
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કાયદા સલાહકારની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ કરાર આધારિત નિમણૂક ભ્રષ્ટાચાર નાબૂદીના અભિયાનને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
ગુજરાત રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા કાયદા સલાહકારની કરાર આધારિત નિમણૂક માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર નાબૂદીના અભિયાનને વધુ અસરકારક બનાવવાનો છે. કુલ 5 જગ્યાઓ માટે અનુભવી અને યોગ્ય કાયદા સ્નાતકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જ્યારે રેવન્યુ સલાહકારની કુલ 1 જગ્યા બ્યુરોની વડી કચેરી, અમદાવાદ માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે.
પદની ઝલક
- પદનું નામ: કાયદા સલાહકાર (Legal Advisor)
- કુલ જગ્યાઓ: 05
- માસિક વેતન: ₹ 60,000/- (એકત્રિત)
- નિમણૂકનું સંભવિત સ્થળ:
- મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ-1 મુખ્ય મથકની કચેરી – 1 જગ્યા
- મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમની કચેરી – 1 જગ્યા
- મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમની કચેરી, ભૂજ – 1 જગ્યા
- મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ-1ની કચેરી, 1 જગ્યા
- મદદનીશ નિયામક, એ.સી.બી., જુનાગઢ એકમ-1 ની કચેરી, 1 જગ્યા.
- પદનું નામ : રેવન્યુ સલાહકાર
- કુલ જગ્યાઓ : 01
- માસિક વેતન ₹ 60,000/- (એકત્રિત)
- નિમણૂકનું સ્થળ : બ્યૂૂૂરો વડીકચેરી, અમદાવાદ
લાયકાત અને પાત્રતાના માપદંડ
આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે મુજબની લાયકાત અને પાત્રતા ધરાવતા હોવા જોઈએ:
- શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા સ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ.
- અનુભવ:
- કાયદા ક્ષેત્રે વકીલ તરીકે 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
- નિવૃત્ત ન્યાયાધીશ, નિવૃત્ત/જૂના પબ્લિક પ્રોસીક્યુટરો, અથવા એ.સી.બી.ના કેસોનો અનુભવ ધરાવતા વકીલો અરજી કરી શકશે.
- સેશન્સ કોર્ટમાં કેસો ચલાવેલા હોવા જોઈએ. ખાસ કરીને એ.સી.બી.ના કેસો ચલાવેલ હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે.
- જે કેસોમાં ચુકાદો આવેલ હોય તેની નકલ અરજી સાથે જોડવી ફરજિયાત છે. નકલ રજૂ ન કરનારની અરજી ધ્યાને લેવાશે નહીં.
- ઉંમર મર્યાદા: 45 થી 62 વર્ષ
- અન્ય આવશ્યકતાઓ:
- ગુનાને લગતા કાયદાનું જ્ઞાન અને અનુભવ.
- લાંચના કેસોનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
- કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન.
- નિમણૂકની સ્થળે ઉમેદવારનું રહેઠાણ હોવું જરૂરી છે.
- અંગ્રેજીનું જ્ઞાન.
- જો નિવૃત્ત અધિકારી/કર્મચારી હોય તો તેમની વિરુદ્ધ કોઈ ખાતાકીય કાર્યવાહી થયેલ ન હોવી જોઈએ.
- ઉમેદવાર વિરુદ્ધ કોઈ ગુન્હો દાખલ થયેલ ન હોવો જોઈએ.
- વ્યવસાયીક કાયદાકીય સંસ્થાઓનું સભ્ય પદ હોવું જરૂરી છે અને તેનો આધાર રજૂ કરવો.
- રેવન્યૂ સલાહકાર :
- શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની પદવી.
- નિવૃત્ત સરકારી અધિકારી પણ અરજી કરી શકે છે.
- અનુભવ : જમીન /મહેસૂલ તથા રેવન્યુ વિભાગને સંબંધિત કામગીરીનો 10 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇશે.
- મહેસૂલી સત્તાઓ અને જવાબદારીઓનું જ્ઞાન / જંત્રી તથા આકારણી અંગે જમીન મહેસૂલી કાયદાઓનો અનુભવ.
- સરકારશ્રીની ખાનગી / સરકારી જમીનો અંગે વખતોવખતની જમીનની મહેસૂલી અને જમીન વ્યવસ્થાપનની નીતિ અંગેનો ક્ષેત્રિય અભ્યાસ / અનુભવીને પસંદગીમાં ટોચઅગ્રતા અપાશે.
- ઉંમર મર્યાદા: 45 થી 62 વર્ષ
- Revenue Advisor Job Chart
- લાંચ રુશ્વતને લગતી તથા અપ્રમાણસર મિલ્કતોની બ્યૂરો ખાતે આવતી અરજીઓમાં જમીન / મહેસૂલને લગતી બાબતોમાં નિયમોનું પાલન થયેલ છે કે કેમ, નિયમોનો યોગ્ય રીતે સંપૂર્ણ અમલ કરેલ છે કે કેમ, નિયમનું આંશિક કે સંપૂર્ણ પાલન થયેલ ન હોય તેવા કિસ્સાઓમાં ખામી શોધી કાઢવા તેમજ આક્ષેપિત વિરુદ્ધમાં પુરાવા મેળવવા, તપાસની કામગીરીમાં ક્ષતિ ન રહે તે મુજબ માર્ગદર્શન પુરૂં પાડવાની કામગીરી.
- ભ્રષ્ટાચાર અને લાંચની બદી ડામવા માટે લાંચ આપનાર અને લેનાર બન્ને પક્ષે મેળાપીપણાથી થતા અને ભ્રષ્ટાચારમાંથી બનતી આવકના પ્રમાણમાં અસમાન સંપત્તિના કેસો શોધી અને અટકાવવા માટે તથા ભ્રષ્ટાચાર નાબુદી અભિયાનની અસરકારકતા માટે અપ્રમાણસર મિલકતોના કેસોમાં મિલકતના સાચા વેલ્યુએશન તથા તપાસના કામે સલાહ આપવા બ્યૂરો અને જિલ્લાની કચેરીની અસરકારક કામગીરી Preventing Action Unit માટે કામગીરી કરવાની રહેશે.
- Revenue Advisor Head Quarter
- રેવન્યુ એડવાઇઝરની જગ્યાનું હેડ કવાર્ટર / કાર્ય સ્થળ અમદાવાદ રહેશે. નિયામકશ્રી બ્યૂરોના તાબા હેઠળના કોઇપણ સ્થળે કામ લેવા સક્ષમ સત્તાધિકારી છે.
અરજી પ્રક્રિયા
યોગ્યતા ધરાવતા ઉમેદવારો નિયત નમૂનામાં અરજી કરીને મોકલી શકે છે.
- અરજી મોકલવાનું સરનામું: મદદનીશ નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, કચેરી, બંગલા નં. 17, દફનાળા, શાહીબાગ, અમદાવાદ
- અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: 08/08/2025 (8 ઓગસ્ટ, 2025)
- મહત્વપૂર્ણ નોંધ: અરજી સાથે ઉપર જણાવેલ વિગતોના જરૂરી આધારભૂત દસ્તાવેજો અને તમે લડેલા કેસમાં તમારી તરફેણમાં આવેલ ચુકાદાના એક જજમેન્ટની નકલ ફરજીયાત બિડાણ કરવી.
કરારની શરતો અને ફરજો
આ નિમણૂક 11 માસના કરાર આધારિત રહેશે, જે પરફોર્મન્સના આધારે રિન્યુ થઈ શકે છે.
- વેતન: નિયત માસિક રકમ એકત્રિત રકમ તરીકે મળશે. અન્ય કોઈ ભથ્થાં (મોંઘવારી ભથ્થું, ઘરભાડું, ટી.એ., ડી.એ., વગેરે) મળવાપાત્ર થશે નહીં.
- જવાબદારીઓ: કાયદા સલાહકારે ACB કચેરીના તમામ શાખાઓના નીચલી, વડી અદાલત અને સુપ્રિમ કોર્ટ સમક્ષ ચાલતા કેસોની કામગીરી સંભાળવાની રહેશે.
- સરકારી વકીલો સાથે સંકલન સાધવું.
- કેસ સંબંધિત પેરાવાઈઝ રિમાર્ક્સ અને સોગંદનામા તૈયાર કરવા.
- કેસની મુદત/સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવું.
- કેસોમાં Conviction Rate વધારવા માટે કાર્યપદ્ધતિ સુધારવી.
- કેસોની ઝડપી સુનાવણી સુનિશ્ચિત કરવી અને આક્ષેપિત કર્મચારીઓ કેસને લંબાવે નહીં તે જોવું.
- જરૂર પડ્યે ઓફિસ સમય ઉપરાંત અને જાહેર રજાના દિવસે પણ કામગીરી બજાવવી પડશે.
- બોન્ડ: નિમણૂક પામનાર ઉમેદવારે માસિક એકત્રિત વેતનની ત્રણ ગણી રકમનું બોન્ડ આપવાનું રહેશે.
- નોકરીની સુરક્ષા: આ નિમણૂકથી સરકારી મહેકમ ઉપર સમાવિષ્ટ થવાનો કોઈ હકક પ્રાપ્ત થશે નહીં.
વધુ માહિતી માટે, ઉમેદવારો એ.સી.બી.ની સત્તાવાર વેબસાઇટ www.acb.gujarat.gov.in ની મુલાકાત લઈ શકે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
કાયદા સલાહકારની પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 08/08/2025 (8 ઓગસ્ટ, 2025) છે.
કાયદા સલાહકારનો માસિક પગાર કેટલો છે?
કાયદા સલાહકારને માસિક ₹ 60,000/- (એકત્રિત) વેતન મળશે.
આ ભરતીમાં કોણ અરજી કરી શકે છે?
કાયદા સ્નાતક, નિવૃત્ત ન્યાયાધીશો, નિવૃત્ત/જૂના પબ્લિક પ્રોસીક્યુટરો, અને એ.સી.બી.ના કેસોનો અનુભવ ધરાવતા વકીલો અરજી કરી શકે છે, જેમની ઉંમર 45 થી 62 વર્ષની હોય અને 7 વર્ષનો વકીલાતનો અનુભવ હોય.
અરજી કેવી રીતે કરવી?
ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરીને જરૂરી દસ્તાવેજો અને તમે લડેલા કેસોના ચુકાદાની નકલ સાથે પોસ્ટ દ્વારા ઉપરોક્ત સરનામે મોકલવાની રહેશે.
શું આ પદ પર કામ કરતા ઉમેદવારને કોઈ અન્ય ભથ્થાં મળશે?
ના, આ પદ પર કરાર આધારિત એકત્રિત વેતન સિવાય અન્ય કોઈ ભથ્થાં મળવાપાત્ર થશે નહીં.
નિમણૂૂક બાદ હેડકવાર્ટર બાબતે શું જોગવાઇ છે ?
નિમણૂંકના સ્થળે હેેેેેેડકવાર્ટર રાખવાનું છે.
સંપર્ક:
ટેલિફોન નંબર: 079-22869228, 22860343, 22860341
આશા છે કે આ માહિતી તમને ગુજરાત ACB માં કાયદા સલાહકાર અને રેવન્યૂ સલાહકારની ભરતી વિશે સંપૂર્ણ જાણકારી પૂરી પાડશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને સમયસર અરજી કરવા વિનંતી છે.