📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Gariyadhar NagarPalika Recruitment 2024

Gariyadhar NagarPalika Recruitment 2024 સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 ગુજરાત હેઠળ મ્યુનિસિપલ એન્જીનીયર અને મેનેજર SWM ની જગ્યા 11 માસના ધોરણે હંગામી કરાર આધારીત ભરવા માટે ચીફ ઓફિસર, ગારીયાધાર નગરપાલિકા, ગારીયાધારે તા. 04-12-2024 ના દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

જો તમે શહેરી વહીવટ અને કચરા વ્યવસ્થાપનમાં એક રોમાંચક તક શોધી રહ્યા છો, તો ગારીયાધાર નગરપાલિકા ભરતી 2024 સિટી મેનેજર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વ્યવસાયિકો માટે પદો ઉત્તમ તક આપે છે. આ પહેલ શહેરી સંચાલન અને કચરા વ્યવસ્થાપન સિસ્ટમોના ક્ષેત્રોમાં મ્યુનિસિપલ સેવાઓને વધારવાના પ્રયાસનો એક ભાગ છે.

Gariyadhar NagarPalika Recruitment 2024 ના આ લેખમાં આપણે Swachh Bharat Mission Urban 2.0 હેઠળની મ્યુનિસિપલ એન્જીનીયર અને સીટી મેનેજર SWM ની જગ્યા માટે ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઓફલાઇન અરજી કોને અને કેટલા દિવસમાં મોકલવી, પગાર, પસંદગીની પ્રક્રિયા અને ભરતીની જગ્યા માટેની જાહેરાતની વિગત જોઇશું.

Gariyadhar NagarPalika Recruitment 2024 Vacancy :

સંસ્થાનું નામગારીયાધાર નગરપાલિકા, ગારીયાધાર, જિ. ભાવનગર
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ04-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧પ
જગ્યાનું નામમ્યુનિસિપલ એન્જીનીયર
સીટી મેનેજર (એસડબલ્યુએમ)
City Manager SWM
જગ્યાની સંખ્યા01 (એક)
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
જગ્યાની મુદત૧૧ માસના કરાર આધારીત
અરજી ફીનિઃશુલ્ક

Gariyadhar NagarPalika Recruitment 2024 Educational Qualification etc. |

પોષ્ટ : મ્યુનિસિપલ એન્જીનીયર

શૈક્ષણિક લાયકાત : સીવીલ એન્જીનીયરીંગના સ્નાતક.

અનુભવ : ડીગ્રી મેળવ્યા બાદ ૧ વર્ષનો અનુભવ.

પગાર ધોરણ : રૂ. 16,500/- (ફિક્સ માસિક)

પોષ્ટ : સીટી મેનેજર SWM

શૈક્ષણિક લાયકાત :

B.E. / B.Tech-Environment
B.E. /B.Tech Civil/
M.E./M.Tech-Environment
M.E./M.Tech Civil.

અનુભવ : ડીગ્રી મેળવ્યા બાદ ૧ વર્ષનો અનુભવ.

પગાર ધોરણ : રૂ. 30,000/- (ફિક્સ માસિક)

Gariyadhar NagarPalika Recruitment 2024 apply online |

ઇચ્છુક ઉમેદવારોએ મ્યુનિસિપલ એન્જીનીયર અને સીટી મેનેજર SWM ની જગ્યા માટે ઓફલાઇન અરજી કરવાની રહે છે. અરજી ચીફ ઓફીસરશ્રી, ગારીયાધાર નગરપાલિકા ગારીયાધારને ઉદ્દેશીને તા.05-01-2025 સુધીમાં અરજી તથા બિડાણમાં જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો અને અન્ય આધાર પુરાવાની સ્વપ્રમાણિત નકલો રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.

ઉમેદવારોએ અરજી ચીફ ઓફીસર, ગારીયાધાર નગરપાલિકા ગારીયાધાર, મીઠાકુવા પાસે, ગારીયાધાર 364505 જિ. ભાવનગરને મોકલવાની રહેશે.

અરજીના કવર પર જગ્યાનું નામ, સરનામું તથા મોબાઇલ નંંબરનો સ્પષ્ટ અચૂૂક ઉલ્લેખ કરવાનો રહેશે.

Gariyadhar NagarPalika Recruitment 2024 Selection Process |

Swachh Bharat Mission Urban 2.0 અંતર્ગત 11 માસના ધોરણે હંગામી કરાર આધારીત Post માટે Interview પધ્ધતિથી પસંદગી કરવામાં આવનાર છે.

આ માત્ર શૈૈૈૈૈૈક્ષણિક જાહેેેેરાત માટેની જાણકારી માટેનો લેખ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંંચવી.

Gariyadhar NagarPalika Recruitment 2024 Notification out 2024 :

Gariyadhar Municipality Gariyadhar Municipalit Recruitment

Gariyadhar Municipality Recruitment 2024

Swachh Bharat Mission Urban 2.0 :

Solid Waste Management

Swachh Bharat Clean Bharat

Clean Tolilet Campaign 2024

Swachh survekshan

BEHAVIOR CHANGE INTERVENTIONS

Swachhata Hi Seva

Swachh Bharat Divas 2nd October 2024

Safai Apnao Bimaari Bhagao

Swachh Tirth Campaign

FAQ

સિટી મેનેજર SWM ની જગ્યા કેટલી મુદત માટે ભરવાની છે ?

હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત.

સિટી મેનેજર SWM ની જગ્યા માટે ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની છે?

ઓફલાઇન અરજી કરવાની છે.

સિટી મેનેજર SWM ની જગ્યા માટે પસંદગી કેવી રીતે થનાર છે ?

ઓફલાઇન મળેલ અરજીઓની ચકાસણી કરી, પાત્રતા ધરાવતા ઉમેદવારોને પત્ર / ઇ-મેઇલ કે મોબાઇલ દ્વારા જાણ કરી મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર છે.

One response to “Gariyadhar NagarPalika Recruitment 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *