Gujarat Sahitya Academy Recruitment 2024, Apply Online
11 Month Contactual
ગુજરાત સાહિત્ય અકાદમીમાં 11 માસના કરાર આધારીત ભરતી – 2024 : ગુજરાતના જે લોકો સાહિત્ય પ્રેમી, ગુજરાતી સાહિત્યમાં રૂચિ હોય અને સારા એવા પગારની નોકરીની શોધમાં હોય, નોકરીની જરૂરીયાત હોય તેવા લોકો માટે ગુજરાત સાહિત્ય અકાદમીએ ૧૧ માસના કરાર આધારીત જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપેલ છે. આવો તેની વિગતો જોઇએ.
ગુજરાત સાહિત્ય અકાદમીએ સંપાદક, પ્રકાશન અધિકારી, સહાયક મહામાત્ર (હિન્દી), સહાયક મહામાત્ર (ગુજરાતી) અને સહાયક મહામાત્ર (કચ્છી) ની જગ્યાઓ ૧૧ માસના કરાર આધારીત ભરવા માટે આવેદન પત્રો / અરજીપત્ર / Application મંગાવેલ છે.
સંપાદક, પ્રકાશન અધિકારી, સહાયક મહામાત્ર (હિન્દી / ગુજરાતી / કચ્છી) ની ભરતી.
ક્રમ | જગ્યાનું / પદનું નામ. | સંખ્યા | માસિક ફિક્સ વેતન. |
---|---|---|---|
1 | સંપાદક | 1 | રૂ. 45000/- |
2 | પ્રકાશન અધિકારી | 1 | રૂ. 45000/- |
3 | સહાયક મહામાત્ર (હિન્દી) | 1 | રૂ. 40000/- |
4 | સહાયક મહામાત્ર (ગુજરાતી) | 1 | રૂ. 40000/- |
5 | સહાયક મહામાત્ર (કચ્છી) | 1 | રૂ. 40000/- |
કુલ ::- | 5 |
જગ્યાનો પ્રકાર :-
ઉપર દર્શાવેલ તમામ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે.
How to Apply :
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Online Apply website :
ઓનલાઇન અરજી www.recruitmentgsa.in પર જઇને કરવાની રહેશે.
Last date of Online Apply :
તા.ર-૧-ર૦ર૪ ના રોજ થી તા.૧પ-૧-ર૦ર૪ સુધીમાં ઓનલાઇન કરવાની રહેશે.
Application Fee :-
ઉપર દર્શાવેલ તમામ જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીએ આપેલ જાહેરાત અનુસાર કોઇ ફી ભરવાની રહેતી નથી એટલે નિ:શુલ્ક ઉમેદવારી નોંધાવી શકાય છે.
ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ બિડાણસહ ગુજરાત સાહિત્ય અકાદમીને મોકલવાની રહે છે કે કેમ ?
ઓનલાઇન અરજી કર્યાની પ્રિન્ટ લઇ, તેના બિડાણોની નકલ સહિત ગુજરાત સાહિત્ય અકાદમીને મોકલવાના રહે છે.
ઓનલાઇન અરજીની પ્રિન્ટ અને તેના બિડાણોની પ્રમાણિત નકલો કોને અને કયા સરનામે કઇ તારીખ સુધીમાં મોકલવાની રહે છે ?
ઓનલાઇન અરજીની પ્રિન્ટ તેના બિડાણોની પ્રમાણિત નકલો સહિત ‘‘ મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર, સેકટર-૧૭, ગાંધીનગર) ના સરનામે રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ / કુરીયર દ્વારા કે ગુજરાત સાહિત્ય અકાદમીની કચેરીને રૂબરૂમાં તા.૧૭-૧-ર૦ર૪ સુધીમાં મોકલી આપવાના રહેશે.
અરજી સાથે કયા પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ કરવાના અને ગુજરાત સાહિત્ય અકાદમીને મોકલવાના થાય છે ? :-
ઓનલાઇન અરજી ફોર્મમાં જણાવ્યા મુજબના તમામ જરૂરી પ્રમાણપત્રોની ખરીનકલ અપલોડ કરવાની અને ઉપર દર્શાવ્યા મુજબ મોકલવાના રહે છે.
Educational Qualification :-
ઉપર દર્શાવેલ તમામ જગ્યાઓ માટે લાયકાતો અને ભરતી અંગેના નિયમો જોવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીએ આપેલ જાહેરાતમાં જણાવ્યા અનુસાર રિક્રૂટમેન્ટ રુલ્સ (Recruitment Rules) www.gujaratsahityaacademy.com અથવા www.recruitmentgsa.in પરથી જોઇ શકાશે અને ડાઉનલોડ કરી મેળવી શકાશે.
જાહેરાત જોવા માટે :-
ઉક્ત જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારે ભરતી માટે ગુજરાત સમાચાર દૈનિક વર્તમાનપત્રમાં તા.૩૧-૧ર-ર૦ર૩ ના રોજ આપેલ જાહેરાત ગુજરાત સાહિત્ય અકાદમીની વેબસાઇટ પર જોવા મળશે.
ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા :-
આપેલ જાહેરાતમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે, તે જણાવેલ નથી. જેથી ઉમેદવારોને તેઓના સરનામે અકાદમી દ્વારા જાણ કરવામાં આવશે, તેવું જણાય છે.
પસંદગી પામેલ ઉમેદવારોને મળવાપાત્ર થતું માસિક વેતન :-
પસંદગી પામેલ સંપાદકને માસિક ફિકસ વેતન રૂ. ૪પ૦૦૦/-
પસંદગી પામેલ પ્રકાશન અધિકારીને માસિક ફિક્સ વેતન રૂ. ૪પ૦૦૦/-
પસંદગી પામેલ સહાયક મહામાત્ર (હિન્દી) ને માસિક ફિક્સ વેતન રૂ. ૪૦૦૦૦/-
પસંદગી પામેલ સહાયક મહામાત્ર (ગુજરાતી) ને માસિક ફિક્સ વેતન રૂ. ૪૦૦૦૦/-
પસંદગી પામેલ સહાયક મહામાત્ર (કચ્છી) ને માસિક ફિક્સ વેતન રૂ. ૪૦૦૦૦/-
કરાર આધારીત જગ્યાની નિમણૂંકનો અંત :-
ઉમેદવારનો ૧૧ માસનો કરાર આધારીત સમયગાળો પૂર્ણ થયેથી જાહેરાતમાં દર્શાવ્યા અનુસાર આપોઆપ અંત આવેલો ગણાશે.