UHS BMC Recruitment 2024 અર્બન હેલ્થ સોસાયટી મહાનગરપાલિકા ખાતે ૩૦ જેટલા આયુષ્યમાન મંદિરો ઉભા કરવાના થાય છે તેમાં Staff Nurse અને Multi Purpose Health Worker ની 11 માસના કરાર આધારીત ફિક્સ પગારથી ભરતી કરવા માટે ઓફલાઇન અરજીઓ મંગાવેલ છે.
Staff Nurse અને Multi Purpose Health Worker ની ભરતીની રાહ જોઇને બેઠેલા તથા ભાવનગર ખાતે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે ભાવનગર મહાનગરપાલિકાએ એક સરસ તક આપેલ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચવી.
Urban Health Society Recruitment 2024 Overview :
સંસ્થાનું નામ | અર્બન હેલ્થ સોસાયટી, ભાવનગર મહાનગરપાલિકા |
જાહેરાત ક્રમાંક | માહિતી/ભાવ/૩૪૦/ર૦ર૪ |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 05-12-2024 |
જગ્યાનું નામ | સ્ટાફનર્સ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર |
જગ્યાની મુદત | ૧૧ માસ કરાર આધારીત |
અરજી કરવાની પધ્ધતિ | ઓફલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-૧૦ માં |
BMC Recruitment 2024 Educational qualification, experience, post, age etc.
જગ્યાનું નામ : સ્ટાફ નર્સ.
જગ્યા : હાલ 3 તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા માટે
શૈક્ષણિક લાયકાત :
- નર્સીંગના સ્નાતક અથવા ડીપ્લોમા ઇન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઇફરી
- નર્સીંગ કાઉન્સિલમાં નોંધાયેલ
- સ્ત્રી ઉમેદવારને પ્રાધાન્ય.
માસિક પગાર રૂ. 20000/-
વય મર્યાદા : 58 વર્ષ.
જગ્યાનું નામ : મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરૂષ)
જગ્યા : હાલ 8 તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા માટે
શૈક્ષણિક લાયકાત :
- સેનેટરી ઇન્સ્પેકટર કોર્સ અથવા એમ.પી.એમ.ડબલ્યુનો કોર્સ.
- પુરૂષ ઉમેદવારને પ્રાધાન્ય.
માસિક પગાર રૂ. 15,000/-
વય મર્યાદા : 58 વર્ષ.
UHS BMC Recruitment 2024 How to apply and Documentation :
- અરજી ઓફલાઇન કરવાની રહે છે.
- અરજી, બાયોડેટા (અરજીની ડાબી બાજુ સહી કરેલ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ)
- સ્કૂલ લીંવીંગ સર્ટીફીકેટ
- ધોરણ-૧૦ થી ઉચ્ચ અભ્યાસના શૈક્ષણિક લાયકાતની માર્કશીટ / ડીગ્રી સર્ટીફીકેટ
- નર્સીંગના સ્નાતક / ડીપ્લોમા ઇન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઇફરીની માર્કશીટ / ડીગ્રી સર્ટીફીકેટ
- અનુભવ પ્રમાણપત્ર
- ગુજરાત નર્સીંગ કાઉન્સિલમાં નોંધણી કરાવેલાનું પ્રમાણપત્ર
- સેનેટરી ઇન્સ્પેકટર કોર્સ / એમ.પી.એમ.ડબલ્યુનો કોર્સની માર્કશીટ / ડીગ્રી પ્રમાણપત્ર
અરજી સાથે સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની નકલ સાથે અરજી મેમ્બર સેક્રેટરી અર્બન હેલ્થ સેન્ટર, આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગરને જાહેરાત પ્રસિદ્ધ થયાની દિન-૧૦ માં રજીસ્ટર્ડ એ.ડી. પોષ્ટથી મોકલવાની રહેશે.
UHS BMC Recruitment 2024 Selection Process :
ઉમેદવારો પાસેથી અરજી મંગાવ્યા બાદ કેવી રીતે પસંદગી કરવી, તે જાહેરાતમાં દર્શાવેલ નથી.
UHS BMC Recruitment 2024 Advertisement Out :
