📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Chorvad Nagarpalika Recruitment 2025 Municipal Engineer | ચોરવાડ નગરપાલિકા મ્યુનિસિપલ ઇજનેર ભરતી 2025

Chorvad Nagarpalika Recruitment 2025 for Municipal Engineer ચીફ ઓફીસર, Chorvad Nagarpalika એ તા. 19-1-2025 ના રોજ સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મ્યુનિસિપલ એન્જીનીયરની ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને તા.28-1-2025 સુધીમાં અરજીઓ મોકલી આપવા જણાવીને નોકરી વાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.

Chorvad Nagarpalika Bharati 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, માસિક વેતન, જાહેરાત વગેરે જોઇશું. મિત્રો, મ્યુનિસિપલ એન્જીનીયરની જગ્યા માટે અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત ધ્યાનથી અચૂક વાંચવી.

Chorvad Nagarpalika Bharati 2025 Overview :

સંસ્થાનું નામChorvad Nagarpalika, Chorvad, Dist. Junagadh
જાહેરાત ક્રમાંકમાહિતી/જુના/જા.ખ./827/2025
જાહેેેેરાત પ્રસિદ્ધ થયા તારીખ19-1-2025
જગ્યાનું નામમ્યુનિસિપલ એન્જીનીયર
જગ્યાની સંખ્યા01
નિમણૂંકનો પ્રકાર૧૧ માસના કરાર આધારિત.
અરજી ફીનિઃશુલ્ક
માસિક ફિક્સ પગારRs. 16500/-

Chorvad Nagarpalika Bharati 2025 Eligibility Criteria :

જગ્યાનું નામ : મ્યુનિસિપલ એન્જીનીયર

શૈક્ષણિક લાયકાત : ડિપ્લોમા ઇન સિવિલ

અનુભવ : –

માસિક પગાર : ફિક્સ પગાર રૂ. 16,500/-

ઉંમર : તા. 28-1-2025 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ નહીં.

How to apply Job In Chorvad Municipal Engineer Post :

  • ઉમેદવારે જાહેરાત વાંચીને જગ્યા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે લેખિત અરજી કરવાની છે, તેથી અરજીમાં નામ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા અન્ય બાબતોનો ઉલ્લેખ કરવાનો છે.
  • અરજી સાથે સંલગ્ન દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ સામેલ કરવાની છે.
  • ઉમેદવારે મ્યુનિસિપલ ઇજનેરની નોકરી માટેની શરતો જોવા માટેની લીન્ક નીચે આપેલ છે.

How to Send Application :

  • ઉમેદવારે તેઓની સાધનિક દસ્તાવેજો સાથેની અરજીના કવર ઉપર ‘‘મ્યુનિ. ઇજનેરની પોષ્ટ માટે’’ તેવું ડાબી બાજુએ લખવાનું છે, તથા નામ, સરનામું, મોબાઇલનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવાનો છે.
  • અરજી તા. 28-1-2025 ના રોજ સાંજે 5.00 વાગ્યા સુધીમાં કે તે પહેલાં મળી જાય તે રીતે રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. કે સ્પીડ પોષ્ટ દ્વારા મહુવા નગરપાલિકાને મોકલી આપવાની છે.
  • ઉમેદવારે અરજી ચીફ ઓફીસર, ચોરવાડ નગરપાલિકા, ચોરવાડ, તા. માળીયા હાટીના, જિ. જુનાગઢ – 362250ને ઉદ્દેશીને કરવાની છે.

Chorvad Nagarpalika Bharati 2025 Selection Process

ઉમેદવારોની મળેલ અરજીઓની ઉંમર, લાયકાત અને અન્ય વિગતોને આધારે માન્ય થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવીને પસંદગી કરવામાં આવનાર છે.

Chorvad Nagarpalika Bharati 2025 Important Links :

અરજી કરવા માટેની છેલ્લી તારીખ28-01-2025
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરનો તા. 2-6-2011 નો ઠરાવની શરતો.Click Here
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરનો તા. 15-7-2022 નો ઠરાવની શરતો.Click Here

Chorvad Nagarpalika Bharati 2025 Advertisement Out

Read Also :

Mahuva Nagarpalika Recruitment 2025 for Municipal EngineerClick Here
JMC Recruitment 2025 For Computer ProgrammerClick Here
Shihor Nagarpalika Bharati 2025 for Municipal Engineer | શિહોર નગરપાલિકા મ્યુનિસિપલ ઇજનેર ભરતી 2025Click Here

મ્યુનિસિપલ એન્જીનીયરની પસંદગી સમિતિના સભ્યો કોણ કોણ છે ?

પસંદગી સમિતિનું ગઠન સરકારશ્રીએ નીચેની વિગતે કરેલ છે.
સંબંધિત પ્રાદેેેેશિક કમિશનર,નગરપાલિકાઓ – અધ્યક્ષ
પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેકટર – સભ્ય
કમિશનર, મ્યુનિસિપાલીટીઓની વહીવટી કચેરીના પ્રતિનિધિ – સભ્ય
પ્રાદેશિક કમિશનર કચેરીના તાંત્રિક પ્રતિનિધિ – સભ્ય
સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફીસર – સભ્ય

પસંદગી માટે કઇ બાબતને લઇ અગ્રીમતા અપાનાર છે ?

અનુભવીને અગ્રીમતા અપાનાર છે.

૧૧ માસના કરાર આધારીત મુદત પૂર્ણ થયા બાદ ફરીથી તેજ ઉમેદવારને ચાલુ રાખવામાં આવશે ?

કરારીય સમય પૂર્ણ થયા બાદ નોકરીનો સમય આપોઆપ સમાપ્ત થશે.

૧૧ માસના કરાર પહેલાં નોકરી સમાપ્ત થઇ શકે ખરી ?

સરકારશ્રી દ્વારા કાયમી મ્યુનિસિપલ એન્જીનીયરની નિમણૂંક થયેથી કરાર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવનાર છે.

4 responses to “Chorvad Nagarpalika Recruitment 2025 Municipal Engineer | ચોરવાડ નગરપાલિકા મ્યુનિસિપલ ઇજનેર ભરતી 2025”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *