટે પરીક્ષા તા.16-2-2025 ના રોજ યોજાનાર છે, પેપરોનો ચકાસણી કર્યા બાદ બોર્ડ દ્વારા તેનું પરીણામ – મેરીટ લીસ્ટ જાહેર કરાનાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્યારે પરીણામ જાહેર કરવામાં આવશે ત્યારે અમે તેને અહીં અપડેટ આપીશું.
NMMS Scholarship 2025 Advertisement Out

નિષ્કર્ષ : Consusion :
સમાજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ કે જેઓની વાર્ષિક આવક રૂ.350000/- છે તેઓના માટે NMMS નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 વરદાનરૂપ સાબિત થયેલ છે. જેમાં ગુજરાતના 5097 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. NMMS Exam Gujarat 2025 હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી ધોરણ 12 સુધી દર મહિને ₹ 1,000/- એમ ચાર વર્ષના સમયગાળામાં કુલ ₹ 48,000/- જેટલી સહાય આપવામાં આવશે.
FAQ :
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 ભારત સરકારની છે કે ગુજરાત સરકારની ?
ભારત સરકારશ્રીની યોજના છે.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 માટે કોણ અરજી કરી શકે ?
જે વિદ્યાર્થીઓના વાલીઓની વાર્ષિક આવક રૂ.૩,પ૦,૦૦૦/- કે તેથી ઓછી હોય અને જે વિદ્યાર્થી સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળા, (જિલ્લા પંચાયત / મહાનગર પાલિકા / નગરપાલિકા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તે તથા જનરલ/ઓબીસી વિદ્યાર્થીએ ધોરણ-૭ માં પપ ટકા કે સમકક્ષ ગુણ અને અનામત કેટેગરીના વિદ્યાર્થીએ પ૦ ટકા કે સમકક્ષ ગુણ મેળવેલા હોય તે અરજી કરી શકે છે.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 માટે પાસીંગ ગુણ કેટલા છે ?
જનરલ / ઓબીસી કેટેગરી વિદ્યાર્થીઓને બન્ને વિભાગમાંથી કુલ મળીને 40 ગુણ અને અનુ.જાતિ / જનજાતિ કેટેગરીના વિદ્યાર્થીઓએ બન્ને વિભાગમાંથી કુલ મળીને 32 ગુણ મેળવવાના રહેશે.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 માટે પાસીંગ ગુણ મેળવવાથી ધોરણ ૯ થી ૧ર માટે દર વર્ષે સ્કોલરશીપ મળશે ?
પાસીંગ / ક્વોલીફાઇંંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર – કેટેગરીવાર નક્કી થયેલ ક્વોટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળનાર છે.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 માટે ગુજરાત રાજ્યના કેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે ?
NMMS Scholarship માટે વર્ષ 2024-25 માટે કુલ 5097 વિદ્યાર્થીઓનો ક્વોટા રાજ્ય સરકારને ફાળવેલ છે.
17 thoughts on “NMMS Scholarship 2024-25 | National Means Cum Merit Scholarship Scheme 2024-25 | નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25”