Sanedo Mini Tractor Yojana 2024 : ગુજરાત સરકારે ખેડૂતોને સનેડો સાધન સહાયની યોજના અમલમાં મૂકેલ છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર રૂ. રપ૦૦૦/- ની નાણાંકીય સહાયનો લાભ લેવા માટે ખેડૂતે https:/ikhedut.gujarat.gov.in/ ઉપર જઇ Online અરજી તા.ર૯-૧ર-ર૦ર૩ ના સવારના ૧૦.૩૦ કલાકથી તા.ર૮-૧-ર૦ર૪ સુધી કરવાની રહેશે. આ સહાય નાણાંકીય લક્ષ્યાંકની ૧૧૦ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ સ્વીકારવામાં આવશે.

કૃષિ યાંત્રિકરણ સરળ બનાવવાના હેતુસર ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજનાને રાજ્ય સરકારે રૂ. ૧૦૦૦.૦૦ લાખની વહીવટી મંજુરી તા.૮-૬-ર૦ર૩ ના રોજ આપવામાં આવેલ છે.
મળવાપાત્ર સહાયની રકમ :-
ભારત સરકારશ્રીના ઓજાર / સાધનોના માન્ય ટેસ્ટીંગ સેન્ટર ખાતે ટેસ્સ્ટ થયેલ હોય અને વેલીડ ટેસ્ટ રીપોર્ટ ધરાવતા હોય તેવા સનેડો સાધન (Ride on Type Self Propelled Tool Bar) (Sanedo) અથવા (Ride on Self Propelled Multipurpose Tool Bar) (Sanedo) ની ખરીદી પર રાજ્યના તમામ ખેડૂત ખાતેદારને કુલ ખર્ચના રપ ટકા અથવા રૂ. રપ,૦૦૦/- એ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
સનેડો સાધન સહાયની યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા :-
- આ યોજનાનો અમલ રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવાનો રહે છે.
- ખાતાદીઠ એક વાહન માટે અને ૭ (સાત) વર્ષમાં એક વખત સહાય મળી શકશે.
- સંયુક્ત ખાતાધારકના કિસ્સામાં અરજદારે અન્ય ખાતાધારકોનું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે.
- વાહન વ્યવહાર વિભાગના લાગુ પડતા પ્રવર્તમાન તેમજ વખતોવખત થતા સુધારા મુજબના તમામ નિયમો / શરતો / કાયદાનું પાલન લાભાર્થીએ કરવાનું રહેશે.
How to apply Sanedo Sahay Yojana :-
- અરજદાર / લાભાર્થી ખેડૂતે https://ikhedut.gujarat.gov.in/ ઉપર લોગીન કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અરજદાર / લાભાર્થી ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ પર વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરવાની રહેશે, જે ઓટો ઇનવર્ડ થશે.
Required Document for Sanedo Sahay Yojana :
- ગામ નમૂનો નં. ૮/અ ની નકલ
- જાતિ પ્રમાણપત્ર
- જમીન માલીકીના આધાર-પુરાવા.
- સંયુક્ત જમીન ખાતાધારકના કિસ્સામાં અન્ય ખાતાધારકોનું સંમતિ પત્રક
- આધાર કાર્ડની નકલ.
- બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ.
Conditions for Sanedo Sadhan Sahay Yojana :
- લાભ મળ્યાની તારીખથી ર (બે) વર્ષ સુધી સાધનનું વેચાણ કરી શકાશે નહીં. જો વેચાણ કરશે તો સહાયની પુરેપુરી રકમ સરકારશ્રીમાં પરત કરવાની રહેશે.
- ખરીદેલ સાધનનો વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ માટે જ ઉપયોગ કરવાનો રહેશે.
- પેસેન્જરના પરિવહન માટે સાધનમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરાવી શકાશે નહીં અને પેસેન્જર પરિવહન માટે ઉપયોગ કરી શકાશે નહીં.
અરજીઓની પાત્રતા નક્કી કરવાની કાર્યપદ્ધતિ :-
- જિલ્લા ખેતીવાડી અધિકારીએ તેઓના તાબાના અધિકૃત કરેલ ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી (ખેતી) / તાલુકા અમલીકરણ અધિકારી / પેટા વીભાગીય અધિકારી પાસેથી સમાન હેતુવાળા ઘટક માટે આ યોજના તથા સરકારશ્રીની અન્ય કોઇ યોજનામાંથી અગાઉ નિયત કરેલ સહાય મેળવેલ નથી તેની ચકાસણી કરી તેની પાત્રતા નક્કી કરશે.
- કુલ પાત્રતા ધરાવતી અરજીઓ પૈકી ઓનલાઇન થયાની તારીખ મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં તાલુકાવાર ક્રમાનુસાર અરજીઓના લાભાર્થી પસંદ કરી વહેલા તે પહેલાના ધોરણે સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી પૂર્વમંજુરી આપશે અને પૂવમંજૂરી અંગેની સંબંધિત લાભાર્થીને જાણ કરશે અને તેની ખેડૂત-આઇ પોર્ટલ પર નોંધણી કરશે.
પૂર્વમંજૂરી મળ્યાની જાણ થયા બાદ લાભાર્થીએ કરવાની કાર્યવાહી :-
- પૂર્વ મંજૂરી મળેલ અરજદાર ખેડૂતોએ તેઓની પસંદગી મુજબનું સનેડો સાધન આ યોજનાના હેતુ માટે ભારત સરકારશ્રીની માન્ય ટેસ્ટીંગ સંસ્થા દ્વારા સાધન (Ride on Type Self Propelled Tool Bar) (Sanedo) અથવા (Ride on Self Propelled Multipurpose Tool Bar) (Sanedo) તરીકે ટેસ્ટ થયેલ સાધનની આઇ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવેલ મોડેલ પૈકીના મોડલના મેન્યુફેકચરર / વેન્ડર પાસેથી અથવા તેના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે.
- આવા ખરીદ કરેલ સાધનની ખરીદીના ઓરીજીનલ બિલ, સનેડો સાધનમાં લગાવેલ એન્જીનની ખરીદીના બિલની નકલ, પોર્રટલ પર કરેલ અરજી, જાતિ પ્રમાણપત્ર, જમીનના આધાર સહ સહાયની દરખાસ્ત મંજૂરીના દિન-૬૦ માં જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતને ચકાસણી / ખાત્રી અર્થે રજૂ કરવાની રહેશે.
- સનેડાની ખરીદીના ઓરીજીનલ બિલમાં એન્જીનના સીરીયલ નંબરનો ઉલ્લેખ કરવાનો રહેશે.
- લગાવેલ એન્જીનના ખરીદીના બીલની નકલ સંબંધિત ડીલર / ઉત્પાદક કંપની પાસેથી મેળવી સહાય કેસ સાથે લાભાર્થીએ રજૂ કરવાનો રહેશે.
- ખરીદી બાદ રજૂ થયેલ ક્લેઇમનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ આઇ-ખેડૂત પોર્ટલ પર સ્ટેટસ અપડેટ કરશે અને ક્લેઇમની ભૌત્તિક ચકાસણી કરી / કરાવી તે અંગેનું સ્ટેટસ પોર્ટલ પર કામગીરીના ૧૦ દિવસમાં અપડેટ કરશે.
- લાભાર્થી દ્વારા સાધનની ખરીદીના સાધનિક કાગળો અને એસેટની ભૌત્તિક ચકાસણી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા થયા બાદ તેઓ સહાયની ચુકવણીની સંપૂર્ણ પ્રક્રિયા કરશે.
- ચકાસણી પૂર્ણ થયેથી મંજૂર થયેલ દરખાસ્તની સહાયની રકમ સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી PFMS / ECS (Electronic Clearance Service) / RTGS (Real time Gross Settlement) / NEFT થી લાભાર્થીના બેન્ક ખાતામાં ચુકવણી / જમા કરશે.
FAQ
સનેડો સાધન યોજનાના ફોર્મ ભરવાની તારીખ કઇ છે ?
તા.ર૯-૧ર-ર૦ર૩ ના રોજથી ૧૦.૩૦ કલાકથી શરૂ થશે.
સનેડો સાધન યોજનાનું ફોર્મ ક્યાંથી ભરવું ?
અરજદાર / લાભાર્થી ખેડૂતે https://ikhedut.gujarat.gov.in/ ઉપર લોગીન કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સનેડો સાધન સહાય કેટલી મળશે ?
ખેડૂત ખાતેદારને કુલ ખર્ચના રપ ટકા અથવા રૂ. રપ,૦૦૦/- એ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
સનેડો સહાય યોજનાની અરજી કરવાની અંતિમ તારીખ કઇ છે ?
તા.ર૮-૧-ર૦ર૪ સુધી કરવાની રહેશે.