Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

GUJCET EXAM 2024 | ગુુુુુજકેટ પરીક્ષા ર૦ર૪

GUJCET EXAM 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 31-03-2024 ના રોજ ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં રાજ્યમાંથી ૧,૩૭,૭૯૯ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા માટે નોંધાયેલ છે.

GUJCET EXAM માટે Gseb દ્વારા ગુજકેેટ પરીક્ષા ર૦ર૪ નો એકશન પ્લાન જાહેર કરાયેલ છે. આ પરીક્ષા કુલ ૩૪ ઝોનમાં અને ૩૪ પરીક્ષા કેન્દ્રોમાં લેવાનાર છે.

આ પરીક્ષા ધોરણ-૧ર સાયન્સ બાદ ડિગ્રી એન્જિનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) લેવામાં આવે છે.

GUJCET EXAM 2024 Hall Ticket | Admission Card

  • ગુજકેટ માટે ફોર્મ ભરતી વખતે નોંધાવેલ Mobile no. અથવા Email Id ટાઇપ કરો.
  • ત્યારબાદ જન્મ તારીખ અથવા GUJCET Application Form no. ટાઇપ કરો.
  • Captcha Code ટાઇપ કરો.
  • Admission Card (Hall Ticket) મેળવવા માટે “Search Hall Ticket” બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ હોલ ટીકીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવી.
હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેClick Here
હોલ ટિકિટ ડાઉનલોડ કરવામાં કોઇ તકલીફ અનુભવાય તો હેલ્પ લાઇન નંબર પર સંપર્ક સાધવો.8401292014
8485992014

GUJCET 2024 Provisional Answer Key

તા.૩૧-૩-ર૪ ના રોજ લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ર૦ર૪ ના ગણિત (૦પ૦), ભૌત્તિક વિજ્ઞાન (૦પ૪), રસયાણ વિજ્ઞાન (૦પર), જીવવિજ્ઞાન (૦પ૬) ના પ્રશ્નપત્ર સેટની પ્રોવિઝનલ આન્સ કી બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.

પ્રોવિઝનલ આન્સ કી અંગે કોઇ ઉમેદવારને રજૂઆત હોય તો નિયત નમૂનાની અરજીમાં વિષયવાર, માધ્યમવાર, પ્રશ્નદીઠ અલગ અલગ ફોર્મ ભરી ઇ-મેઇલ દ્વારા તા.૬-૪-ર૪ ને શનિવારના રોજ સાંજે ૧૮.૦૦ કલાક સુધી જરૂરી આધારો સાથે મોકલી આપવા બોર્ડે જણાવેલ છે.

પ્રશ્નદીઠ નિયત થયેલ ફી રૂ. પ૦૦/- SBI BANK માં ચલણથી ભરવાની રહેશે, જેની નકલ ઇ-મેઇલમાં રજૂઆત સાથે મોકલવાની છે.

પ્રોવિઝનલ આન્સર કી જોવા માટેClick Here
અખબારી યાદી, રજૂઆત કરવા માટેનું નિયત ફોર્મ, ચલણ ડાઉનલોડ કરવા માટેClick Here
E-mail IDgujcetkey@gmail.com

GUJCET 2024 Final Answer Key

બોર્ડ કામચલાઉ આન્સર કી અંગે ઉમેદવારો તરફથી મળેલ રજૂઆતોની ચકાસણી કરાવ્યા બાદ રસાયણ વિજ્ઞાનના પ્રશ્નના જવાબમાં સુધારો કરવામાં આવેેલ છે. ગણિત, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની આન્સર કીમાં ફેરફાર થયેલ નથી તેથી પ્રોવિઝનલ આન્સર કી જ ગુજકેટ – ર૦ર૪ ની આખરી આન્સર કી જાહેર કરેલ છે.

અખબારી યાદી તથા ફાઇનલ આન્સર કી જોવાClick Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment