નમસ્કાર મિત્રો,
ભારત સરકારની કેન્દ્ર પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રો માટે મોટી ભરતીની જાહેરાત કરી છે. વર્ષ 2025-26 માટે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર (હેલ્પર) ના માનદ સેવા આધારિત પદો માટે 9000 થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતી અને લાયક મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
આ ભરતી પ્રક્રિયા રાજ્યના લગભગ તમામ જિલ્લાઓની જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રો માટે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણના પાયાને મજબૂત કરવાનો છે.
મહત્વપૂર્ણ તારીખો:
- અરજી શરૂ થવાની તારીખ: 08 ઓગસ્ટ, 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 30 ઓગસ્ટ, 2025 (રાત્રિના 12:00 વાગ્યા સુધી)
રસ ધરાવતા ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં તેમની અરજી ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.
ખાલી જગ્યાઓ અને પદોની વિગતો
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ, કુલ 9895 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
- આંગણવાડી કાર્યકર: આશરે 5590 જગ્યાઓ
- આંગણવાડી તેડાગર: આશરે 4305 જગ્યાઓ
આ જગ્યાઓ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ફેલાયેલી છે. ઉમેદવારોએ અરજી કરતી વખતે પોતાના રહેઠાણના વિસ્તાર (ગામ/વોર્ડ) સંબંધિત કેન્દ્ર માટે જ અરજી કરવાની રહેશે.
District-Wise Anganwadi Worker & Anganwadi Helper Vacancies
District | Anganwadi Worker Posts | Anganwadi Helper Posts |
---|---|---|
Surat Urban | 52 | 92 |
Ahmedabad Urban | 217 | 351 |
Vadodara | 97 | 144 |
Gir Somnath | 86 | 91 |
Dang | 32 | 27 |
Porbandar | 44 | 65 |
Tapi | 89 | 89 |
Anand | 179 | 215 |
Bhavnagar | 135 | 196 |
Junagadh | 90 | 124 |
Mahisagar | 63 | 81 |
Gandhinagar Urban | 11 | 22 |
Valsad | 159 | 158 |
Navsari | 125 | 117 |
Surat | 134 | 127 |
Morbi | 101 | 182 |
Junagadh Urban | 29 | 26 |
Kheda | 136 | 160 |
Gandhinagar | 73 | 82 |
Devbhumi Dwarka | 74 | 135 |
Amreli | 149 | 185 |
Ahmedabad | 148 | 172 |
Kutch | 245 | 374 |
Bhavnagar Urban | 37 | 46 |
Narmada | 81 | 73 |
Mehsana | 186 | 207 |
Banaskantha | 168 | 379 |
Vadodara Urban | 40 | 64 |
Panchmahal | 92 | 106 |
Dahod | 157 | 179 |
Botad | 54 | 64 |
Sabarkantha | 137 | 142 |
Patan | 130 | 166 |
Surendranagar | 126 | 172 |
Aravalli | 83 | 111 |
Jamnagar Urban | 44 | 41 |
Rajkot | 114 | 191 |
Bharuch | 81 | 120 |
Chhota Udepur | 80 | 112 |
Jamnagar | 84 | 141 |
Rajkot Urban | 36 | 48 |
Total | 4305 | 5590 |
જિલ્લા મુજબની ખાલી જગ્યાઓ માટે ઑફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
લાયકાત અને પાત્રતાના માપદંડ
અરજી કરનાર મહિલા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત અને અન્ય માપદંડો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે:
શૈક્ષણિક લાયકાત:
- આંગણવાડી કાર્યકર માટે: ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અથવા ધોરણ 10 પાસ કર્યા પછી AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
- આંગણવાડી તેડાગર માટે: ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા:
- અરજી કરવાની છેલ્લી તારીખ (30 ઓગસ્ટ, 2025) ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- જોકે, જે તેડાગર પહેલાથી જ આંગણવાડીમાં સેવા આપી રહી છે અને કાર્યકરના પદ માટે અરજી કરે છે, તેમના માટે મહત્તમ વય મર્યાદા 43 વર્ષ છે.
સ્થાનિક રહેઠાણ:
- ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્રના મહેસૂલી ગામ અથવા વોર્ડ વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી ફરજિયાત છે. આ માટે મામલતદાર દ્વારા ઇશ્યૂ કરાયેલ જન સેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર માન્ય ગણાશે.
માનદ વેતન:
- આંગણવાડી કાર્યકર: ₹10,000/- પ્રતિ માસ
- આંગણવાડી તેડાગર: ₹ 5500/- પ્રતિ માસ
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે શૈક્ષણિક લાયકાતના મેરિટના આધારે કરવામાં આવશે. ધોરણ ૧૦ અને ૧૨ માં મેળવેલા ગુણના ભારાંકના આધારે જિલ્લાવાર અને કેન્દ્રવાર મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. જો કોઈ તેડાગર જે તે આંગણવાડી કેન્દ્રમાં પહેલેથી જ કાર્યરત હોય અને કાર્યકરના પદ માટે અરજી કરે છે, તો તેમને નિયમો મુજબ અગ્રતા આપવામાં આવશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
લાયક ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરવા:
- સૌ પ્રથમ, સત્તાવાર ભરતી પોર્ટલ https://e-hrms.gujarat.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર ‘Recruitment’ ટેબ પર ક્લિક કરો.
- ‘Anganwadi Worker & Tedagar Recruitment 2025’ ની જાહેરાત પસંદ કરી ‘Apply’ બટન પર ક્લિક કરો.
- તમારો જિલ્લો, તાલુકો અને સંબંધિત ગામ/વોર્ડ પસંદ કરો જ્યાં તમે અરજી કરવા માંગો છો.
- અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત અને શૈક્ષણણિક વિગતો કાળજીપૂર્વક ભરો.
- જરૂરી દસ્તાવેજો જેવા કે માર્કશીટ, રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/રેશન કાર્ડ), જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો) વગેરેની સ્કેન કરેલી નકલો (PDF ફોર્મેટમાં, મહત્તમ ૨ MB) અપલોડ કરો.
- અરજી સબમિટ કરતા પહેલા બધી વિગતો ફરી એકવાર ચકાસી લો.
- અરજી કન્ફર્મ કર્યા પછી, એપ્લિકેશન નંબર જનરેટ થશે, જે ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખવો.
અરજી ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. જો અરજીમાં કોઈ પણ પ્રકારની ભૂલભરેલી કે અસ્પષ્ટ માહિતી આપવામાં આવશે, તો અરજી રદ થવાને પાત્ર રહેશે.
વધુ માહિતી માટે, ઉમેદવારો પોતાના સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી (ICDS) ની કચેરીનો સંપર્ક કરી શકે છે.
વિગતવાર જાહેરાત e-hrms.gujarat.gov.in/Advertisement/Index પર PDF ફોર્મેટમાં જોવા અને ડાઉનલોડ કરવા મળશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
આંગણવાડી ભરતી 2025-26 માટે કોણ અરજી કરી શકે છે?
ફક્ત મહિલા ઉમેદવારો જેઓ નિર્ધારિત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને સ્થાનિક રહેઠાણના માપદંડોને પૂર્ણ કરે છે, તેઓ અરજી કરી શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ, 2025 છે.
શું અરજી કરવા માટે કોઈ ફી છે?
ના, આ ભરતી માટે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી.
પસંદગી કેવી રીતે થશે?
પસંદગી ફક્ત શૈક્ષણિક લાયકાતના આધારે તૈયાર થયેલ મેરિટ લિસ્ટ મુજબ થશે. કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નથી.
મારે ક્યાં અરજી કરવાની રહેશે?
ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
શું હું એકથી વધુ કેન્દ્રો માટે અરજી કરી શકું?
ના, ઉમેદવારે પોતાના સ્થાનિક રહેઠાણ વિસ્તારમાં આવતા આંગણવાડી કેન્દ્ર માટે જ અરજી કરવાની રહેશે.
જરૂરી દસ્તાવેજો કયા છે?
ધોરણ 10/12/ડિપ્લોમાની માર્કશીટ, રહેઠાણનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, અને જો જરૂરી હોય તો અન્ય સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.