📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Gujarat Agriculture University Junior Clerk Recruitment 2025 | ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની બમ્પર ભરતી: 266 જગ્યાઓ માટેની જાહેરાત

નમસ્કાર મિત્રો,

GSAU Bharati 2025 ગુજરાત રાજ્યની ચાર પ્રતિષ્ઠિત કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંયુક્ત રીતે જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ના પદ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 1/2025 હેઠળ, આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં કુલ 266 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

GSAU Recruitment 2025 આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ તારીખ 15 જુલાઈ, 2025 થી શરૂ થશે અને અરજી કરવાની અંતિમ તારીખ 11 ઓગસ્ટ, 2025 છે. પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ. 26,000/- મળશે અને ત્યારબાદ નિયમિત પગાર ધોરણ (પે લેવલ-2: રૂ. 19900-63200) મુજબ નિમણૂંક આપવામાં આવશે.

GSAU Bharati 2025 Detailed Information

ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

આ ભરતી હેઠળ ચારેય યુનિવર્સિટીઓમાં નીચે મુજબ જગ્યાઓ ફાળવવામાં આવી છે:

કૃષિ યુનિવર્સિટીનું નામકુલ જગ્યાઓબિન અનામતEWSSEBCSCST
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ393709190311
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ441704100308
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી321403090303
સરદારકૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી783008190714
કુલ2479824571636

(નોંધ: કુલ 266 જગ્યાઓમાંથી દિવ્યાંગજન અને માજી સૈનિક માટેની અનામત જગ્યાઓ નિયમાનુસાર સામેલ છે.)

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 15/07/2025 (સવારે 11:00 કલાકથી)
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 11/08/2025 (રાત્રે 23:59 કલાક સુધી)

શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા

આ પદ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી અનિવાર્ય છે:

  1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થપાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી (Bachelor’s Degree) મેળવેલી હોવી જોઈએ.
  2. કોમ્પ્યુટર જ્ઞાન: ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ.
  3. ભાષાકીય જ્ઞાન: ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી, અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

વય મર્યાદા (તા. 11/08/2025 મુજબ)

  • ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
  • મહત્તમ ઉંમર: 35 વર્ષ

વિવિધ કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમોનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે, જેની મહત્તમ મર્યાદા ૪૫ વર્ષ રહેશે.

અરજી ફી

કેટેગરીઅરજી ફી (રૂ.)
બિન અનામત (પુરુષ/મહિલા)રૂ. 1000/-
અનામત વર્ગ (EWS/SC/ST/SEBC)રૂ. 250/-
દિવ્યાંગજન ઉમેદવારોરૂ. 250/-
માજી સૈનિક ઉમેદવારોશૂન્ય

નોંધ: ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે અને બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ અલગથી લાગુ પડશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી બે તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે:

તબક્કો-૧: પ્રાથમિક પરીક્ષા (OMR/CBRT)

આ પરીક્ષા ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે. તેના ગુણ આખરી પસંદગીમાં ગણવામાં આવશે નહીં.

SyllabusMarks
Reasoning40 Marks
Quantitive aptitude30 Marks
English15 Marks
Gujarati15 Marks
Total100 Marks
  • કુલ ગુણ: 100
  • કુલ પ્રશ્નો: 100
  • સમય: 60 મિનિટ
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ અથવા એકથી વધુ વિકલ્પ પસંદ કરવા બદલ 0.25 ગુણ કાપવામાં આવશે.

તબક્કો-૨: મુખ્ય પરીક્ષા (OMR/CBRT)

પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

SyllabusMarks
Gujarati20 Marks
English20 Marks
Poity/Public Administration/RTI/CPS/PCA30 Marks
History/Geography, Culture Herritage30 Marks
Economics, Environment, Science & Tech.30 Marks
Current Affairs and Current Affairs with reasoning30 Marks
Reasoning40 Marks
Total200 Marks
  • કુલ ગુણ: 200
  • કુલ પ્રશ્નો: 200
  • સમય: 120 મિનિટ
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ કે એકથી વધુ વિકલ્પ બદલ 0.25 ગુણ કાપવામાં આવશે.

અરજી કઈ રીતે કરશો?

  1. ઉમેદવારોએ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની અધિકૃત વેબસાઈટ www.aau.in, www.jau.in, www.nau.in અથવા www.sdau.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  2. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ જાહેરાત અને “USER MANUAL” ધ્યાનપૂર્વક વાંચી લેવા વિનંતી છે.
  3. ફોર્મમાં તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવી અને જરૂરી દસ્તાવેજોની વિગતો તૈયાર રાખવી.
  4. ઓનલાઈન ફી ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી.

આ ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ અપડેટ્સ અને સૂચનાઓ યુનિવર્સિટીઓની વેબસાઈટ પર મૂકવામાં આવશે, તેથી ઉમેદવારોને નિયમિતપણે વેબસાઈટ જોતા રહેવા સલાહ આપવામાં આવે છે.

GSAU Recruitment 2025 Important Links

Official WebsitesClick Here
Online Apply & Detailed Advertisement
State Agriculture University of Gujarat
Click Here
Help Desk Number8595904407
Help Desk E-mail IDsupport@registernow.in
aid.exams@gmail.com

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

જુનિયર ક્લાર્ક ભરતી ૨૦૨૫ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ, 2025 (રાત્રે 23:59 સુધી) છે.

આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે?

ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની કુલ 266 ખાલી જગ્યાઓ છે.

આ પદ માટે શૈક્ષણિક લાયકાત શું જરૂરી છે?

ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી (કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન) હોવી આવશ્યક છે.

અરજી ફી કેટલી છે?

બિન અનામત વર્ગના ઉમેદવારો માટે રૂ. 1000/- અને અનામત વર્ગ (EWS, SC, ST, SEBC) અને દિવ્યાંગજન ઉમેદવારો માટે રૂ. 250/- અરજી ફી રાખવામાં આવી છે. માજી સૈનિકો માટે કોઈ ફી નથી.

ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે?

પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં યોજાશે: (1) પ્રાથમિક કસોટી (સ્ક્રીનીંગ ટેસ્ટ) અને (2) મુખ્ય લેખિત કસોટી. બંને પરીક્ષાઓ MCQ-આધારિત (OMR/CBRT) રહેશે.

આ ભરતી માટે વય મર્યાદા શું છે?

તા. 11 ઓગસ્ટ, 2025ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *