Namo Sarasvati Yojana 2024 Gujarat : ગુજરાત સરકારશ્રીએ ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં ધોરણ-૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ પ્રવેશ મેળવે તે હેતુથી નમો સરસ્વતિ યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ બજેટમાં જાહેર કરેલ છે.
Motive of Namo Sarasvati Yojana 2024 : આ યોજનાના કારણે ધોરણ-૧૦ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ પ્રવેશ મેળવે, જેથી રાજ્યમાં ઇજનેરી અને મેડીકલ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે અને તેઓના જ્ઞાનમાં વધારો થાય અને એ રીતે રાજ્ય તથા દેશના વિકાસમાં સહભાગી બને. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ માં પ૦ ટકાથી વધુ ટકા મેળવે અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે ત્યારે પ્રતિ વર્ષ વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપનો લાભ મળશે.
Details of Namo Sarasvati Yojana 2024
યોજનાનું નામ | નમો સરસ્વતિ વિજ્ઞાન સાધના યોજના |
યોજનાની જાહેરાત | તા. 02/02/2024 Annual Budget 2024-25 |
યોજનાનો હેતુ | ધોરણ-૧૦ બાદ વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે. |
યોજના જાહેર કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર |
યોજનાનો ઠરાવ સરકાર દ્વારા પ્રસિદ્ધ થયા તારીખ | શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ઠરાવ ક્રમાંક : ઇડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૩/ર૦ર૩/પ૦૭૩/છ, તા.૧ર-૩-ર૦ર૪ |
2024-25 માં આ યોજના હેઠળનો કુલ ખર્ચ | વર્ષ 2024-25 માટે અંદાજીત રૂ. 250 કરોડનું ખર્ચનું અનુમાન થયેલ છે. |
કુલ લાભાર્થી | આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારની સંખ્યા ર થી પ લાખ થવાનો અંદાજ છે. |
યોજનાના લાભાર્થી | ધોરણ-10 બાદ ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ |
સહાયની રકમ | કુલ રૂ. 25,000/– |
વાર્ષિક આવક | સરકારશ્રી દ્વારા વાર્ષિક આવક નક્કી કરવામાં આવશે. |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન / ઓનલાઇન |
વેબસાઇટ | https://www.digitalgujarat.gov.in/ |
Namo Sarasvati Yojana 2024-25 Eligibility Criteria
- ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષામાં પ૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અથવા સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહનાં પ્રવેશ મેળવેલ હોવો જોઇશે.
- સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળામાં ધો. ૯ અથે ૧૦ માં અભ્યાસ કર્યો હોવો જોશે.
- માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળામાં ધોરણ-૯ અને ૧૦ પૈકી બન્ને કે કોઇ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને તેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોવી જોઇશે.
Benefit of Namo Sarasvati yojana 2024 [Vigyan Sadhana Merit Scholarship]
ધોરણ 11 માટે | 10,000/- |
ધોરણ 12 માટે | 15,000/- |
- ધોરણ-૧૧ અને ૧ર ના મળી કુલ રૂ. રપ૦૦૦/- સહાય ચૂકવાશે.
- ધોરણ-૧૧ માટે રૂ. ૧૦,૦૦૦/- અને ધોરણ-૧ર માટે ૧પ૦૦૦/- વાર્ષિક મળશે.
- ધોરણ-૧૧ અને ૧ર ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૧૦૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- એ પ્રમાણે બે વર્ષના રૂ. ર૦૦૦૦/- ચૂકવાશે જ્યારે બાકીના રૂ.પ૦૦૦/- ધોરણ-૧ર બોર્ડની પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર થશે..
Namo Sarasvati Yojana Gujarat Required Documents
- ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં પ૦ ટકા કે તેથી વધુ ટકા મેળવ્યા હોવા બદલની માર્કશીટની નકલ.
- ધોરણ-11 કે 12 માં અભ્યાસ કરતા હોવાનો પુરાવો.
- ગત વર્ષની માર્કશીટની નકલ.
- શાળા ઓળખપત્રની ઝેરોક્ષ નકલ.
- માતા-પિતા કે વાલીની વાર્ષિક આવકનો દાખલો.
- આધાર કાર્ડ
- ગુજરાતમાં વસતા હોવાનું પ્રમાણપત્ર
- જન્મ તારીખનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
- રાષ્ટ્રીયકૃત બેન્કના ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.
Procedure for payment of assistance amount [સહાયની રકમની ચુકવણીની પ્રક્રિયા]
- સહાય યોજનાના સંચાલન માટે નમો સરસ્વતિ પોર્ટલ બનાવાશે.
- સહાયની ચુકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડી.બી.ટી. માધ્યમથી વિદ્યાર્થીની માતાના બેન્ક ખાતામાં જમા અપશે. વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં તે રકમ વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા અપશે.
- સંબંધિત શાળા વિદ્યાર્થીની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં કરશે.
- પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતિ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
- પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાની ચકાસણીને અંતે જૂન માસમાં સહાયની રકમ જમા અપાશે અન્યથા મોડામાં મોડા જુલાઇ માસમાં જુન, જુલાઇની સહાયની રકમ એક સાથે બેન્કમાં જમા અપાશે.
- બાકીની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધી બેન્ક ખાતામાં જમા અપાશે.
- જે વિદ્યાર્થીની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ ૮૦ ટકા જળવાતી નહીં હોય તેવા વિદ્યાર્થીને સહાય બંધ કરવામાં આવશે.
Apply Online For Namo Sarasvati Yojana Gujarat 2024
આ યોજનાનું અમલીકરણ નિયામકશ્રી શાળાઓ દ્વારા કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ વિદ્ર્થીઓની નોંધણી શાળા દ્વારા કરવાની રહે છે.
નમો સરસ્વતિ યોજનાનો લાભ કેટલા લાભાર્થીને મળશે ?
આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ર થી પ લાખ થવાની ધારણા છે.
આ યોજનાનો અમલ ક્યારથી થશે ?
સરકારશ્રીએ વર્ષ 2024-25 ના બજેટમાં જાહેરાત કરેલ છે.
આ યોજનાનો ખર્ચ કેટલો થશે ?
વર્ષ 2024-25 માં આ યોજનાનો ખર્ચ રૂ. 250 કરોડ અંદાજવામાંં આવેલ છે.
કયા ધોરણના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ?
આ યોજનાનો લાભ ધોરણ 11 અને 12 ની વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર થશેે.
કુલ કેટલી રકમની સહાય મળશે ?
ધોરણ 11 થી 12 દરમ્યાન કુલ રૂ. 25000/- ની સહાય મળશે.
ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા કઇ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાભ મળશે ?
સરકારી, બિન સરકારી, અનુદાનિત કે કોઇપણ સ્કૂલમાં અભ્યાસ કરતાં અને ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં પ૦ ટકા કે તેથી વધુ ટકા મેળવનાર અને ધોરણ-૧૧ માં વિજ્ઞાન પ્રવાહનમાં પ્રવેશ મેળવનારને આ સ્કોલરશીપનો લાભ મળશે.
આ યોજનાનો લાભ કુમાર કે કન્યાને મળશે ?
કુમાર તથા કન્યા બન્નેને આ યોજનાનો લાભ મળશે.