WhatsApp Telegram

Bailiff Main Exam Syllabus 2025 | પ્રોસેસ સર્વર / બેલીફ મુખ્ય પરીક્ષા અભ્યાસક્રમ ૨૦રપ

1 min read Updated:
Bailiff Main Exam Syllabus 2025

Bailiff Main Exam Syllabus 2025 ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યના જિલ્લા ન્યાયાલયો હસ્તકની પ્રોસેસ સર્વર / બેલીફની કુલ 198 જગ્યાઓ અને રાજ્યના ઔદ્યોગિક અને મજૂર અદાલતો હસ્તકની સીધી ભરતીની 12 એમ કુલ મળી 210 જગ્યાઓ ભરવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવેલ.

પ્રોસેસ સર્વર / બેલીફની હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા (એલીમીનેશન ટેસ્ટ) તા. 27/10/2024 ના રોજ યોજાયેલ હતી. આ હેતુલક્ષી પરીક્ષામાં ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારને Bailiff Main Exam માં બેસવા માટે મેળવવાના રહેતા હતા. આ હેતુલક્ષી પરીક્ષાનું તા.4-12-2024 ના રોજ પરીણામ જાહેર થયેલ અને તેમાં 19436  ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની) માં બેસવા માટે ઉત્તીર્ણ જાહેર કરવામાં આવેલ છે. ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.

Main Writing Exam (Descriptive type)

મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની) માં પ્રશ્નપત્રનો ગુણભાર 100 ગુણનો છે અને સમયગાળો 3 કલાકનો રાખવામાં આવેલ છે. પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે. જેનો અભ્યાસક્રમ (Syllabus) નીચે મુજબ છે.

ક્રમવિષય
1.ફકરા ઉપરની પ્રશ્નોના જવાબ
2.એક વાક્યમાં પ્રશ્નોના જવાબ
3.અહેવાલ લેખન
4.પત્ર લેખન
5.નિબંધ લેખન
6.ટૂંક નોંધ

Criteria: Cut of Marks:

લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની) ની પસંદગી યાદીમાં આવવા માટે અનામત / બિનઅનામત કક્ષાના માર્કસના ધોરણ નીચે મુજબ રહેશે.

ક્રમકેટેગરીગુણનું ધોરણ
1.બિન-અનામત (જનરલ) ઉમેદવારો માટે50 ગુણ
2.અનામતવર્ગના ઉમેદવારો માટે SC / ST / SEBC / EWS / DA / Ex-Serviceman45 ગુણ

High court belief main exam – 2025 ભરતી પ્રક્રિયાના આગલા તબક્કા માટેનું સમયપત્રક હાઈકોર્ટ દ્રારા પ્રકાશિત કરવામાં આવનાર છે.

✅ Link copied!