Chhotaudepurdp Legal Advisor Bharati 2025 જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરી માટે કાયદા સલાહકારની કરાર આધારીત ભરતી કરવા માટે તા. 1૮ ફ્રેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત આપી તા. 10-3-25 સુધીમાં આવેદન પત્રો મંગાવી કાયદાની લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો માટે એક ઉત્તમ તક ઉપલબ્ધ કરાવેલ છે.
Chhotaudepurdp District Panchayat Recruitment 2025 આ શૈક્ષણિક લેખમાં કાયદા સલાહકારની જગ્યાની શૈક્ષણિક લાયકાત, વેતન, પસંદગીની પ્રક્રિયા, જાહેરાત, વગેરે અંગેની માહિતી જોઇએ. કાયદા સલાહકારની જગ્યા માટે જિલ્લા પંચાયત દ્વારા ઓફલાઇન અરજીઓ મંગાવી ભરતી કરનાર છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચવી.
Chhotaudepurdp Legal Advisor Overview 2025 :
સંસ્થાનું નામ | જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત, છોટાઉદેપુર |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 18/02/2025 |
જગ્યાનું નામ | કાયદા સલાહકાર |
જગ્યાની સંખ્યા | 01 (એક) |
જગ્યાની મુદત | 11 માસના કરારના ધોરણે |
પસંદગીની પ્રક્રિયા | વોક ઇન ઇન્ટરવ્યૂ |
અરજી ફી | નિઃશુલ્ક |
અરજી મોકલવાની છેલ્લી તારીખ | 10-03-2025 |
વેબસાઇટ | https://chhotaudepurdp.gujarat.gov.in |
Legal Advisor In Chhotaudepurdp District Panchayat Eligibility Criteria :
Legal Advisor Educational qualification :
- ભારતની માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી.
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા મળેલ હોવી જોઇએ.
- CCC / CCC+ level નું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
- Bar Council of Gujarat અથવા Council of India માં નોંધાયેલ હોવા જોઇએ.
- અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઇએ.
Legal Advisor Experience:
- હાઇકોર્ટની સબઓર્ડીનેટ કોર્ટમાં પ્રેક્ટિસિંગ એડવોકેટ, એટર્ની અથવા સરકારી વકીલ તરીકે લગભગ પાંચ વર્ષનો અનુભવ.
- હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ, એટર્ની અથવા સરકારી વકીલ તરીકે લગભગ પાંચ વર્ષનો અનુભવ.
- સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ / બોર્ડ / કોર્પોરેશન અથવા કાયદા દ્વારા સ્થાપિત કંપનીમાં કાનૂીનો બાબતોનો લગભગ પાંચ વર્ષનો અનુભવ.
- સરકારી વિભાગો / વિભાગીય કચેરીમાં સરકારી વતી નામ. હાઇકોર્ટ / સુપ્રિમ કોર્ટમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
Legal Advisor Jobs in Chhotaudepurdp Age Limit :
ઉમેદવાર 50 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોવા જોઇએ.
Legal Advisor Salary
કાયદા સલાહકારની જગ્યા પર પસંદગી થયેથી રૂ. 60,000/- નો માસિક ફીક્સ પગાર મળવાપાત્ર થશે.
Legal Advisor Bharati 2025 How to Apply:
- ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચી કાયદા સલાહકારની જગ્યા માટે પાત્રતા ધરાવે છે કે કેમ, તે ચકાસવું.
- ઉમેદવારે જિલ્લા પંચાયતે નક્કી કરેલ નિયત નમૂનામાં અરજી કરવાની છે, તેથી પ્રથમ છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરીની વેબસાઇટ પરથી નિયત નમૂનાનું અરજીપત્રક ડાઉનલોડ કરી, તે ટાઇપ કરી, તેમાં વિગતો ભરવાની છે અને અરજીપત્રક સાથે જિલ્લા પંચાયતે નક્કી કરેલ દસ્તાવેજો પરિશિષ્ટ ૧ થી પ સાથે ટાઇપ કરીને તા. 09-03-25 કે તે પહેલાં જિલ્લા પંચાયત કચેરીને મોકલી આપવાના છે. (અરજીપત્રક અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે લીન્ક આપેલ છે.)
- અરજીપત્રકના કવર પર ‘‘જગ્યાનું નામ : કાયદા સલાહકાર’’ એમ સ્પષ્ટ અચૂક લખવાનું છે.
- અરજી પત્રક અને પરિશિષ્ટ 1 થી 5 જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેેેેરી, છોટાઉદેપુરના સરનામે કચેરી સમય દરમ્યાન રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. R.P.A.D થી જ મોકલવાના છે.
Legal Advisor Surendranagar Apply Last Date : 10/03/2025
Legal Advisor Recruitment Selection Process 2025
કાયદા સલાહકારની જગ્યા માટે ઉમેદવારોની લેખિત પરીક્ષા કે મૌખિક ઇન્ટરવ્યૂ રાખવું કે સીધી પસંદગી કરવી, તે જિલ્લા પંચાયત કચેરીની પસંદગી સમિતિ નક્કી કરશે, તે મુજબ પસંદગી કરવામાં આવનાર છે.
Law Officer in Chhotaudepur Important Links :
District Panchayat Official Website | Click Here |
અરજીપત્રક, વિગતવાર જાહેરાત અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવા માટે | Click Here |
Chhotaudepur Bharati 2025 Advertisement Out :
Read Also :
SMIAS Gandhinagar Recruitment 2025 for Yoga Expert | સ્ટેટ મોડેલ આર્યુવેદ કોલેજ કોલવડા ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2025 | Click Here |
GSLCS Recruitment 2025 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગમાં વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટ ભરતી 2025 | Click Here |
Gandhinagar MDM Bharati 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025 | Click Here |
WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025 | Click Here |
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી | Click Here |
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025 | Click Here |
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |
Frequntly Ask Questions :
કાયદા સલાહકારની જગ્યા માટેની અરજી રૂબરૂમાં સ્વીકારવામાં આવનાર છે ?
અરજી રૂબરૂમાં, કુરીયર, ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
છોટાઉદેેેપુુર જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની જગ્યા માટે કેવી રીતે અરજી કરવાની છે ?
છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરીની વેબસાઇટ પર જઇને નિયત નમૂનાનું અરજી તથા પરિશિષ્ટ ૧ થી પ ડાઉનલોડ કરી, અરજીપત્રક અને પરિશિષ્ટ-૧ થી પ ની વિગતો ટાઇપ કરાવીને જિલ્લા પંચાયત કચેરીની મહેકમ શાખામાં રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી.થી તા.૧૦-૩-રપ કે તે પહેલાં મોકલવાના છે.
કાયદા સલાહકારની જગ્યા માટે ઓછામાં ઓછી લાયકાત ઉપરાંત કઇ બાબતોને પસંદગી માટે અગ્રિમતા આપવામાં આવનાર છે ?
કાયદાની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને વધુ અનુભવ ધારકને પસંદગીમાં અગ્રિમતા અપાનાર છે.
કાયદા સલાહકારની જગ્યા માટે રૂ. ૬૦,૦૦૦/- માસિક ફિક્સ વેતન ઉપરાંત કોઇ ભથ્થા મળનાર છે ?
ફિક્સ વેતન ઉપરાંત કોઇ ભથ્થા મળનાર નથી પરંતુ સરકારી કામે પ્રવાસ પર જવાનું થાય તો સરકારશ્રીના વર્તમાન ધોરણો મુજબ મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર રહેશે.
કાયદા સલાહકારની જગ્યા પર નિમણૂંક મળ્યા બાદ કેટલા દિવસમાં હાજર થવાનું છે ?
નિમણૂંક પત્ર મળ્યા તારીખથી દિન ૭ માં જિલ્લા પંચાયત ખાતે હાજર થવાનું છે.
કાયદા સલાહકારે રહેઠાણ ક્યાં રાખવાનું છે ?
કાયદા સલાહકારે કાર્યમથકે રહેઠાણ રાખવાનું ફરજીયાત છે.
કાયદા સલાહકારને કોઇ રજાઓ મળવાપાત્ર છે કે કેમ ?
કાયદા સલાહકારને કરારીય સમયગાળા દરમ્યાન ૧૧ (અગીયાર) પરચુરણ રજા મળવાપાત્ર છે. તે સિવાય અન્ય કોઇ રજા મળવાપાત્ર નથી.
ફિક્સ પગારમાંથી કોઇ વેરાની કપાત કરવામાં આવશે ?
હા, વ્યવસાય વેરાની કપાત કરવામાં આવનાર છે.
કરારના સમય દરમ્યાન અવસાન થાય તો પરિવાર / વારસદારોને કોઇ પેન્શન, બોનસ, એલ.ટી.સી. લીવ એન્કેશમેન્ટ, પેશગી, નાણાંકીય લાભ, એક્ષગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા લાભ મળશે ?
કરારના સમય દરમ્યાન અવસાનના કિસ્સામાં બજાવેલ ફરજના સમયગાળાની એકત્રીત લેણી રકમ સ્વ.ના પરિવારને મળવાપાત્ર થશે. અન્ય કોઇ લાભ મળવાપાત્ર થશે નહીં.
કરારના સમયગાળા દરમ્યાન ૧૧ પરચુરણ રજા ઉપરાંત કોઇ રજાઓ ભોગવવામાં આવે તો શું કાર્યવાહી થાય ?
મળવાપાત્ર રજા ઉપરાંત રજા ભોગવવામાં આવે તો તે રજાના દિવસના પગારની કપાત નિયમાનુસાર કરવામાં આવનાર છે.