GSLCS Recruitment 2024 ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર વન વિભાગ દ્વારા તા.17-12-2024 ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપી સોસાયટી ખાતેની લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર, એનિમલ કિપર, સર્વે આસીસ્ટન્ટ, ઓફીસ આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને ટુરીઝમ આસીસ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવીને લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
GSLCS Bharati 2024 ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર વન વિભાગની ભરતીના આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
GSLCS Recruitment 2024 Vacancy 2024 Overview :
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી, પોરબંદર |
જાહેરાત ક્રમાંક | માહિતી/પોર/જાxb/257/2024 Dt. 17/12/24 |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 17/12/2024 |
જગ્યાનું નામ | જુુુદી જુદી 6 જગ્યાઓ |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
પસંદગીની પ્રક્રિયા | રૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Interview) |
અરજી ફી | નિ:શુલ્ક |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23-12-2024 |
અરજી કરવા માટે લંબાવેલી છેલ્લી તારીખ | 31-12-2024 |
કોમ્પ્યુટર ટેસ્ટ તારીખ | 27/12/2024 |
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ | 30/12/2024 |
GSLCS Recruitment 2024 Job Details :
Post :
જગ્યાનું નામ | સંંખ્યા | જગ્યાનું નામ | સંંખ્યા |
લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર | 1 | ઓફીસ આસીસ્ટન્ટ | 1 |
એનિમલ કિપર | 1 | ડેટા એન્ટ્રી ઓપરેટર સેન્ટર ફોર બરડા જંગલ સફારી | 1 |
સર્વે આસીસ્ટન્ટ | 1 | ટુરીઝમ આસીસ્ટન્ટ સેન્ટર ફોર બરડા જંગલ સફારી | 1 |
Educational Qualification Experience etc.
Post : લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર
Educational Qualification : એનીમલ હસબન્ડરીમાં ડિપ્લોમા અથવા વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરીમાં ડીગ્રી.
Experience : એનીમલ સારવાર અંગેના અનુભવીને અગ્રતા.
Salary | રૂ. 22,000/- મહેનતાણું મળશે.
જગ્યાની મુદત : 11 માસના કરાર આધારીત
Age Limit : ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં.
Post : એનિમલ કીપર
Educational Qualification :
- ધોરણ 10 પાસ
Experience : વન્ય પ્રાણી પકડવા અને છોડવા તથા સારવાર અંગેના અનુભવીને અગ્રતા.
Salary | રૂ. 15,000/- મહેનતાણું મળશે.
જગ્યાની મુદત : 11 માસના કરાર આધારીત
Age Limit : ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં.
Post : સર્વે આસીસ્ટન્ટ
Educational Qualification :
- સિવિલ ડિપ્લોમા અથવા આઇ.ટી.આઇ.નો સર્વેયરનો કોર્ષ
- Experience : Autocad ની કામગીરી, સર્વેને લગતી ફિલ્ડ કામગીરી, ડીમાંકેશન તેમજ ગુજરાતી અને અંગ્રેજી ટાઇપીંગ
Salary | રૂ. 15,000/- મહેનતાણું મળશે.
જગ્યાની મુદત : 11 માસના કરાર આધારીત
Age Limit : ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં.
Post : ઓફિસ આસીસ્ટન્ટ
Educational Qualification :
- માન્ય યુનિવર્સિટીની સ્નાતકની ડીગ્રી.
- CCC અથવા PGDCA અથવા DCS કોમ્પ્યુટર પરીક્ષા પાસ.
- Experience : ગુજરાતી અને અંગ્રેજી શ્રુતિ ફોન્ટમાં ટાઇપીંગ અને ઇન્ટરનેટના જાણકાર
Salary | આઉટસોર્સ એજન્સી મારફત ભરતી હોઇ, કુલ પગારમાંથી પી.એફ. કપાત થશે.
Post : ડેટા એન્ટ્રી ઓપરેટર ફોર રીસેપ્શન સેન્ટર ફોર બરડા જંગલ સફારી
Educational Qualification :
- માન્ય યુનિવર્સિટીની સ્નાતકની ડીગ્રી.
- CCC અથવા PGDCA અથવા DCS કોમ્પ્યુટર પરીક્ષા પાસ.
- Experience : ગુજરાતી અને અંગ્રેજી શ્રુતિ ફોન્ટમાં ટાઇપીંગ અને ઇન્ટરનેટના જાણકાર
Salary | આઉટસોર્સ એજન્સી મારફત ભરતી હોઇ, કુલ પગારમાંથી પી.એફ. કપાત થશે.
Post : ટુરીઝમ આસીસ્ટન્ટ એટ રીસેપ્શન સેન્ટર ફોર બરડા જંગલ સફારી
Educational Qualification :
- માન્ય યુનિવર્સિટીની સ્નાતકની ડીગ્રી.
- CCC અથવા PGDCA અથવા DCS કોમ્પ્યુટર પરીક્ષા પાસ.
- Salary | આઉટસોર્સ એજન્સી મારફત ભરતી હોઇ, કુલ પગારમાંથી પી.એફ. કપાત થશે.
GSLCS Recruitment 2024 Online Apply :
ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટીની આ ભરતી માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ પ્રથમ https://qr-codes.io/gdEKFD લીન્ક / QR Code Scan કરી અરજીપત્રક ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ કરેલ અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. તેમાં જરૂરી વિગતો ચોકસાઇ પૂર્વક ભરી નાયબ વન સંરક્ષકશ્રીને તમામ સાધનિક દસ્તાવેજો સાથે મોકલવાનું રહેશે.
- પ્રથમ https://qr-codes.io/gdEKFD જવાનું રહેશે.
- ખુલેલ વિન્ડોમાં Create a QR Code પર ક્લિક કરવાનું રહેશે.
- ખુલેલ વિન્ડોમાં To enable tracking, create a Dynamic QR Code સ્કેન કરવાનો રહેશે.
- ત્યારબાદ Download બટન પર ક્લિક કરવાથી અરજીપત્રક ડાઉનલોડ થઇ જશે.
GSLCS Recruitment 2024 Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :
- QR Code પરથી ડાઉનલોડ કરેલી સંપૂર્ણ વિગતવાળી અરજી.
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
- ધોરણ 10 અને 12 ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- આધારકાર્ડની નકલ
- તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ સાથે રજૂ કરવાની રહેશે.
રસ ધરાવતા લાયક ઉમેદવારોએ તેમની બીડાણ સહિતની અરજી નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, પોરબંદર વન વિભાગ, ફોરેસ્ટ કોલોની, ચોપાટી મેદાન પાસે, રામ મંદિરની સામે, પોરબંદર – 360575 ને તા. 23-12-2024 સુધીમાં મોકલવાની છે.
GSLCS Recruitment Computer Test Details :
તમામ જગ્યાઓના વેરીફીકેશન થયા બાદ, નીચે જણાવેલ જગ્યાઓ માટે કોમ્પ્યુટર ટેસ્ટ રાખવામાં આવેલ છે.
જગ્યાનું નામ | કોમ્પ્યુટર ટેસ્ટ તારીખ |
સર્વે આસીસ્ટન્ટ, ઓફીસ આસીસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર, ટુરીઝમ આસીસ્ટન્ટ | 27-12-2024 |
GSLCS Recruitment Walk In Interview Details :
તમામ જગ્યાઓ માટે ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.
સ્થળ | તારીખ |
નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, પોરબંદર વન વિભાગ, ફોરેસ્ટ કોલોની, ચોપાટી મેદાન પાસે, રામ મંદિરની સામે, પોરબંદર 360575 | તા.30-12-2024 |
GSLCS Recruitment 2024 Selection Process
ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટીની આ ભરતીમાં નીચે મુજબ પસંદગી કરવામાં આવનાર છે.
- મળેલ અરજીઓમાંથી લાયક તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે.
- ત્યારબાદ સર્વેયર આસીસ્ટન્ટ, ઓફીસ આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, ટુરીઝમ આસીસ્ટન્ટની જગ્યા માટે કોમ્પ્યુટર ટેસ્ટ યોજવામાં આવશે.
- ત્યારબાદ બધી જ જગ્યાઓના ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવનાર છે. તેમાંથી ઉમેદવારની પસંદગી કરવામાં આવનાર છે.
GSLCS Recruitment 2024 Advertisement out :

આ પણ વાંચો.
4 thoughts on “GSLCS Recruitment 2024 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર વન વિભાગ ભરતી 2024”