Revenue Advisor for the ACB Ahmedabad Recruitment 2024 : લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની Revenue advisor ની એક જગ્યા કરાર આધારીત ભરવા માટે નિયામક, લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા દૈનિક વર્તમાનપત્ર તથા ACB Bureau ની વેબસાઇટ પર જાહેરાત આપી તા.૧-૪-ર૦ર૪ સુધીમાં ઓફલાઇન આવેદનપત્રો મંગાવેલ છે. ઓફલાઇન અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક વાંચવી. વિગતો નીચે મુજબ છે.
Revenue Advisor for the ACB Ahmedabad Recruitment 2024 : આ લેખમાં આપણે જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત અને અનુુુુભવ, અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ, પસંદગીની પ્રક્રિયા, અરજીનો નિયત નમૂનો ડાઉનલોડ કરવાની અગત્યની લીન્ક તથા વર્તમાનપત્રમાં આવેલ જાહેરાતની વિગતો નીચે મુજબ જોઇએ.
Revenue Advisor for ACB Ahmedabad Recruitment Overview
૧. | રેવન્યુ સલાહકારની સંભવિત જગ્યા | 3 (ત્રણ) જગ્યા |
ર. | ઉંમર | 45 થી 62 વર્ષ ( 62 વર્ષની ઉંમર બાદ નિમણૂંક મળશે નહીં.) |
૩. | પગાર | રૂ. 60000/- (ફિક્સ) પ્રતિમાસ. |
૪. | સમયગાળો | 11 માસના કરાર આધારીત |
૫. | શૈક્ષણિક લાયકાત | માન્ય યુનિવર્સીટીની સ્નાતકની પદવી જમીન/મહેસુલ/રેવન્યુ વિભાગને સંબંધિત કામગીરીનો ૧૦ વર્ષનો અનુભવ. |
૬. | નિયત ફોર્મ | વેબસાઇટ પેરથી ડાઉનલોડ કરવાનું રહેશે. |
૭. | છેલ્લી તારીખ | તા. 01-04-2024 |
૮. | વેેેેેેબસાઇટ | acb.gujarat.gov.in |
Revenue Advisor Vacancy
રેવન્યુ એડવાઇઝરની જગ્યા – 01
Revenue Advisor Education Qualification
- માન્ય યુનિવર્સીટીમાંથી કાયદા સ્નાતકની પદવી.
- નિવૃત્ત સરકારી અધિકારી પણ અરજી કરી શકે છે.
- જમીન /મહેસૂલ તથા રેવન્યુ વિભાગને સંબંધિત કામગીરીનો ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇશે.
Experience for Revenue Advisor
- જમીન / મહેસૂલ તથા રેવન્યુ વિભાગને સંબંધિત તમામ મહેસૂલી કામગીરીનો ૧૦ વર્ષનો અનુભવ.
- મહેસૂલી સત્તાઓ અને જવાબદારીઓનું જ્ઞાન / જંત્રી તથા આકારણી અંગે જમીન મહેસૂલી કાયદાઓનો અનુભવ.
- સરકારશ્રીની ખાનગી / સરકારી જમીનો અંગે વખતોવખતની જમીનની મહેસૂલી અને જમીન વ્યવસ્થાપનની નીતિ અંગેનો ક્ષેત્રિય અભ્યાસ / અનુભવીને પસંદગીમાં ટોચઅગ્રતા અપાશે.
Revenue Advisor Job Chart
લાંચ રુશ્વતને લગતી તથા અપ્રમાણસર મિલ્કતોની બ્યૂરો ખાતે આવતી અરજીઓમાં જમીન / મહેસૂલને લગતી બાબતોમાં નિયમોનું પાલન થયેલ છે કે કેમ, નિયમોનો યોગ્ય રીતે સંપૂર્ણ અમલ કરેલ છે કે કેમ, નિયમનું આંશિક કે સંપૂર્ણ પાલન થયેલ ન હોય તેવા કિસ્સાઓમાં ખામી શોધી કાઢવા તેમજ આક્ષેપિત વિરુદ્ધમાં પુરાવા મેળવવા, તપાસની કામગીરીમાં ક્ષતિ ન રહે તે મુજબ માર્ગદર્શન પુરૂં પાડવાની કામગીરી.
ભ્રષ્ટાચાર અને લાંચની બદી ડામવા માટે લાંચ આપનાર અને લેનાર બન્ને પક્ષે મેળાપીપણાથી થતા અને ભ્રષ્ટાચારમાંથી બનતી આવકના પ્રમાણમાં અસમાન સંપત્તિના કેસો શોધી અને અટકાવવા માટે તથા ભ્રષ્ટાચાર નાબુદી અભિયાનની અસરકારકતા માટે અપ્રમાણસર મિલકતોના કેસોમાં મિલકતના સાચા વેલ્યુએશન તથા તપાસના કામે સલાહ આપવા બ્યૂરો અને જિલ્લાની કચેરીની અસરકારક કામગીરી Preventing Action Unit માટે કામગીરી કરવાની રહેશે.
Revenue Advisor Head Quarter
રેવન્યુ એડવાઇઝરની જગ્યાનું હેડ કવાર્ટર / કાર્ય સ્થળ અમદાવાદ રહેશે. નિયામકશ્રી બ્યૂરોના તાબા હેઠળના કોઇપણ સ્થળે કામ લેવા સક્ષમ સત્તાધિકારી છે.
How to Apply Revenue Advisor Post & Last Date
લાયકાત અને અનુભવ પરિપૂર્ણ કરતાં ઉમેદવારોએ વેબસાઇટ acb.gujarat.gov.in પરથી નિયત નમૂનો ડાઉનલોડ કરી વિગતો ભરી સાધનિક કાગળો સાથે નિયામકશ્રી, ગુજરાત લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંંગલા નંં.૧૭, શાહીબાગ, અમદાવાદને તા. 1-04-2024 સુધીમાં સુધીમાં મળી જાય તે રીતે રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. થી મોકલવાની રહેશે.
Revenue Advisor Application Fee
કોઇ અરજી ફી રાખવામાં આવેલ નથી.
Revenue Advisor Recruitment 2024 Selection Process
- મળેલ અરજીઓમાંથી ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે કમિટી સમક્ષ હાજર રહેવાનુું રહેશે.
- નિમણૂંક મળ્યા બાદ નિમણૂંકના સમય દરમ્યાન ખાનગી પ્રેકટીસ કરી શકશે નહીં.
Important Link for Revenue Advisor Recruitment 2024
વિગતવાર જાહેરાત અને નિયત નમૂનાની અરજી, નિમણૂંક માટેની બોલીઓ અને શરતો જોવા માટે | : | Click Here |
સત્તાવાર વેબસાઇટ | Click Here | |
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ | : | 1-4-2024 કચેરી સમય સુધીમાં રજીસ્ટર પો. એ.ડી. અથવા રૂબરૂ પહોંચાડવાની રહે છે. . |
અરજી મોકલવાનું સરનામું | : | નિયામકશ્રી, ગુજરાત લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંંગલા નંં.૧૭, શાહીબાગ, અમદાવાદ |
News Paper Advertisement for Revenuer Advisor for the ACB Ahmedabad Recruitment 2024
