📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

BMC Recruitment 2025 Social Media Hendler

BMC Recruitment 2025 Social Media Hendler કમિશનર ભાવનગર મહાનગરપાલિકાએ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને સોશિયલ મીડીયા હેન્ડલરની કોમ્પ્યુટર વિભાગમાં 11 માસના કરાર આધારીત અથવા કામગીરી પૂર્ણ થાય તે બે માંથી જે વહેેેેલ હોય ત્યાં સુધી ભરવા માટેની પ્રતિક્ષા યાદી બનાવવા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને તા.૧૦-૧-રપ ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવી આનંદના સમાચાર આપેલ છે.

BMC Recruitment 2025 Social Media Hendler આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, જગ્યાની મુદત, અનુભવ, વેતન, પસંદગીની પ્રક્રિયા, કામગીરી વગેરે જોઇશું. વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક વાંચવી.

BMC Recruitment 2025 Overview :

સંસ્થાનું નામકમિશનર, ભાવનગર મહાનગરપાલિકા
જગ્યાનું નામસોશિયલ મીડીયા હેન્ડલર
જગ્યા 01
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ10-01-2025
વેબસાઇટhttps://bmcgujarat.com/

BMC Job 2025

Post Name : Social Media Hendlar Post : 01 (One)

ભાવનગર મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગમાં સોશિયલ મીડીયા પ્લેટ ફોર્મ જેવા કે, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ,યુટ્યુબ વગેરેમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી જુદી જુદી એક્ટીવીટી, સિધ્ધિઓ, કાર્યક્રમ વગેરેની પોષ્ટ પબ્લીશ કરવાની કામગીરી કરવાની છે.

BMC Recruitment 2025 Eligibility Criteria :

  • ગ્રાફીક્સ ડીઝાઇન અથવા એપ્લાઇડ આર્ટસનો ડિપ્લોમા અથવા કોમ્પ્યુટર / આઇ.ટીના સ્નાતક અથવા એમ.સી.એ. કે કોઇપણ વિદ્યાશાખાના સ્નાતક.
  • અન્ય આવડત : ફોટો એડીટીંગ સોફ્ટવેર જેવા કે ફોટોશોપ, કોરલ ડ્રો,ઇલ્યુસ્ટ્રેટર, ઇનડીઝાઇન, પેજમેકર, એડોબ એક્સડ વગેરેનું જ્ઞાન જરૂરી.
  • ગ્રાફીક ડીઝાઇન / એપ્લાઇટ આર્ટસની શૈક્ષણિક લાયકાતને અગ્રીમતા આપશે.

Salary : પ્રતિ માસ ફિક્સ પગાર રૂ. 40,000/- પસંદગી પામ્યા બાદ મળનાર છે.

Age Limit : તા.15-1-25 ના રોજ 33 વર્ષ.

Selection Process :

વોક ઇન ઇન્ટરવ્યૂમાં આવેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ, કામગીરીનું પ્રેઝન્ટેશન અને ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવના આધારે પસંદગી કરવામાં આવનાર છે.

Walk In Interview Details :

વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોએ કામગીરીનું પ્રેઝન્ટેશન કરવાનું છે. તેમજ જે ઉમેદવાર સરકારી કે બિનસરકારી સંસ્થામાં નોકરી કરતા હોય તેવા ઉમેદવારે સંબંધિત સંસ્થાનો નો-ઓબ્જેકશન સર્ટીફીકેટ ઇન્ટરવ્યૂમાં રજૂ કરવાનું છે.

તારીખ10-01-2025
સમયસવારે 10.30 થી બપોરના 2.00 વાગ્યા સુધી.
સ્થળકમિશનર કચેરી, મીટીંંગ હોલ, ભાવનગર મહાનગરપાલિકા

13 responses to “BMC Recruitment 2025 Social Media Hendler”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *