SarikariLok.in

ગુજરાતની તમામ સરકારી નોકરીઓની માહિતી

ધ્રોલ નગરપાલિકા ભરતી 2025 – સીટી મેનેજર (MIS/IT) પોસ્ટ માટે તક

મિત્રો નમસ્કાર,

ધ્રોલ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત સીટી મેનેજર (MIS/IT) પોસ્ટ માટે ભરતી 2025 ની જાહેરાત કરી છે. સરકારની આ નોકરી માટે પાત્ર ઉમેદવારોને 10 દિવસની અંદર અરજી કરવાની તક આપવામાં આવી છે. આ જાહેરાત તા.8/8/2025 ના રોજ સંદેશ દૈનિક પેપરમાં પ્રસિદ્ધ થયેલ છે.

ભરતીની મુખ્ય વિગતો

વિગતોમાહિતી
પોસ્ટનું નામસીટી મેનેજર (MIS/IT)
લાયકાતB.E./B.Tech (IT), M.E./M.Tech (IT), B.C.A., M.C.A., B.Sc. (IT), M.Sc. (IT)
અનુભવઓછામાં ઓછો 1 વર્ષ (ડિગ્રી પૂર્ણ થયા બાદ)
પગાર₹30,000 પ્રતિ મહિનો
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાતના 10 દિવસની અંદર
સરનામુંChief Officer, ધ્રોલ નગરપાલિકા, કમલા નહેરુ પાથ, ચંદ્રસિંહજી રોડ, ધ્રોલ – 361210

અરજી પ્રક્રિયા

  1. ઉમેદવારે પોતાના સરનામા સાથેનું Resume તૈયાર કરવું.
  2. શિક્ષણ અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ તથા રૂ.500/- ના ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે Chief Officer, ધ્રોલ નગરપાલિકા કચેરીમાં જમા કરાવવી.
  3. અરજી સીધી ઓફિસમાં જમા કરાવવાની રહેશે, પોસ્ટ દ્વારા પણ મોકલી શકાય છે.
  4. ઉમેદવાર પાસે સ્વચ્છ ભારત મિશન અંગે પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી મેરિટ અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
  • નોકરી કોન્ટ્રાક્ટ આધારે રહેશે.

Dhrol Sudhrai City Manager MIS-IT Recruitment advertisement out

WhatsApp Image 2025 08 08 at 07.28.24 5fc126c6

ધ્રોલ નગરપાલિકા ભરતી 2025 અંગે સામાન્ય પ્રશ્નો (FAQ)

ધ્રોલ નગરપાલિકા ભરતી 2025 માટે કઈ લાયકાત જરૂરી છે?

B.E./B.Tech (IT), M.E./M.Tech (IT), B.C.A., M.C.A., B.Sc. (IT), M.Sc. (IT) સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ જરૂરી છે.

અરજી ક્યાં જમા કરાવવી?

Chief Officer, ધ્રોલ નગરપાલિકા, કમલા નહેરુ પાથ, ચંદ્રસિંહજી રોડ, ધ્રોલ – 361210 પર જમા કરાવવી.

અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જાહેરાત પ્રકાશિત થયા બાદ 10 દિવસની અંદર અરજી કરવી પડશે. આ જાહેરાત તા.8/8/2025 ના રોજ સંદેશ દૈનિક પેપરમાં પ્રસિદ્ધ થયેલ છે.

અરજી ફી કેટલી છે અને તે કેવી રીતે ભરવાની છે?

અરજી ફી રૂ. 500/- છે, જે “ચીફ ઓફિસર, ધ્રોલ નગરપાલિકા” ના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે.

પગાર કેટલો મળશે?

પસંદ થયેલા ઉમેદવારને ₹30,000 પ્રતિ મહિનો પગાર મળશે.

પસંદગી કેવી રીતે થશે?

મેરિટ અને ઈન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment