gpsc sti call letter 2024 for prelims exam ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય વેેેરા નિરીક્ષક (STI), મનોચિકિત્સક, માઇક્રોબાયોલોજિસ્ટ અને સહાયક મેનેજર સહિત વિવિધ જગ્યાઓ માટે કુલ 450 જગ્યાઓ પર ભરતી કરનાર છે. રાજ્ય વેરા નિરીક્ષક (STI) ની પરીક્ષાની તારીખ 22-12-2024 જાહેર કરી છે. ગુજરાત STI પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોનું પ્રવેશપત્ર GPSC ની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. પરીક્ષા કેન્દ્ર, પરીક્ષાનો સમય, રિપોર્ટિંગ સમય, પરીક્ષાની સૂચનાઓ અને અન્ય વિગતો જાણવા માટે ઉત્સાહિત ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ લિંક પર જઈને GPSC STI કોલ લેટર 2024 ડાઉનલોડ કરી શકે છે.
gpsc sti Hall Ticket 2024 for prelims exam
પરીક્ષા નજીક આવતા ઉમેદવારો GPSC STI કોલ લેટર પરીક્ષા ખંડમાં બેસવા માટેનો પ્રવેશ પાસ છે. ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગે રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3 ની જગ્યાઓ માટે અરજી ફોર્મ સબમિટ કરનારા તમામ ઉમેદવારોના પ્રવેશ કાર્ડ તૈયાર કર્યા છે. પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ એટલે કે https://gpsc-ojas.gujarat.gov.in પર જોબ, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ દાખલ કરીને પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
GPSC STI Admit Card Date 2024
ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા એડમિટ કાર્ડની લીન્ક જાહેર કરેલ છે. સમાચાર પત્રો અને અન્ય વિગતો તથા આયોગની સત્તાવાર વેબસાઇટમાં જણાવ્યા મુજબ રાજ્ય વેરા નિરીક્ષકની જગ્યા માટે 2 લાખ ઉમેદવારોએ અરજી કરેલ છે, તા. 22-12-2024 ના રોજ STI માટેની Prellims Exams લેવાનું આયોજન કરેલ છે. પરીક્ષાના 5 થી 7 દિવસ પહેલા 12-12-2024 એ કોલલેટર ઇશ્યુ કરવાનું જાહેર કરેલ છે.
gpsc.gujarat.gov.in Call Letter Link 2024
Conducting Board | Gujarat Public Service Commission (GPSC) |
Call Letter Mode | Online |
Admit Card For | GPSC State Tax Inspector Prelims Exam |
Hall Ticket Status | Out Soon |
Exam date | 22 December 2024 |
Total Vacancies | 300 Posts |
Form Submission Last Date | 31 August 2024 |
Selection Process | Written Exam (Pre + Main), Interview, Document Verification |
STI Call Letter Link | gpsc-ojas.gujarat.gov.in |
Official Website | https://gpsc.gujarat.gov.in |
Gujarat State Tax Inspector’s Selection Process
ગુુુુુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા State Tax Inspector ની Preliminary exam તા. 22-12-2024 ના રોજ જાહેર કરી તે અંગેના કોલ લેટર ઇશ્યુ કરેલ છે. જેની ભરતી માટેના ત્રણ તબક્કાઓ છે. જેમાં સૌથી પ્રથમ Preliminary exam આયોજન કરેલ છે, તેમાં સફળ થયેલા ઉમેદવારો Main Exam આપી શકશે અને આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોનું મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તેમાં સફળ થયેલ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવનાર છે.
How to Download GPSC Ojas STI Admit Card 2024
પ્રવેશ કાર્ડ ઉમેદવારોનું પરીક્ષા સ્થળ, તારીખ, સમય અને રોલ નંબર વિશેની જાણકાર ઉમેદવારોને આપે છે. મૂળ ઓળખપત્ર સાથે પ્રવેશ કાર્ડ પરીક્ષા ખંડમાં લઈ જવા માટેનું જરૂરી દસ્તાવેજ છે. પ્રવેશ કાર્ડ વિના ઉમેદવારને પરીક્ષા ખંડમાં બેસવાની મનાઈ કરી શકાય છે.
State Tax Inspector ની Preliminary exam નું એડમીટ કાર્ડ (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરવા માટે નીચેના તબક્કાઓ અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ તમારે GPSC Official Website https://gpsc-ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવાની છે.
- ઓપન થયેલ વિન્ડોમાં તમારે Call Letter/Form પર ક્લિક કરી Preliminary Exam Call Letter પસંદ કરવાનું રહેશે.
- ઓપન થયેલ Print Call Letter વિન્ડોમાં જોબ, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા દાખલ કર્યા બાદ નીચે Print Call Letter પર ક્લિક કરવાથી Admit Card dowbload થઇ જશે.
Preliminary Exam Call Letter Download Click Here
gpsc sti call letter 2024 for Prelims Exam Pattern
રાજ્ય વેરા નિરીક્ષકની જગ્યા માટે પ્રાથમિક કસોટી (Preliminary Test) તા. 22-12-2024 ના રોજ યોજાનાર છે.
પ્રાથમિક કસોટી (Preliminary Exam)
- પ્રાથમિક કસોટી (Preliminary Test) હેતુલક્ષી પ્રકારનું સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર 200 ગુણ અને 2 કલાકના સમય માટેનું રહેશે.
- પ્રાથમિક કસોટી (Preliminary Test) માં ઉમેદવારને કોમ્પ્યુટરાઇઝડ ખાસ પ્રકારની જવાબવહી (O.M.R. Answer Sheet) આપવામાં આવનાર છે. બધા પ્રશ્નો હેતુલક્ષી છે.
- પ્રત્યેક ખોટા જવાબ, એક થી વધુ જવાબના કિસ્સામાં તથા એક પણ વિકલ્પ પસંદ ન કરવાના કિસ્સામાં જે તે જવાબના નિશ્ચિત ગુણના 0.3 ગુણ કુલ મેળવેલ ગુણમાંથી બાદ કરવામાં આવનાર છે.
- દરેક પ્રશ્નના જવાબમાં A, B, C, D કે E એમ પાંચ વિકલ્પ રહેશે. પાંચમા વિકલ્પ E ‘Not Attempted’ તરીકેનો રહેશે. ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા ઇચ્છતા ન હોય તેઓ પાંચમા વિકલ્પ E પસંદ કરી શકશે. તે પ્રશ્નનો ગુણ ‘શૂન્ય ગણાશે, કોઇ નેગેટીવ ગુણ કપાનાર નથી.
- જવાબવહી (O.M.R. Answer Sheet) માં A, B, C, D કે E ના વર્તુળને પુરેપુરુ બ્લુ/કાળી શાહીની બોલપેનથી ડાર્ક કરવાનું રહેશે. બ્લુ/કાળી શાહી સિવાયના કલરની બોલપેનથી જવાબ આપેલ હશે તો તે જવાબવહી તપાસવામાં આવનાર નથી અને આપોઆપ શૂન્ય ગુણ ગણવામાં આવનાર છે. એકવાર ડાર્ક કરેલ જવાબને બદલી શકાશે નહીં.
- એક જ પ્રશ્ન માટે એકથી વધુ વિકલ્પ પસંદ કરેલ હશે તો તેના જવાબ માટે ગુણ અપાનાર નથી.
- ઉમેદવારે જવાબવહીમાં બેઠક નંબર / પ્રશ્ન પુસ્તિકા નંબર કે પ્રશ્ન પુસ્તિકા સિરિઝ ખોટા લખેલ હશે કે કોઇ ક્ષતિ આચરાયેલ હશે તો તેવી જવાબવહી તપાસવામાં આવનાર નથી. આવા પ્રકારની ક્ષતિઓ અંગે જો જવાબવહી તપાસ્યા બાદ પણ ક્ષતિઓ/અપૂર્ણતાઓ ધ્યાને આવશે તો માત્ર આવા કારણસોર પણ ઉમેદવારને અસફળ જાહેર કરાનાર છે.
gpsc sti Prelims Exam Syllabush 2024 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
gpsc sti Prelims Exam 2024 Important Note
- ઉમેદવારે પરીક્ષા ખંડમાં સવારે 10.50 કલાક પહેલાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
- ઉમેદવારે પરીક્ષા આપવા પરીક્ષા ખંડમાં જવા માટે એડમીટ કાર્ડ (પ્રવેશપત્ર) તથા કોઇ એક અસલ ઓળખનો પુરાવો (Photo ID Card) / આધારકાર્ડની નકલ સાથે રાખવી જરૂરી છે.
- જવાબવહી (O.M.R. Answer Sheet) માં A, B, C, D કે E ના વર્તુળને પુરેપુરુ ડાર્ક કરવા માટે બ્લુ અથવા કાળી શાહીની બોલપેન સાથે લઇ જવાની છે.
gpsc sti Prelims Exam 2024 Old Paper
તા. 8-8-2021 ના રોજ યોજાયેલ પ્રિલિમનરી પરીક્ષા પ્રશ્નપત્ર જવાબ સાથે | Click Here |
તા. 7-3-2021 ના રોજ યોજાયેલ પ્રિલિમનરી પરીક્ષા પ્રશ્નપત્ર જવાબ સાથે | Click Here |
તા. 9-6-2019 ના રોજ યોજાયેલ પ્રિલિમનરી પરીક્ષા પ્રશ્નપત્ર જવાબ સાથે | Click Here |
GPSC STI Prillims Exams Provisional Answer Key 2024
GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક STI ની તાજેતરમાં તા.22-12-2024 ના રોજ પ્રારંભિક (Prilliminary Exams) કસોટી યોજાયેલ છે. તેમાં રાજ્ય વેરા નિરીક્ષક, મનોચિકિત્સક, માઇક્રોબાયોલોજીસ્ટ અને આસીસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે પ્રારંભિક કસોટીમાં ૪પ૦ ખાલી જગ્યાઓ માટે ભરતીમાં અરજદારોએ હાજરી આપી પરીક્ષા આપેલ છે. પ્રારંભિક કસોટી બાદ હવે ઉમેદવારો આન્સર કીના પ્રકાશનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
ગુજરાત રાજ્ય વેરા નિરીક્ષક અને અન્ય જગ્યાઓ માટે પ્રારંભિક કસોટીની આન્સર કીની પરીક્ષામાં કરેલ દેખાવનું મૂલ્યાંકન કરવા માટે જરૂરી છે. રાજ્ય સેવા આયોગ દ્વારા સત્તાવાર જવાબો સાથે તેમના જવાબોની તુલના કરવાની અને પરિણામો જાહેર થાય તે પહેલાં તેમના કુલ માર્કસનો અંદાજ મેળવવા માટે મદદરૂપ થાય છે.
GPSC STI Prillims Exams માં સામાન્ય અભ્યાસ પર 200 ગુણના હેતુલક્ષી પસંદગીના પ્રશ્નોની લેવામાં આવેલ છે. આ ર૦૦ ગુણની પરીક્ષા પૂર્ણ કરવા માટે 2 કલાકનો સમયગાળો જીપીએસસી દ્વારા આપેલ છે.
How to download GPSC STI Prillims Exams PAK 2024
- GPSC STI Prillims Exams PAK 28/2024-25
- GPSC ની સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર ‘‘આન્સર કી’’ વિભાગ શોધો અને ડાઉનલોડ કરો.
- અથવા
GPSC STI Prillims Exams Provisional Answer Key 2024 Download (Gpsc Official Website) | Click Here |
ojas.gpsc.gujarat.gov.in પરથી Download | Click Here |
STI Final (Provisional) Answer Key released :
STI Prellims Exams Final Answer Key Release ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની લેવાયેલ પ્રિલિમ્સ એકઝામની ફાઇનલ આન્સર કી જાહેર કરેેલ છે, જે નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.
STI Final (Provisional) Answer Key released. Download Click Here
STI Mains Exams Schedule Declared :
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની મુુુખ્ય (Main) પરીક્ષાનું સંભવિત તારીખોનું કેલેન્ડર જાહેર કરેલ છે તે મુજબ તા. 26-06-2025 થી તા. 29-06-2025 દરમ્યાન મુખ્ય પરીક્ષા યોજાનાર છે, કેલેન્ડર નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.
STI Mains Exams Schedule Download: Click Here